Home /News /lifestyle /ગરબે ધુમતાં પરસેવાની વાસમાંથી છૂટકારો મેળવવા અજમાવો આ ઘરેલું ઉપાયો

ગરબે ધુમતાં પરસેવાની વાસમાંથી છૂટકારો મેળવવા અજમાવો આ ઘરેલું ઉપાયો

પરસેવાની વાસથી આ રીતે મેળવો છૂટકારો

Navratri 2022: નવરાત્રીમાં અનેક લોકો ગરબા રમતા હોય ત્યારે અને પછી પરસેવો થતો હોય છે. ગરબા રમવાથી શરીરમાં પરસેવો થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પરસેવાની વાસ ઘણી વાર એટલી બધી આવતી હોય છે કે જેના કારણે આપણે અનેક વાર શરમમાં મુકાતા હોઇએ છીએ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં ગરબા રમતી વખતે અનેક લોકોને પરસેવો થતો હોય છે. જો કે આ પરસેવામાંથી વાસ પણ બહુ આવતી હોય છે. આ માટે નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થતા પરસેવાની આવતી વાસથી આપણે શરમમાં મુકાતા હોઇએ છીએ. પરસેવાની વાસને કારણે આપણે કોઇની સાથે વધારે સમય લાંબી વાતો પણ કરી શકતા નથી. જો કે શરીરમાં પરસેવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણાં લોકોને અતિશય પરસેવો થતો હોય છે. આ પરસેવાની વાસને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપાયો અજમાવો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે..

    લીંબુ


    નવરાત્રીમાં પરસેવાની વાસને દૂર કરવા માટે લીંબુ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે જ્યારે ગરબા રમવા જાવો ત્યારે ખાસ કરીને લીંબુનો રસ લગાવો અને 2 મિનિટ માટે રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી એ જગ્યા સાફ કરી લો.

    આ પણ વાંચો: 1 ગ્લાસ આ જ્યૂસ પીવાથી ખરતા વાળ થઇ જાય છે બંધ

    ડિયો સાથે રાખો


    સારા ડિયોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે તમે જ્યારે પણ ગરબા રમવા જાવો એ પહેલા ઘરેથી ડીઓ છાંટીને જાવો. જો કે આજકાલ માર્કેટમાં પેન શેપના પણ ડિઓ મળે છે જે તમે સાથે રાખી શકો છો.

    તુલસી


    તુલસીના પાંદડા પણ તમારા પરસેવાની વાસને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે ઘરે પહેલા તુલસીના પાન લો અને એને ધોઇને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને અંડર આર્મ્સમાં લગાવી દો અને 15 મિનિટ રહીને ધોઇ દો. આમ કરવાથી પરસેવાની વાસ આવતી નથી.

    આ પણ વાંચો: શરીરમાં સુગર વધી જાય ત્યારે આ રીતે કરી દો કંટ્રોલ

    પાણી વધારે પીવો


    નવરાત્રી દરમિયાન તમે વધુમાં વધુ પાણી પીવો. પાણી પીવાથી તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે. જો તમે દિવસ દરમિયાન પાણી વધારે પીવો છો તો શરીર હાઇડ્રેટ રહે છે જેના કારણે પરસેવો બહુ થતો નથી અને તમારામાંથી વાસ પણ આવતી નથી.

    તીખો ખોરાક ખાવાનું ટાળો


    નવરાત્રી દરમિયાન તમે તીખો ખોરાક ખાવાનું ટાળો. ઘણાં લોકોને બહુ તીખું ખાવાની આદત હોય છે. આ આદત તમને સમય જતા ભારે પડી શકે છે. તમને જણાવી દઇએ કે સ્પાઇસી ફુડ ખાનારા લોકોને બીજા કરતા પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. આ પરસેવો થવાને કારણે એમાંથી વાસ પણ વધુ પ્રમાણમાં આવે છે. આ માટે નવરાત્રીમાં બને ત્યાં સુધી સ્પાઇસી ફુડ ખાવાનું ટાળો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन