Home /News /lifestyle /Navratri Recipe: નવરાત્રીમાં પ્રસાદીમાં બનાવો 'દૂધનાં પેંડા'

Navratri Recipe: નવરાત્રીમાં પ્રસાદીમાં બનાવો 'દૂધનાં પેંડા'

નવરાત્રી સ્પેશલ દૂધનાં પેંડા

Navratri Culture: માતાના પ્રસાદનું નવરાત્રીના સમયે ખાસ મહત્વ હોય છે. તમે પણ નોંધી લો આ હેલ્થી રેસિપી અને માતાજીનાં નવલાં નોરતામાં તમે આરતી સમયે ધરાવી શકો છો. જેમાં તમે માતાજીને આ પેંડા ધરાવી શકો છો..

Navratri 2022: નવરાત્રીનાં પાવન અવસરે મા અંબાની પૂજા અર્ચના કરવાની સાથે તેમને દરરોજ નવો નવો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે. ત્યારે આજે માત્ર દૂધ અને ખાંડની મદદથી તમે આ પ્રસાદિયા પેંડા બનાવી શકો છો. આ પેંડા બનાવવામાં આમ તો 24 કલાકનો સમય લાગે છે. પણ તે તમને બજાર કરતાં અડધીથી પણ ઓછી કિંમતમાં પડશે અને તમે માતાજીને ઘરનાં તમારા હાથે બનાવેલાં શુદ્ધ પેંડાનો પ્રસાદ પણ ધરાવી શકશો.

નવરાત્રીના આ પાવન અવસર પર તમે જો માતાજીના પ્રસાદી બનાવાનું વિચારી રહ્યો છે અને તેમાં પણ હેલ્થ સાથે ટેસ્ટ મિક્સ થાય તેવી આશા રાખો છો તો અમારી પાસે તમારા માટે એક ખાસ રેસિપી છે. આ રેસિપી તમારા અને તમારા પરિવાર માટે હેલ્થી પણ છે અને તેમાં મીઠાશનો ટેસ્ટ પણ ભળશે.

સામગ્રી
1.5 લીટર દૂધ (ફૂલ ક્રીમ દૂધ)
1.25 ગ્રામ ખાંડ
બદામ-પિસ્તાની કતરણ ગાર્નિશિંગ માટે

રીત
-એક કડાઇ લો. તેની બોટમ જાડી હોય તેનું ધ્યાન રાખો
-તેમાં દૂધ ઉમેરો અને તેને સતત હલાવ્યાં કરો. તે ચોંટે નહીં તેનું ધ્યાન રાખો
-દૂધ બરાબર ઉકળી જાય એટલે તેમાં ધીમે ધીમે ખાંડ ઉમેરો
-ખાંડને ઉમેરો અને સતત હલાવ્યાં કરો. એક સાથે ખાંડ ન ઉમેરો. નહીં તો ખાંડનું પાણી છુટશે.
-હવે આ મિશ્રણ થિક થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને એક થાળીમાં ઠારી દો.
-જે બાદ તેને આખી રાત ઠંડુ પડવા દો અને બીજા દિવસે સવારે આ મિશ્રણનાં પેંડા બનાવો.

વીડિયોમાં જુઓ પેંડા બનાવવાની રીત

" isDesktop="true" id="1251620" >
-પેંડા બનાવતા પહેલાં આ મિશ્રણને ફરી એક વખત મિક્સ કરીને થોડુ મસળો
-જે બાદ તેનાં લુવા પાડી તેને હાથથી ગોળ ગોળ કરી તેનાં પેંડા બનાવો.
-જે બાદ તેને બદામ- પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. અને ચમચીની મદદથી તેને થોડો શેપ આપો.
First published:

Tags: Navratri 2022, Navratri Culture, Navratri Recipe