Home /News /lifestyle /

Navratri Diet TIPS: આ સરળ રેસિપીઝથી ઉપવાસમાં પણ ખાઈ શકો છો ટેસ્ટી અને હેલ્ધી ફુડ

Navratri Diet TIPS: આ સરળ રેસિપીઝથી ઉપવાસમાં પણ ખાઈ શકો છો ટેસ્ટી અને હેલ્ધી ફુડ

પ્રતીકાત્મક તસવીર

તમે પણ ઉપવાસ દરમ્યાન ફરાળી વાનાગીઓ બનાવો છો, તો આજે અમે આપને કેટલીક ખાસ રેસિપી વિશે જણાવીશું જે હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ છે અને સરળતાથી બનીને તૈયાર પણ થઈ જાય છે.

હાલ નવરાત્રીનો (Navratri) તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રી દરેક વ્યક્તિ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. બાળકો અને યુવાનોમાં નવરાત્રીના ગરબાને લઈને થનગનાટ અને ઉત્સાહ હોય છે, જ્યારે મોટા લોકો માટે આ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. નવરાત્રી દરમ્યાન ઘણા લોકો ઉપવાસ (Fast in Navratri) કરતા હોય છે. વ્રત દરમ્યાન લોકો અલગ અલગ નિયમોનું પાલન કરતા હોય છે. કેટલાક લોકો માત્ર ફળાહાર (Farali in Navratri) કરી ઉપવાસ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો ફરાળી વાનગીઓ ખાઈને ઉપવાસ કરતા હોય છે. મોટાભાગે ઉપવાસ દરમ્યાન ફરાળી વાનગીઓ તળીને તૈયાર કરવામાં આવે છે. એવામાં ડાયટ અને સ્વાસ્થ વચ્ચેનું સંતુલન જાળવવું ખુબ જરૂરી છે. કેમ કે રોજ રોજ આ પ્રકારે હાઈ ફેટ અને કેલરી વાળું તળેલું ખાવાથી સ્વાસ્થ ખરાબ થઈ શકે છે. જો તમે પણ ઉપવાસ દરમ્યાન ફરાળી વાનાગીઓ બનાવો છો, તો આજે અમે આપને કેટલીક ખાસ રેસિપી વિશે જણાવીશું જે હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ છે અને સરળતાથી બનીને તૈયાર પણ થઈ જાય છે.

બનાના રોલ્સ

કેળું આમ તો એના નેચરલ ફોર્મમાં જ ખુબ હેલ્ધી અને સાતે ટેસ્ટી પણ છે, પરંતુ ઉપવાસ દરમ્યાન કોટલીક વખત જ્યારે કંઈક અલગ ખાવાનું મન થાય તો તમે ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરી શકો છો.

બે કાચા કેળા
બે ટીસ્પુન છીણું સમારેલું આદું
એક મોટી એલચીના દાણા
પા કપ આરારોટ
સ્વાદ અનુસાર સિંધવ મિઠું
બે ટીસ્પુન સેકેવા સુકા ધાણા
હાફ ટીસ્પુન લાલ મરચું પાઉડર
બે ટીસ્પુન લીંબુનો રસ
બે ઢીણા સમારેલા લીલા મરચા
બે ટેબલસ્પુન સમારેલી કોથમીર
આરારોટ- ભભરાવવા માટે
ઘી – તળવા માટે

બનાવવાની રીત

 • કેળાને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લો અને વચ્ચેથી તેના બે કટકા કરો
  કેળું, આદું અને એલચી એક સાથે વરાળમાં બાફવા મુકો. આ વસ્તુઓને ત્યાસુધી બાફવી જ્યા સુધી કેળા વ્યવસ્થિત બફાઈ ન જાય, અહીં ધ્યાન રાખવું કે કેળાને સાવ ઓગાળવા નહી.

 • જો તમે કેળાને પાણીમાં પણ બાફી શકો છો. પાણીમાં કેળા બાફતી વખતે ધ્યાન રાખવું કે પાણી પ્રમાણસર લેમું જેથઈ કેળા બફાયા પછી વાસણમાં બિલકુલ પાણી ન બચે.

 • હવે આ બાફેલા મિક્ષણને ઠંડું થવા દો.
  મિશ્રણ ઠંડું થઈ જાય પછી ઘી સિવાયની બધી સામગ્રી આમાં નાખીને સારી રીતે મિક્સ કરો

 • હવે આ મિશ્રણના નાના આકારના બોલ બનાવી લો અને તેમામથી રોલ્સ બનાવો.

 • તૈયાર થયેલા રોલ્સ પર આરારોટ ભભરાવો.

 • હવે એક પેનમાં ઘી ગરમ થવા મુકો, ઘી ગરમ થયા બાદ તૈયાર થયેલા રોલ્સને ધીમા ગેસ પર બન્ને બાજુથી સારી રીતે ગોલ્ડન થવા દો અને ગરમાગરમ સર્વ કરો.


સાબુદાણાની ખિચડી

સાબુદાણીની ખીચડી ઉપવાસમાં સોથી વધારે ખવાતી ફરાળી વાનગી છે. ઘણીબઘી વકત સાબુદાણાની ખિચડી પરફેક્ટ રેસિપીથી ના બનવાને કાયરણે સ્ટીકી થઈ જતી હોય છે. આજે અમે આપને સાબુદાણાની ખિચડીની રેસિપી જણાવીશું

બે વાટકી સાબુદાણા
બે બટાકા
કોથમીર
2 ટેબલસ્પુન સિંગદાણા
સિંધવ મિઠું- સ્વાદ અનુસાર
બે ટેબલસ્પુન ધી/રિફાઈન્ડ ઓઈલ
બે લીલા મરચા
હાફ ટીસ્પુન જીરું

બનાવવાની રીત

 • સૌપ્રથમ સાબુદાણાને 10 થી 15 મિનીટ માટે પાણીમાં પલાળી રાખો.
  બટાકાને ધોઈ અને તેના ઝીણા ઝીણા કટકા કરો

 • કઢાઈમાં થોડું તેલ લો અને તેમાં બટાકા નાખી ફ્રાય કરો, બટાકાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળવા.

 • આટલું કર્યા પછી આદું અને કોથમીરને જીણી સમારી લેવી
  એક પેનમાં સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરવા, સિંગદાણા ડ્રાય રોસ્ટ કરી તેને ઠંડા કરી તેના ફોતરા અલગ કરી દો.

 • એ પેનમા ઘી અથવા રિપાઈન્ડ ઓઈલ ગરમ કરો, ગરમ થયા બાદ તેમાં જુરું નાખી તતડવા દો, જુરુ તતડ્યા પછી તેમાં ઝીણું સમારેલું આદું ઉમેરો.

 • આદું ફ્રાય થઈ જાય પછી તેમાં પહેલેથી ફ્રાઈ કરીને રાખેલા બટાકા, લીલા મરચા, સાબુદાણા અને સિંધવ મિઠું નાખી બરાબર મિક્સ કરો અને થોડીવાર ઢાંકીને રાખો. જો તમે ઈચ્છો તો ખિચડીમાં કાળીમરીનો પાઉડર અથવા લાલ મરચું પાઉડર પણ નાખી શકો છો.

 • તૈયાર થયા પછી કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.


દૂધીની ખીર

દૂધી સામાન્ય રીતે મોટાભાગના લોકોને નથી ભઆવતી અથવા તો એકને એક સ્વાદમની દૂધીની વાનગીથી તે કંટાળી ગયા હોય છે, આજે અમે આપણે બતાવીશું દૂધીની એક સરસ મજાની સ્વીટ ડીશ.

500 ગ્રામ દૂધી
5 કિલો દૂધ
250 ગ્રામ ખાંડ
10-12 નાની એલચી
20-25 બદામ
કેસર – અડધી ટીસ્પુન

બનાવવાની રીત

 • સૌપ્રથમ દૂધીની છાલ કાઢી તેને છીણી લો
  હવે એક તપેલીમાં દુધ કાઢી તેમાં દુધીનું છીણ ઉમેરો ને ધીમા તાપે ગેસ પર મુકી દુધીને ચડવા દો.

 • આ દુધ અને છીણના મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેતી તે તપેલીમાં ચોંટી ના જાય.

 • જ્યારે ઉકળી ઉકળીને દુધ ઘટ્ટ થાય અને છીણ બરાબર ચડી જાય ત્યારે આ મિશ્રણમાં ખાંડ ઉમેરો.

 • ખાંડ ઉમેર્યા બાદ 5-7 મિનીય માટે ધીમી આંચે ખીર ઉકળવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

 • હવે ખીરમાં ઝીણા ટુકડા કરેલા બદામ, થોડા પાણમીમાં પલાળેલું કેસર અને જીણો ભુકો કરેલી એલચી ઉમેરી મિક્સ કરો.

 • તૈયાર છે આપની સ્વાદિષ્ટ દુધીની ખીર.


આ ખીર ને તમે ઠંડી કરી ને પણ સર્વ કરી શકો છો.

કેસર પિસ્તા દૂધ

આપણે સૌ જાણીએ છીએ કે દૂધ એક સંપુર્ણ આહાર છે. શરીરને જોઈતા તમામ પોષક તત્વો આપણે દૂધમાંથી મેળવી શકીએ છીએ. પણ ઉપવાસ દરમ્યાન જો રોજસતમે સાદું દૂધ પીને કંટાળ્યા હોવ તો ટ્રાય કરો આ મજેદાર કેસર પિસ્તા દૂધ.

5 ગ્લાસ દૂધ
થોડું કેસર
10 બદામ
10 પિસ્તા
4 ટેબલસ્પુન કાજુ
2 ટીસ્પુન ખાંડ
2 નાની એલચી

બનાવવાની રીત

 • સોપ્રથમ કેસરને સહેજ ગરમ દૂધમં 5 મિનીટ માટે પલળવા મુકી દો, હવે બદામ અને પિસ્તાને ગરમ પાણીમાં પલાળી તેમની છાલ ઉતારી લો.
  આ જ રીતે કાજુને ગરમ પાણીમાં બાફી તેની એક પેસ્ટ બનાવી તૈયાર કરો, સાથે જ એલચીનો પણ પાઉડર બનાવી લો.

 • હવે દુધને એક તપેલીમાં ધીમાં થી મધ્યમ તાપ પર ઉકળવા દો, જ્યારે દૂધ થોડું ઘટ્ટ થઈ જાય તો તેમાં કાજુની પેસ્ટ અને બદામ, પિસ્તા, કેસર તથા એલચી

 • ઉમેરો અને થોડી વાર ઉકાળો.
  ગેસ બંધ કર્યા પછી તેમાં ખાંડ ઉમેરો

 • હવે આ તૈયાર દૂધને ઠંડું થવા માટે ફ્રીઝમાં મુકો અને ઠંડું થવા દો.
  ઠંડું થયા પછી બદામ પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.


સિંગ- સાબુદાણાના બોંડા

આ એક અલગ પ્રકારની વાનગી છે જે કદાચ તમે પહેલા ટ્રાટ નહી કરી હોય. આ બોંડા ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે સાથે જ ભુખ પણ સંતોષે છે.

300 ગ્રામ બાફીને મેશ કરેલા બટાકા
એક કપ સાબુદાણા
એક કપ સેકેલા સિંગદાણા
2 ટીસ્પુન ઝીણું સમારેલું આદું
સિંધવ મીઠું- સ્વાદ અનુસાર
એક ટીસ્પુન લાલ મરચું પાઉડર
ઝીણું સમારેલું કોથમીર
લીલા મરચા
2 ટેબલસ્પુન લીંબુનો રસ
તેલ તળવા માટે

બનાવવાની રીત

 • સાબુદાણાનો સારી રાતે ધોઈ દોઢ થી બે કલાક પાણીમાં પલાળો.
  સાબુદાણા પલળી જાય ત્યારે તેમાંથી બધું જ પાણી નિતારી લો અને 30 મિનીટ માટે તેને નિતરવા માટે મુકી દો.

 • સાબુદાણામાંથી બધું જ પાણી નીતરી જાય એટલે તેમાં મેશ કરેલા બટાકા, સિંગદાણા, આદું, મિઠું, મરચું, કોથમીર અને લીંબુંનો રસ સારી રીતે મિક્સ કરી દો.

 • તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કર્યા બાદ હાથને સહેજ ભીના કરી, મિશ્રણનાં આના નાના આકારના બોલ બનાવી લો.

 • હવે એક કઢાઈમાં ધી/ચેલ ગરમ થવામ મુકો. ઘી/તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે આ બોલને તેમાં નાખી ઘીમા-મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થવા સુધી તળી લો.

 • કોથમીરની ચટની સાથે ગરમાગરમ સર્વ કરો.


તહેવારોની સિઝનમાં ઉપવાસ દરમ્યાન આપ ઘરે જ આ વાનગીઓ સરળતાથી તૈયાર કરી શકો છો અને તેની મિજબાની માણી શકો છો.
First published:

Tags: Farali recipe, Fast food, Navratri, Navratri 2021, Navratri food

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन