Home /News /lifestyle /નવરાત્રીમાં ઉપવાસમાં કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ, નહીં થાય કબજીયાત અને ગેસની તકલીફ

નવરાત્રીમાં ઉપવાસમાં કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ, નહીં થાય કબજીયાત અને ગેસની તકલીફ

ઉપવાસમાં ફોલો કરો આ ડાયટ

Navratri fasting health tips: નવરાત્રીનાં આ દિવસોમાં તમે પણ ઉપવાસ કરો છો તો સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે શરીરની કાળજી રાખતા નથી તો હેલ્થ ઇસ્યુ વધી જાય છે. તો જાણો આ નવરાત્રીમાં સ્વાસ્થ્ય બગડે નહીં એ માટે શું કરશો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં અનેક લોકો આ દિવસોમાં ઉપવાસ કરી રહ્યા છે. પૂરા ભક્તિ ભાવથી લોકો ઘરમાં પૂજા-વિધિ કરી રહ્યા છે. માં અંબાના નોરતામાં ઘણાં બધા લોકો ડુંગળી-લસણ ખાતા હોતા નથી. આ દિવસોમાં ડુંગળી-લસણ ના ખાવાથી અનેક શુભ ફળ મળે છે. એક્સપર્ટ અનુસાર નોરતાંમાં ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પાચન ક્રિયાને સ્વસ્થ અને મનને શાંત રાખવા માટે વ્રત બહુ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. પરંતુ લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાથી કબજીયાત, ગેસ, પેટ સંબંધી સમસ્યાઓ અને શરીરમાં નબળાઇ આવી શકે છે. આમ, જો તમે પણ આ દિવસોમાં ઉપવાસ કરી રહ્યા છો તો આ ટિપ્સ ફોલો કરો તમે પણ. તો જાણો આ વિશે વધુમાં..

    શરીરને હાઇડ્રેટ રાખે


    નોરતાંના દિવસોમાં તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો શરીરને હાઇડ્રેટ રાખો. આ માટે સમય-સમય પર પાણી પીવાની આદત પાડો. પાણી પીવાથી બ્લડ ફ્લો નિયત્રિંત રહે છે અને થાક પણ ઓછો લાગે છે. આ માટે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાની આદત પાડો. પાણી વધારે પીવાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટ સંબંધીત સમસ્યાઓ દૂર થાય છે.

    આ પણ વાંચો: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક?

    ફાઇબર યુક્ત આહાર ખાઓ


    વ્રત દરમિયાન તમે ફાઇબર યુક્ત ખોરાક ખાવાની આદત પાડો. આનાથી તમને પેટમાં ગેસ થતો નથી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ માટે તમે સફરજન, કેળા, એવાકાડો તેમજ ખીરાનું સેવન કરો. આનાથી તમારી કબજીયાતની સમસ્યા દૂર થાય છે અને સાથે પાચન તંત્ર પણ સારું થાય છે.

    આ પણ વાંચો: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી આ પેસ્ટ લગાવો ચહેરા પર

    વધારે ચા અને કોફી ના પીઓ


    વ્રત દરમિયાન તમે રિફ્રેશ અને એનર્જેટિક રહેવા ઇચ્છો છો તો તમે વધુ પ્રમાણમાં ચા કે કોફી પીવાનું ટાળો. ચા-કોફી વધારે પીવાથી પેટની સમસ્યાઓ થઇ શકે છે. કેફીન યુક્ત પદાર્થ ગેસની સમસ્યા વધારે છે. આ માટે વધુ પ્રમાણમાં કોફી અને ચા પીશો નહીં. આનાથી એસિડિટી અને પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.

    ઊંઘ લો


    નવરાત્રી દરમિયાન રાત્રે ઊજાગરા થવાને કારણે વ્યક્તિની ઊંઘ પૂરી થતી નથી. આ માટે જરૂરી છે કે તમે ઉપવાસ કરો છો તો ઊંઘ પણ સાથે-સાથે પૂરી કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle, Navratri 2022, Navratri Tradition

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन