Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: આજે આઠમ, મા અંબાને પ્રસાદમાં ધરાવો 'કોકોનટ બરફી', ઘરે બનાવવા નોંધી લો આ રીત

નવરાત્રી રેસિપી વીક: આજે આઠમ, મા અંબાને પ્રસાદમાં ધરાવો 'કોકોનટ બરફી', ઘરે બનાવવા નોંધી લો આ રીત

આ રીતે ઘરે બનાવો કોકોનટ બરફી

Navratri special coconut barfi recipe: કોકોનટ બરફી તમે પણ આજે મા અંબાને પ્રસાદમાં ધરાવો. કોકોનટ બરફી તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. કોકોનટ બરફી બનાવતી વખતે માપનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આમ, તો નવરાત્રીમા નવે નવ દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે. એમાં જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આઠમના દિવસનું મહત્વ કંઇક અલગ જ હોય છે. આઠમના દિવસે અનેક લોકોના ઘરોમાં નિવેદ કરવામાં આવે છે. નિવેદની સાથે અનેક પૂજા-વિધી પણ કરવામાં આવે છે. આ સાથે જ અનેક લોકોના ઘરોમાં સોપારી હવન પણ થતો હોય છે. આજે મા અંબાનું આઠમું નોરતુ છે ત્યાં તમે અમે તમારી માટે એક પ્રસાદની વાનગી લઇને આવ્યા છીએ. અમે તમારી માટે આજે કોકોનટ બરફીની રેસિપી લઇને આવ્યા છીએ. કોકોનટ બરફી તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જાણો મા અંબાને પ્રસાદમાં ધરાવવા કોકોનટ બરફી કેવી રીતે ઘરે બનાવશો.

    સામગ્રી


    બે કપ છીણેલું નારિયેળ

    એક કપ ખાંડ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ફરાળી આલુ ટિક્કી

    ત્રણ ચમચી કંડેન્સ્ડ મિલ્ક

    3 ચમચી દૂધ

    એલચીનો પાવડર

    કાજુની કતરણ

    પિસ્તાની કતરણ

    બદામની કતરણ

    બે ચમચી ઘી

    આ પણ વાંચો: બા-દાદા પણ ખાઇ શકશે આ સોફ્ટ 'ફરાળી હાંડવો'

    બનાવવાની રીત


    કોકોનટ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં કોપરાની છીણ નાંખો. એકથી બે સેકન્ડ રહીને ખાંડ નાંખો અને મિશ્રણને હલાવી લો. આ વખતે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આ મિશ્રણ આછા બ્રાઉન રંગનું ત્યાં સુધી શેકી લો. આ શેકાઇ જાય પછી એમાં ઉપર જણાવ્યા માપ મુજબ કંડેન્સ્ડ મિલ્ક નાંખો.

    કંડેન્સ્ડ મિલ્ક નાંખ્યા પછી હવે એમાં દૂધ નાંખો અને થોડીવાર માટે થવા દો. આ વખતે તમારે સતત ચમચાની મદદથી હલાવવાનું રહેશે. ગેસ ફાસ્ટ કરવાનો નથી. આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એમાં બદામ, કાજુ અને પિસ્તાની કતરણ નાંખો અને મિક્સ કરી લો. ત્યારબાદ છેલ્લે એલચીનો પાવડર નાંખો અને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો.



    હવે એક પ્લેટ લો અને ઘીથી ગ્રીસ કરી લો. ત્યારબાદ આ પ્લેટમાં પકાવેલું મિશ્રણ નાંખીને ચારેબાજુ ફેલાવી લો. આ બરફીને ચપ્પાની મદદથી કટ કરી લો. તો તૈયાર છે કોકોનટ બરફી. હવે આ બરફીનો પ્રસાદ કરો. આ બરફીમાં ઉપરથી પણ તમે ડ્રાયફ્રૂટ્સ નાંખી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Coconut, Navratri recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन