Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: મા અંબાને નવમાં નોરતે પ્રસાદમાં ધરાવો 'દૂધનો હલવો', આ રીતથી મસ્ત કણી પડશે

નવરાત્રી રેસિપી વીક: મા અંબાને નવમાં નોરતે પ્રસાદમાં ધરાવો 'દૂધનો હલવો', આ રીતથી મસ્ત કણી પડશે

આ રીતે ઘરે બનાવો દૂધનો હલવો

dudha halvo recipe: આજે મા અંબાનું નવમું નોરતું છે. આ નવામાં નોરતે તમે પણ મા અંબાને પ્રસાદમાં દૂધનો હલવો ધરાવો. આ રીતે તમે ઘરે દૂધનો હલવો બનાવશો તો એકદમ દાણાદાર થશે અને ટેસ્ટમાં પણ બહાર જેવો જ લાગશે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે નવમું નોરતુ છે ત્યારે તમે પણ મા અંબાને પ્રસાદમાં ઘરે બનાવેલો દૂધનો હલાવો ધરાવો. આ હલવો બનાવવામાં તમને બહુ મહેનત નહીં પડે અને ખૂબ જ સરળતાથી ઘરે તમે બનાવી શકશો. આ હલવો તમે આ પ્રોપર રીતે બનાવો તો છો ટેસ્ટમાં અને દેખાવમાં એકદમ બહાર જેવો જ લાગશે. બહારનો હલવો તમે ઘરે લાવો તો તમને ખ્યાલ હશે કે એ હલવો કણીદાર હોય છે. આ કણીદાર હલવો ખાવાની પણ બહુ મજા આવે છે. આમ, તમે પણ મા અંબાને નવમાં નોરતે દૂધના હલવાનો પ્રસાદ ધરાવો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ હલવો.

    સામગ્રી


    એક લીટર ફુલ ફેટ દૂધ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો હોટલ જેવી 'છાશ'

    એક મોટી વાટકી ખાંડ

    એક ચપટી ફટકડીનો ભૂકો

    ઇલાયચી પાવડર

    ચાંદીનો વરખ..આ વસ્તુ ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો તમે  કરી શકો છો

    બનાવવાની રીત


    દૂધનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં દૂધ નાંખો. હવે આ દૂધનો ફાસ્ટ ગેસે એક ઉભરો લાવી દો. દૂધનો ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને દૂધને બરાબર ઉકળવા દો. દૂધ ઉકળે એટલે તમારે સતત હલાવતા રહેવાનું છે. જો તમે દૂધ હલાવશો નહીં તો નીચે ચોંટી જશે અને સ્મેલ પણ આવશે. આ દૂધ તમારે ફુલ ફેટવાળુ લેવાનું છે.

    આ પણ વાંચો: ડિનર માટે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કાજુનું શાક'

    દૂધ બરાબર ઉકળે એટલે તમને ખ્યાલ આવશે કે એમાં દાણા થવા લાગશે. આ સાથે જ તમને મસ્ત સ્મેલ પણ આવતી રહેશે. દૂધમાં કણીઓ થવાની શરૂઆત થઇ જાય એટલે તમે એમાં માપ પ્રમાણે ફટકડી એડ કરો. આ ફટકડીના માપનું ખાસ ધ્યાન રાખજો. જો વધારે પડશે તો હલવો બગાડશે. જ્યારે તમે ફટકડી નાંખશો એટલે જેમ આપણે સોડા નાંખીએ એમ ઉભરો આવશે. આ ઉભરો આવે એટલે તમે ખાંડ નાંખી દો.



    તમારા ઘરમાં ગળ્યુ વધારે ભાવે છે તો તમે ખાંડનું પ્રમાણ વધારે લઇ શકો છો. તમે ઇચ્છો છો તો આમાં કેસર પણ નાંખી શકો છો. ખાંડ મેલ્ટ થવા લાગે ઇલાયચીનો પાવડર એડ કરો. તમે આ પ્રોસેસ કરશો ત્યારે સાઇડમાં મલાઇથી થોર બાજી જશે. આ તમારે ઉખાડી લેવાની છે. ધીમે-ધીમે આ દૂધ એકદમ ઘટ્ટ થઇ જશે. આ ઘટ્ટ દૂધને પણ સતત હલાવતા રહો જેથી કરીને કણી વધારે પ્રમાણમાં થવા લાગશે. કણી પડી જાય અને ચાસણી શોષાઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે દૂધનો હલવો. આ હલવાના તમે પીસ પણ કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Navratri recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन