Navratri Makeup Tips : નવરાત્રીમાં મેકઅપ માટે જુઓ આ Video

News18 Gujarati
Updated: October 8, 2018, 12:10 PM IST
Navratri Makeup Tips :  નવરાત્રીમાં મેકઅપ માટે જુઓ આ Video
પ્રતિકાત્મક તસવીર

આ નવરાત્રીમાં તેવો મેકઅપ કરવા ઇચ્છો છો જે તમારી સુંદરતાને વધુ નિખારે, તો જુઓ આ વીડિયો

  • Share this:
આ વખતે નવરાત્રીમાં તમે તેવો મેકઅપ કરવા ઇચ્છો છો કે જે ગરબાની રમઝટ બાદ પણ તમારા ચહેરાની સુંદરતાને બનાવી રાખે? મોટાભાગની છોકરીઓને નવરાત્રીમાં પરસેવાના કારણે મેકઅપ ઉતરી જવાનો કે પછી ચહેરો ચીપચીપો થઇ જવાની ફરિયાદ રહેતી હોય છે. વળી નવરાત્રીમાં મોટી ભાગની યુવતીઓ સુંદર દેખાવા માંગે છે. માટે જ તમારા માટે અમે યૂટ્યૂબના ત્રણ મેકઅપ વીડિયો લાવ્યા છીએ. જે જોઇને તમે પણ નવરાત્રીમાં લોંગ લાસ્ટીંગ મેકઅપ કરતા શીખી શકો.



યૂટ્યૂબ પર આ યુવતીના મેકઅપ ટ્યૂટોરિયલ ખૂબ જ લોકપ્રિય છે. વળી તે મોટા ભાગે ઇન્ડિયન મેકઅપ પ્રોડક્ટ સાથે મેકઅપ કરવાની ટિપ્સ આપતી હોય છે. નવરાત્રી માટે તેણે પોસ્ટ કરેલો આ જૂનો વીડિયો ચોક્કસથી તમને મદદરૂપ થશે.



જો તમે આ નવરાત્રી વખતે દિપીકા પાદુકોણનો રામલીલા લૂક ટ્રાય કરવા માંગતા હોવ તો જુઓ આ વીડિયો. કૌશલ બ્યૂટી નામે પોસ્ટ કરેલા આ વીડિયોમાં તમને દિપીકા પાદુકોણ જેવો મેકઅપ શીખવવામાં આવ્યો છે.

આ વખતે નવરાત્રીમાં ગ્લીટર મેકઅપની બોલબાલા રહેશે. તો જો તમે હાઇએન્ડ મેકઅપના શોખીન હોવ તો આ મેકઅપ ટ્યૂટોરીય તમને ચોક્કસથી કામમાં આવશે. વળી આ વીડિયોથી ટિપ્સ મેળવીને તમે પણ નવરાત્રી દરમિયાન છવાઇ શકો છો.
First published: October 8, 2018, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading