Home /News /lifestyle /આ રીતે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરો, ફેસ મસ્ત થઇ જશે અને બીજા દિવસે ગ્લો પણ કરશે

આ રીતે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરો, ફેસ મસ્ત થઇ જશે અને બીજા દિવસે ગ્લો પણ કરશે

આ રીતે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરો

Navratri make up remover tips: નવરાત્રીમાં મેક અપ કર્યા પછી રિમૂવ કરવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપ પ્રોપર રીતે રિમૂવ કરતા નથી તો સ્કિન ડેમેજ થઇ જાય છે. યોગ્ય રીતે મેક અપ રિમૂવ કરવામાં ના આવે તો સ્કિનની અનેક સમસ્યાઓ વધી જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે નવરાત્રીનું છઠ્ઠું નોરતુ છે ત્યારે ખેલૈયાઓ મન ભરીને નાચી રહ્યા છે. આ નવરાત્રીમાં અનેક લોકો મસ્ત-મસ્ત તૈયાર થઇને ગરબા રમવા જતા હોય છે. જો કે હવે એવું નથી રહ્યું કે ખાલી છોકરીઓ જ મેક અપ કરે, આજના આ સમયમાં છોકરાઓ પણ મેક અપ કરતા હોય છે. છોકરાઓ મેક અપમાં મોટાભાગે ફાઉન્ડેશન લગાવતા હોય છે. આ પણ મેક અપનો જ એક પ્રકાર છે. પરંતુ તમને જણાવી દઇએ કે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપ રિમૂવ કરતા નથી તો તમારો ફેસ બગડી જાય છે અને પછી એ ખરાબ થઇ જાય છે. તો જાણો નવરાત્રીમાં ગરબા રમ્યા પછી કેવી રીતે મેક અપ રિમૂવ કરવાથી સ્કિન બગડતી નથી.

    મેક અપ રિમૂવર ક્રીમ


    આજકાલ માર્કેટમાં પણ અનેક સારી એવી મેક અપ રિમૂવર ક્રીમ સરળતાથી મળી રહે છે. આ પણ તમારા માટે એક સારો ઓપ્શન છે. આ ક્રીમથી તમે મેક અપ રિમૂવ કરો છો તો તમારી સ્કિન ડેમેજ ઓછી થાય છે અને સાથે સ્કિનમાં સોફ્ટનેસ પણ આવે છે.

    આ પણ  વાંચો: નવરાત્રીમાં આંખ નીચે થઇ જાય છે કાળા કુંડાળા?

    ફેસ વોશનો ઉપયોગ કરો


    મેક અપને રિમૂવ કરવા માટે તમે સારા  ફેસ વોશનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ગરબા રમીને ઘરે આવો ત્યારે પહેલા ક્રીમથી ફેસ ક્લિન કરી દો અને પછી ફેસ વોશથી મોં ધોઇ લો. આમ કરવાથી ફેસને કોઇ નુકસાન થતુ નથી. ફેસ વોશથી તમારા ફેસ પર લાગેલી ધૂળ-માટી પણ દૂર થઇ જાય છે.

    આ પણ વાંચો: 60 વર્ષ પછી સ્ટાઇલીશ દેખાવા ફોલો કરો આ ટીપ્સ

    ક્લીન્ઝરનો ઉપયોગ કરો


    મેક અપને રિમૂવ કરવા માટે તમે ક્લીન્ઝરનો પણ ઉપયોગ કરી શકો છો. ક્લીન્ઝરથી તમારા ફેસ પર સરળતાથી મેક અપ રિમૂવ થઇ જાય છે. આ માટે તમે જ્યારે મેક અપ રિમૂવ કરો ત્યારે ક્લીન્ઝરનો ઉપયોગ કરો. ક્લીન્ઝરથી તમારો મેક અપ સરળતાથી દૂર થઇ જાય છે અને સ્કિન ડેમેજ પણ થતી નથી.


    કોટનના રૂનો ઉપયોગ કરો


    તમે મેક અપને કાઢવા માટે કોટનના રૂનો પણ ઉપયોગ કરી શકો છો. કોટનના રૂમાં ક્રીમ લગાવી દો અને પછી એનાથી મેક અપ રિમૂવ કરો. આમ કરવાથી તમારો મેક અપ સરળતાથી રિમૂવ થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle, Navratri 2022, Navratri Tradition, Skin Care Tips

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन