Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો ફરાળી આલુ ટિક્કી, સોફ્ટ અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે
આ રીતે ઘરે બનાવો ફરાળી આલુ ટિક્કી, સોફ્ટ અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે
આ રીતે ઘરે બનાવો ફરાળી ટિક્કી
farali aloo tikki: નવરાત્રીમાં તમે પણ ઉપવાસ કરો છો તો આ વાનગી તમારા માટે સૌથી બેસ્ટ છે. ફરાળી આલુ ટિક્કી ખાવાની બહુ જ મજા આવે છે. ફરાળી આલુ ટિક્કી તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે નવરાત્રીનું સાતમું નોરતુ છે. નવરાત્રીનો થાક હવે લોકો પર દેખાઇ રહ્યો છે. નવરાત્રીમાં ગરબા રમવામાં શરીરમાં બહુ સ્ટેમિનાની જરૂર છે. આ સ્ટેમિના પૂરો થઇ જાય એટલે આપણે થાકી જઇએ છીએ અને પછી ખુરશીમાં બેસવાનો વારો આવે છે. આ માટે જરૂરી છે કે તમે એવો ખોરાક ખાઓ જેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય અને સાથે તમારા શરીરમાં આખા દિવસની સ્ટેમિના જળવાઇ રહે. આમ, જો વાત કરીએ તો આ નોરતામાં અનેક લોકો ઉપવાસ પણ કરતા હોય છે. ઉપવાસ કરતી વખતે સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણો તમે પણ ઉપવાસમાં ખાવા કેવી રીતે ઘરે બનાવશો ફરાળી આલુ ટિક્કી.
ફરાળી આલુ ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇ લો અને પછી એને કુકરમાં બાફી લો. બટાકા બફાઇ જાય એટલે મેશ કરી લો. ત્યારબાદ મેશ કરેલા બટાકામાં ઝીણાં સમારેલા લીલા મરચા, કોથમીર, આદુ-મરચાની પેસ્ટ, શિંઘોડાનો લોટ અને ક્રશ કરેલા સીંગદાણા નાંખીને આ બધુ મિક્સ કરી લો.
આ બધી જ વસ્તુ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં ફરાળી મીઠું અને કાળા મરીનો પાવડર નાંખો. આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. તો મિશ્રણ બનીને તૈયાર છે. હવે હાથમાં થોડુ ચોખ્ખુ તેલ લગાવીને મિશ્રણ હાથમાં લો અને એની ગોળ-ગોળ ટિક્કી વાળો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે આ ટિક્કીને ફ્રાય કરી લો.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ટિક્કીને એક પ્લેટમાં લઇ લો. હવે આ ટિક્કી પર આંબલીની ચટણી, કોથમીરની ચટણી નાંખો. જો તમે ઇચ્છો તો આની પર ફરાળી ચેવડો પણ નાંખી શકો છો. તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી આલુ ટિક્કી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર