Home /News /lifestyle /ફરાળી ઢોકળા તમારાથી બહુ ચીકણાં બને છે? તો નોંધી લો આ રીત અને પછી બનાવો, ખાતા રહી જશે લોકો

ફરાળી ઢોકળા તમારાથી બહુ ચીકણાં બને છે? તો નોંધી લો આ રીત અને પછી બનાવો, ખાતા રહી જશે લોકો

આ રીતે ઘરે બનાવો ફરાળી ઢોકળા

farali dhokla recipe: હાલમાં નવરાત્રી ચાલી રહી ત્યાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં ધણાં લોકો બીજા ટાઇમે ફરાળી મીઠાની વાનગીઓ ખાતા હોય છે. તો આજે તમે ફરાળી ઢોકળા ઘરે બનાવો અને માણો ખાવાની મજા.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નોરતામાં ઉપવાસ કરતા લોકો માટે આજે અમે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ. આ વાનગીનું નામ સાંભળતા જ તમારા મોંમા પાણી આવી જશે. આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ ફરાળી ઢોકળાની રેસિપી. આ રેસિપી તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. આ ઢોકળા બનાવતા તમને બહુ સમય નહીં લાગે અને થાક પણ લાગશે નહીં. આ ઢોકળા ખૂબ જ ઝડપથી ઘરે બની જાય છે. પરંતુ ફરાળી ઢોકળા બનાવતી વખતે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ ધ્યાન રાખતા નથી તો તમારા ઢોકળા ચીકણાં બને છે અને ખાવાની મજા આવતી નથી. તો જાણો ઢોકળા ચીકણાં ના બને એ માટે ખાસ કરીને શું રાખશો ધ્યાન.

    સામગ્રી


    બે કપ મોરૈયાના લોટ

    એક કપ પીસેલા સાબુદાણા

    આ પણ વાંચો: માં અંબાને ચોથા નોરતે ધરાવો ખજૂર ડ્રાયફ્રુટ્સ લાડુ

    આદુ મરચાની પેસ્ટ

    ઝીણી સમારેલી કોથમીર

    લીલા મરચા

    ઇનો

    જીરું

    ફરાળી મીઠું

    વધાર કરવા માટે તેલ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો વેજીટેબલ રાયતું

    મરીનો ભુકો

    ખાંડ

    દહીં

    તલ

    જરૂર મુજબ પાણી

    બનાવવાની રીત


    ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિક્સરમાં પીસીને લોટ બનાવી લો. આ બન્ને વસ્તુ અલગ-અલગ પીસવાની છે. હવે આ લોટને એક બાઉલમાં લઇ લો. આ લોટમાં દહીં એડ કરો અને અડધો કલાક માટે ઢાંકીને મુકી રાખો. ત્યારબાદ આ લોટમાં ફરાળી મીઠું, ઇનો અને એક ચમચી તેલ નાંખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

    આ બધી પ્રોસેસ થઇ જાય પછી ઢોકળીયાનું કુકર લો અને એમાં નીચે પાણી ગરમ કરવા માટે મુકો. પાણી ગરમ થઇ જાય એટલે પ્લેટ લો અને તેલથી ગ્રીસ કરી લો. ત્યારબાદ આ ડીશમાં ખીરું પાથરી દો અને 15 મિનિટ માટે થવા દો. 15 મિનિટ રહીન ચેક કરી લો કે ઢોકળા થયા છે કે નહીં. જો ઢોકળા કાચા લાગે તો ફરી થોડીવાર માટે થવા દો.


    આ ઢોકળાનો વઘાર કરવા માટે સૌ પ્રથમ એક મોટી કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લીલા મરચા અને તલ એડ કરો. પછી આ વઘારને ઢોકળા પર પાથરી દો. આ ઢોકળાને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ફરાળી ઢોકળા.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Farali recipe, Life style, Navratri 2022, Navratri recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन