Home /News /lifestyle /Navratri Hair Care: માત્ર 2 કલાક વાળમાં લગાવી રાખો આ તેલ, નવરાત્રી પહેલા વધી જશે ગ્રોથ અને થશે સિલ્કી

Navratri Hair Care: માત્ર 2 કલાક વાળમાં લગાવી રાખો આ તેલ, નવરાત્રી પહેલા વધી જશે ગ્રોથ અને થશે સિલ્કી

નવરાત્રી પહેલા આ રીતે વધારી દો વાળનો ગ્રોથ

Navratri hair care tips: નવરાત્રીમાં તમે પણ ઇચ્છો છે કે તમારા વાળનો ગ્રોથ વધે અને સાથે સિલ્કી પણ થાય તો આ ઓઇલ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઓઇલ તમે રેગ્યુલર વાળમાં નાંખો છો તો તમારા વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

  Navratri hair care tips: નવરાત્રીના હવે થોડાક જ દિવસો બાખી છે ત્યાં અનેક લોકો અલગ-અલગ પ્રકારની હેર ટ્રિટમેન્ટ કરાવતા થઇ ગયા છે. કોઇ હેર સ્ટ્રેટનીંગ કરાવવામાં વ્યસ્ત છે તો કોઇ પ્રોટીન ટ્રિટમેન્ટથી વાળની કેર કરે છે. જો કે આ સમયમાં અનેક લોકોની ફરિયાદ છે કે વાળ ખરવાની...વાળ ખરવાની સમસ્યાથી અનેક લોકો કંટાળી ગયા છે. તમારા વાળ ખરે છે અને તમે કોઇ પણ પ્રકારની ટ્રિટમેન્ટ લો છો તો એમાં જોઇએ એટલું રિઝલ્ટ મળતું નથી. આમ, જો તમારા વાળ પણ બહુ ખરે છે તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ તેલ તમે પણ નવરાત્રી પહેલા વાળમાં નાંખશો તો તમારા ખરતા વાળ બંધ થઇ જશે અને વાળનો ગ્રોથ પણ મસ્ત વધશે.

  કેસ્ટર ઓઇલ


  તમે તમારા વાળમાં કેસ્ટર ઓઇલ નાંખો છો તો સૌથી બેસ્ટ છે. કેસ્ટર ઓઇલ તમારા ખરતા વાળને બંધ કરવાનું કામ કરે છે. આ તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણ વાળમાં થતા ખોડાને રોકે છે અને ફંગસ દૂર કરવામાં મદદ કરે છે. આ તેલ તમારા ખરતા વાળને પણ બંધ કરી દે છે. આ તેલથી તમારે વાળમાં રેગ્યુલર માલિશ કરવાની રહેશે.

  આ પણ વાંચો: બાળકને રસી અપાવો ત્યારે ખાસ રાખો આ ધ્યાન

  આ રીતે કેસ્ટર ઓઇલ વાળમાં નાંખો


  આ તેલ વાળમાં નાંખવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં કેસ્ટર ઓઇલ અને નારિયેળ તેલ બન્ને મિક્સ કરી લો. હવે આ તેલથી તમારા સ્કેલ્પ પર 10 મિનિટ સુધી મસાજ કરો. આ મસાજ તમારે વાળના મુળથી લઇને લંબાઇ સુધી કરવાનો રહેશે. આ તેલને વાળમાં બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી વાળને ટોવલથી કવર કરી લો.

  જો તમે આ તેલ અઠવાડિયામાં ત્રણ વાર વાળમાં નાંખો છો તો ખરતા વાળ બંધ થઇ જાય છે અને સાથે તમારા વાળનો ગ્રોથ પણ મસ્ત વધે છે. આ તેલ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.

  આ પણ વાંચો: રક્તદાન કરવાથી ઘટે છે વજન

  કેસ્ટર ઓઇલ કન્ડીશનરનું કામ કરે છે


  વાળમાં તમે કેસ્ટર ઓઇલ નાંખો છો તો એ કન્ડીશનર જેવું કામ કરે છે. આ તેલથી તમારા હેર સ્ટ્રોંગ થાય છે. આ તેલ તમારા વાળને જડમૂળમાંથી સરખા કરવાનું કામ કરે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Hair Care tips, Navratri 2022, Navratri Culture, Navratri Traditon, નવરાત્રી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन