Home /News /lifestyle /નવરાત્રી પહેલા નખ પર આ રીતે લગાવો મધ, સોફ્ટ+શાઇની થશે અને તૂટશે પણ  નહીં

નવરાત્રી પહેલા નખ પર આ રીતે લગાવો મધ, સોફ્ટ+શાઇની થશે અને તૂટશે પણ  નહીં

નવરાત્રી પહેલા આ રીતે કરો નખની કેર

Navratri nail care tips: નવરાત્રીને હવે થોડા દિવસ બાખી છે ત્યાં તમે આ રીતે તમારી નખની કેર કરો છો તો તમારા નખ લાંબા થાય છે. આ સાથે જ તમારા નખ મસ્ત લાગે છે. તો જાણો નખની કેર નવરાત્રી પહેલા કેવી રીતે કરશો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીના હવે થોડા જ દિવસો બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રી પહેલા કેવી રીતે રાખશો નખની કાળજી. નખની કેર તમે આજથી જ આ રીતે લેશો તો નવરાત્રીમાં પહેલા તમારા નેઇલ બહુ મસ્ત થઇ જશે અને નેઇલ પોલિશ કર્યા પછી મસ્ત ગેટ અપ પણ આપશે. આમ, જો વાત કરીએ તો બદલાતા વાતાવરણની અસર માત્ર સ્કિન અને સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ નખ પર પડતી હોય છે. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. તો ખાસ કરીને જાણો આ વાતાવરણમાં નવરાત્રીની સાથે-સાથે કેવી રીતે કરશો તમારા નખની કેર...

    મધનો ઉપયોગ કરો


    મધ સ્કિન માટે સૌથી બેસ્ટ છે, પરંતુ આજે તમને જણાવી દઇએ કે મધ નખ માટે પણ એટલું જ ફાયદાકારક છે. મધ તમારા નખને મજબૂત કરવાનું કામ કરે છે. આ માટે તમે એક નાની વાટકીમાં મધ લો અને નખ પર લગાવો. 10 થી 15 મિનિટ સુધી મધ લગાવેલું રાખો અને પછી હાથ અને નખને ધોઇ લો. અઠવાડિયામાં બે વાર તમે પ્રયોગ કરશો તો તમારા નખ મજબૂત થશે અને ગંદકી પણ સાફ થઇ જશે.

    આ પણ વાંચો: બાળકને બહું દુખે છે પેટમાં? તો થઇ જાવો એલર્ટ

    ઓલિવ ઓઇલ કામમાં આવશે


    નખને સુંદર બનાવવા માટે તમે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઇલ તમારા નખને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે નખ વધે ત્યારે તરત તૂટી જાય છે. જો તમારા નખ પણ વારંવાર તૂટી જાય છે તો ઓલિવ ઓઇલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ માટે ઓલિવ ઓઇલને ગરમ કરો અને પછી એનાથી નખ પર મસાજ કરો. આમ કરવાથી તમારા નખને પોષણ મળે છે. જો તમે નિયમિત ઓલિવ ઓઇલનો ઉપયોગ નખ પર કરો છો તો તમારા નખ શાઇન પણ કરે છે.

    આ પણ વાંચો: લવિંગની આ પોટલી સુંધવાથી માથું દુખતુ થઇ જાય છે બંધ

    કાચુ દૂધ


    કાચા દૂધનો ઉપયોગ પણ તમે નખ માટે કરી શકો છો. આ માટે એક બાઉલમાં કાચુ દૂધ લો અને 10 મિનિટ સુધી દૂધમાં તમારી આંગળીઓ ડૂબાડીને રાખો. આનાથી નખને પોષણ મળે છે જેના કારણે બહુ જલદી વધવા લાગે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navrati, Navratri 2022, Navratri Culture and Tradition, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन