Home /News /lifestyle /બા-દાદા પણ સરળતાથી ખાઇ શકશે આ સોફ્ટ 'ફરાળી હાંડવો', સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

બા-દાદા પણ સરળતાથી ખાઇ શકશે આ સોફ્ટ 'ફરાળી હાંડવો', સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

આ રીતે ઘરે બનાવો ફરાળી હાંડવો

farali handvo recipe: નવરાત્રીના દિવસોમાં તમે પણ ઉપવાસ કરો છો તો ફરાળી હાંડવો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ફરાળી હાંડવો ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ રીતે ઘરે ફરાળી હાંડવો બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નોરતામાં અનેક ઘરોમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ સમયે હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉપવાસ કરો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી તો અનેક ઘણી તકલીફોમાં મુકાઇ શકો છો. આ સાથે જ તમારા શરીરમાં સ્ટેમિના પણ ઓછો થઇ જાય છે. આ માટો ઉપવાસમાં એવો ખોરાક ખાઓ જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. ઉપવાસમાં તમે ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો તો તમારા શરીરમાં એનર્જી જળવાઇ રહે છે. આમ, આજે અમે તમારી માટે લાવ્યા છીએ ફરાળી હાંડવાની રેસિપી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફરાળી હાંડવો.

    સામગ્રી


    બે કપ મોરૈયો

    એક કપ સાબદાણા

    આ પણ વાંચો: માં અંબાને છઠ્ઠા નોરતે ધરાવો સીંગની સુખડી

    એક કપ દહીં

    એક કપ છીણેલી દૂધી

    આદુ મરચાની પેસ્ટ

    તજનો પાવડર

    લવિંગનો પાવડર

    અધકચરા વાટેલા સીંગદાણા

    જરૂર મુજબ ખાંડ

    આ પણ વાંચો: ફરાળી ઢોકળા તમારાથી બહુ ચીકણાં બને છે?

    નાની અડધી ચમચી ઇનો

    જીરું

    મીઠા લીમડાના પાન

    ફરાળી સિંધાલું મીઠું

    બનાવવાની રીત


    ફરાળી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં માપ પ્રમાણે સાબુદાણા અને મોરૈયાને અલગ-અલગ પીસી લો. ત્યારબાદ આ લોટને એક પ્લેટમાં લઇ લો. હવે આ લોટમાં દહીં ઉમેરો અને અડધો કલાક માટે આ ખીરું એમ જ રહેવા દો. અડધો કલાક પછી આ ખીરાને એક વાર હલાવી લો. ખીરાની પ્રોસેસ થઇ જાય પછી દૂધીને છીણીને એક બાઉલમાં લઇ લો. આ ખીરામાં ઇનો નાંખો અને બરાબર હલાવી લો.

    ખીરામાં ઇનો નાંખ્યા પછી છીણેલી દૂધી એડ કરો. હવે આ ખીરામાં આદુ-મરચાની પેસ્ટ એડ કરો. પેસ્ટ નાંખ્યા પછી સીંગદાણાનો ભુક્કો, તજ, લવિંગનો પાવડર નાંખીને મિક્સ કરી લો. હવે આ ખીરામાં તમારા ઘરના સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને ખાંડ નાંખો. તમારા ઘરમાં ગળ્યું વધારે ભાવે છે તો તમે ખાંડનું પ્રમાણ થોડુ વધારે લઇ શકો છો.



    આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે જીરું, મીઠા લીમડાના પાન, લવિંગ, તજ નાંખીને વધાર કરી લો. વધારને આ ખીરામાં એડ કરો અને ખીરું બરાબર હલાવી દો. ત્યારબાદ એક મોટું પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ખીરું પાથરી લો. 20 મિનિટ રહીને ચેક કરી લો કે હાંડવો થયો છે કે નહીં. જો ના થયો હોય તો થોડીવાર માટે થવા દો. તો તૈયાર છે ફરાળી હાંડવો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Farali recipe, Life style, Navratri recipes

    विज्ञापन
    विज्ञापन