Home /News /lifestyle /Navratri Recipe: નવરાત્રીમાં પ્રસાદીમાં ઘરે જ બનાવો 'કાજુકતરી'

Navratri Recipe: નવરાત્રીમાં પ્રસાદીમાં ઘરે જ બનાવો 'કાજુકતરી'

ઘરે બનાવો કાજુ કતરી

Navratri Culture: માતાના પ્રસાદનું નવરાત્રીના સમયે ખાસ મહત્વ હોય છે. તમે પણ નોંધી લો આ હેલ્થી રેસિપી અને માતાજીનાં નવલાં નોરતામાં તમે આરતી સમયે ધરાવી શકો છો. જેમાં તમે માતાજીને આ કાજુ કતરી ધરાવી શકો છો..

    Navratri 2022: નવરાત્રીનાં આ પાવન અવસર પર તમે જો માતાજીનો પ્રસાદી બનાવાનું વિચારી રહ્યો છે અને તેમાં પણ હેલ્થ સાથે ટેસ્ટ મિક્સ થાય તેવી આશા રાખો છો તો અમારી પાસે તમારા માટે એક ખાસ રેસિપી છે. આ રેસિપી તમારા અને તમારા પરિવાર માટે હેલ્ધી પણ છે અને ઘરમાં બનેલી શુદ્ધતા અને પ્રેમ પણ ભળશે. ત્યારે આજે માતાજીને પ્રસાદીમાં ચઢાવવામાં બનાવો 'કાજુકતરી'

    કાજુકતરી માટે જરૂરી સામગ્રી -

    1 બાઉલ કાજુ,
    1/2 બાઉલ ખાંડ,
    1/4 બાઉલ પાણી,
    25 ગ્રામ મિલ્ક પાવડર



    રીત - સૌપ્રથમ કાજુને બરાબર સાફ કરી બે-ત્રણ કલાક ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ કાજુને મિક્સરમાં દળવાં. ત્યારબાદ તેને ચાળી લો. ટુકડા રહી ગયા હોય તેને ફરી ક્રશ કરી ચાળી લો.

    ત્યારબાદ એક કઢાઇમાં ખાંડ લો અને ખાંડ પલળી જાય એટલું પાણી એડ કરો અને ગેસની ફ્લેમ ચાલુ કરો. ખાંડને બરાબર ઓગાળી એકતારની ચાસણી બનાવવી. ચાસણી બની જાય એટલે અંદર કાજુનો પાવડર એડ કરો.

    મસળી લીધા બાદ ઉપર બીજી એક પ્લાસ્ટિક શીટ મૂકી હળવા હાથે વણી લો. ત્યારબાદ ઉપરની પ્લાસ્ટીક શીટ દૂર કરી હાથથી થોડું પાણી લગાવી ઉપર ચાંદીનો વરખ લગાવવો, જેથી વરખ બરાબર ચોંટી જાય. ત્યારબાદ એક-બે કલાક માટે રહેવા દો જેથી સેટ થઈ જાય. પછી ધારદાર ચપ્પાથી એકસરખા માપના ટુકડા કરી લો.

    સાથે-સાથે અંદર 25 ગ્રામ જેટલો મિલ્ક પાવડર ઉમેરો. જેનાથી કાજુકતરી એકદમ માર્કેટ જેવી બનશે. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લો. આ દરમિયાન ગેસની ફ્લેમ બંધ કરી દેવી.

    બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક-દોઢ મિનિટ ચઢવવું અને હલાવતા રહેવું. મોટા-મોટા બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને બરાબર મિક્સ કરી કઢાઇમાં ફેલાવી દેવી જેથી ઠંડી પડી જાય
    Published by:Margi Pandya
    First published:

    Tags: Navratri 2022, Navratri Recipe

    विज्ञापन
    विज्ञापन