Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: માં અંબાને પહેલા નોરતે ધરાવો લાપસી, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવશો તો નહીં બને ચીકણી

નવરાત્રી રેસિપી વીક: માં અંબાને પહેલા નોરતે ધરાવો લાપસી, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવશો તો નહીં બને ચીકણી

આ રીતે ઘરે બનાવો કંસાર

Navratri prasad recipe: આજે માં અંબાનું પહેલું નોરતું છે ત્યારે તમે પણ થાળ તેમજ પ્રસાદમાં ધરાવવા માટે કંસાર ઘરે બનાવો. પહેલાં નોરતે કંસાર ધરાવવાનું અનેક રીતે મહત્વ રહેલું છે. તો જાણો તમે પણ કંસાર બનાવવાની આ પ્રોપર રીત અને માપ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની નવરાત્રી શરૂ થઇ ગઇ છે ત્યાં અનેક ઘરોમાં પૂજા-વિધિ સાથે દિવસની શરૂઆત કરવામાં આવશે. આજે માં અંબાનું પહેલું નોરતુ છે. આજથી નવ દિવસ ચાલતી આ નવરાત્રીમાં લોકો ઘરે પ્રસાદ બનાવીને માં અંબાને ધરાવતા હોય છે. અનેક લોકો બહારથી પ્રસાદ લાવવાનું ટાળતા હોય છે. આ સાથે જ અનેક ઘરોમાં લોકો માતાજીને થાળ ધરાવતા હોય છે. તો આજે અમે તમને કંસારની રેસિપી બતાવીશું. ઘણાં લોકો ઘરે કંસાર બનાવે ત્યારે એ ચીકણું પડી જાય છે અથવા તો ટેસ્ટમાં પ્રોપર રીતે બનતો હોતો નથી. જો તમે આ પ્રોપર માપથી ઘરે કંસાર બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. તો તમે પણ પહેલા નોરતાં માં અંબાને પ્રસાદ તેમજ થાળમાં કંસાર મુકો અને ધરાવો.

    સામગ્રી


    બે કપ ઘઉંના લોટનું ભૈડકું

    એક કપ પાણી

    આ પણ વાંચો: ગુજરાતી સ્ટાઇલ આ રીતે ઘરે બનાવો 'ડપકા કઢી'

    સ્વાદાનુંસર ગોળ

    બે ચમચી તેલ

    ત્રણ ચમચી ઘી

    બનાવવાની રીત



    • લાપસી બનાવવા માટે સૌ પ્રથમ બે કપ ઘઉંનો લોટ એક થાળમાં લઇ લો.

    • હવે આ લોટમાં તેલનું મોણ નાંખીને મસળી લો જેથી કરીને ટેસ્ટ સારો આવે.

    • ધીમા ગેસ પર ગરમ પાણી કરવા માટે મુકો.

    • આ પાણીમાં સ્વાદાનુંસાર ગોળ નાંખો. ખાસ ધ્યાન એ રાખો કે તમારે ગોળનું પ્રમાણ બહુ લેવાનું નથી. કારણકે વધારે ગોળ નાંખવાથી લાપસી ચીકણી થઇ જાય છે. આ માટે બને ત્યાં સુધી ગોળ ઓછો નાંખવો.


    આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ પેટ ભરીને ખાઇ શકો છો 'આ' શાક



      • આ પાણીમાં એક ચમચી તેલનું મોણ નાંખો. આ રીતે તેલ નાંખવાથી લાપસી છૂટ્ટી થાય છે અને ખાવાની પણ મજા આવે છે.

      • ધીમે-ધીમે આ ગરમ પાણીમાં લોટ એડ કરતા જાવો.

      • લોટ એક સાથે તમારે એડ નથી કરવાનો. થોડો-થોડો લોટ હાથમાં લઇને નાંખવાનો રહેશે.

      • આ લોટ એડ કરો ત્યારે ખાસ કરીને વેલણથી સતત હલાવતા રહો.

      • થોડી લાપસી સીઝવા આવે એટલે ઉપરના માપ મુજબ ઘી નાંખો. આ સિક્રેટ ટિપ્સ છે. આ ટિપ્સથી તમારા લાપસી છૂટ્ટુ મસ્ત થાય છે અને ચીકણી થતી નથી.

      • તો તૈયાર છે કંસાર.






    • આ કંસારને એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી બૂરું ખાંડ અને ઘી નાંખો.

    • હવે આ કંસાર માં અંબાને ધરાવો.

    • માનવામાં આવે છે કે માં અંબાને પહેલા નોરતે કંસાર ધરાવવાથી અનેક મનોકામનાઓ પૂરી થાય છે. ઘણાં લોકો કંસાર કહેતા હોય છે તો ઘણાં લોકો લાપસી કહેતા હોય  છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri Recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन