Home /News /lifestyle /કોથમીર+ તલ નાંખીને આ રીતે બનાવો 'રાજગરાની ભાખરી', આ રીતે હુંફાળા પાણીથી બાંધો લોટ

કોથમીર+ તલ નાંખીને આ રીતે બનાવો 'રાજગરાની ભાખરી', આ રીતે હુંફાળા પાણીથી બાંધો લોટ

આ રીતે ઘરે બનાવો ટેસ્ટી રાજગરાની ભાખરી

Navratri farali recipe: નવરાત્રીમાં તમે પણ ઉપવાસ કરો છો તો આ રાજગરાની ભાખરી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ભાખરી સાથે તમે દહીં પણ ખાઇ શકો છો. આ ભાખરી ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને સાથે હેલ્થને પણ ફાયદો થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રી આવશે અને ખેલૈયાઓ ઝુમી ઉઠશે..આ નવરાત્રી અનેક લોકો માટે ખાસ બની રહેશે. કોરોનાના બે વર્ષ પછી લોકો ધામધૂમથી નવરાત્રીનું સેલિબ્રેશન કરી શકશે. નવરાત્રીમાં અનેક લોકો નવ દિવસ એટલે કે માં અંબાના નવ નોરતા ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં ઘણાં લોકો માત્ર એક ટાઇમ જમીને કરતા હોય છે, જ્યારે ઘણાં લોકો માત્ર પાણી પર જ કરતા હોય છે. આમ, જો તમે આ નવરાત્રીમાં ઉપવાસ કરો છો અને બીજા ટાઇમ ફરાળી વાનગી ખાઓ છો તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. આજે અમે તમને ફરાળી રાજગરાની ભાખરી બનાવતા શીખવાડીશું. જો તમે આ રીતે ભાખરી બનાવશો તો ખાવાની બહુ મજા આવશે અને પેટ પણ ભરાઇ જશે.

    સામગ્રી

    એક વાટકી રાજગરાનો લોટ

    જરૂર મુજબ હુંફાળુ પાણી

    અધકચરું વાટેલું જીરું(આ ઓપ્શનલ છે)

    ઝીણી સમારેલી કોથમીર

    આ પણ વાંચો: બુદાણાના વડા બનાવતી વખતે આ રીતે નાંખો સિંગદાણા

    મોણ માટે તેલ

    સિંધાલું મીઠું

    તલ

    બનાવવાની રીત



    • રાજગરાની ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં પાણી લો અને એને ધીમા ગેસ ગરમ કરી લો. આ પાણી તમારે બહુ ગરમ કરવાનું નથી. હુંફાળુ રાખવાનું છે.

    • હવે લોટ બાંધવાની તૈયારી કરો.

    • લોટ બાંધવા માટે સૌ પ્રથમ એક થાળ લો અને એમાં રાજગરાનો લોટ લો.

    • આ લોટમાં સિંધાલું મીઠું, અધકચરું વાટેલું જીરું, તલ, ઝીણી સમારેલી કોથમીર નાંખો.

    • ત્યારબાદ આ લોટમાં જરૂર મુજબ મોણ નાંખો.

    • હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મોટાભાગના લોકો આ લોટ નોર્મલ પાણીથી બાંધતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ લોટ તમારે હુંફાળા ગરમ પાણીથી બાંધવાનો છે. આમ કરવાથી ભાખરી તમારી સોફ્ટ થશે.

    • લોટ બંધાઇ જાય પછી ભાખરી વણો.


    આ પણ વાંચો: નવરાત્રીમાં ફટાફટ ગરબા રમવા જવું છે?

    • હવે તવી ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે ભાખરીને એમાં મુકો અને બન્ને સાઇડથી શેકી લો.

    • આ ભાખરી પર તમારે શેકતી વખતે બહુ વજન આપવાનું નથી. હળવા હાથે શેકવાની છે.

    • તો તૈયાર છે રાજગરાની ભાખરી.

    • આ ભાખરીને એક પ્લેટમાં લઇ લો અને દહીં સાથે મજા માણો. દહીં તમને ગળ્યું ભાવતુ હોય તો તમે ખાંડ નાખી શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Farali recipe, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन