નવરાત્રીના સમયમાં અનેક લોકો નવે નવ દિવસ અલગ અલગ પ્રસાદ બનાવીને માતાજીની આરતી કરતા હોય છે. જો કે હાલ કોરોના સમયમાં લોકો સ્વાદના ચટાકા સાથે સ્વાસ્થયને લઇને પણ જાગૃત થયા છે. કોરોના કાળમાં લોકો હેલ્થી ખોરાકને પ્રાધાન્ય આપતા થયા છે. હાલ બજારમાં પણ ખાણી પીણીની તેવી અનેક વસ્તુઓ મળે છે જે તમારા સ્વાસ્થ્યમાં વધારો કરે. જો કે સામાન્ય સમયમાં આપણે બહારથી પણ મોંઘી મીઠાઇઓ પ્રસાદ માટે લાવતા હોઇએ છીએ.
પણ જો કોરોના કાળમાં તમે ઘરે જ કોઇ મીઠાઇ બનાવાનું વિચારો અને તે પણ અમે તમારા માટે ખાસ સુગર ફ્રી મીઠાઇ લઇને આવ્યા છીએ. જે જલ્દીથી બનશે અને તે તમારી હેલ્થ પણ વધારશે. આ માટે તમારે નીચેની સામગ્રી લેવાની રહેશે.
સામગ્રી :
2 કપ નાળિયેરની સુકું છીણ
1 કપ ગોળ
2 ચમચી કાજુ, બદામ, પીસ્તાનું કતરણ
ચપટી ઇલાયચી (ઓપ્શનલ)
આ વાનગી બનવવા માટે પહેલા નાળિયેરના સુકા છીણને એક સારા નોસ્ટિકમાં હળવું સેકો. 1 મિનિટ પછી તેમાં ઝીણો સમારેલો ગોળ મીક્સ કરી, ધીમા તાપે ગરમ થવા દો. જ્યારે નાળિયેરમાંથી તેલ છૂટવા લાગે અને ગોળ પગળીને મિશ્રણ કડક થવા લાગે તો ગેસ ધીમે કરી લો અને તેમાં બે ચમચી કાજુ, બદામ, પીસ્તાનું કતરણ અને ઇલાયચી મિક્સ કરો. અને આ પછી આ મિશ્રણને થોડું ઠંડુ થતા જ તેમાં ઘીવાળો હાથ કરીને લાડુનો શેપ બનાવી લો. અને પછી તેને દ્રાક્ષ કે પછી બદામથી ડેકોરેટ કરો. અને આ પ્રસાદ માતાજીની ચડાવીને. આરતી પછી તમામ ઘરના લોકોએ આપો.
વધુ વાંચો :
DTH પર આરામ કરતો વાનર, આનંદ મહિંદ્રાએ જણાવ્યું કેપ્શન કૉન્ટેસ્ટના વિજેતાનું નામ
આમાં પ્રસાદમાં ઘી કે ખાંડ બિલકુલ નથી આવતા. વધુમાં ગોળ અને કોપરું સ્વાસ્થ્યની રીતે ખૂબ જ લાભકારી છે. અને ડ્રાય ફ્રૂટ આવવાના લીધે તે વધુ ગુણકારી બની જાય છે. તો આ રીતે તમે ઘરે જ ઓછી મીઠાશ સાથે સ્વાદિષ્ય મીઠાઇ બનાવી શકો છો. વળી આ રેસિપીને બનતા માંડ 15 મિનિટ જેટલો જ સમય લાગે છે. આમ તે ઝડપી પણ છે અને સ્વાસ્થય માટે પણ સારી છે. તો જરૂરથી ઘરે આને ટ્રાય કરો.
ચોક્કસથી તમારા પરિવારને પણ આ મીઠાઇ પસંદ આવશે.
Published by:Chaitali Shukla
First published:October 13, 2020, 16:04 pm