Home /News /lifestyle /નવરાત્રીમાં ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માત્ર 15 મિનિટ પહેલા લગાવો આ 'રાઇસ ફેસ પેક'

નવરાત્રીમાં ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માત્ર 15 મિનિટ પહેલા લગાવો આ 'રાઇસ ફેસ પેક'

નવરાત્રીમાં ચોખાના ફેસ પેકથી ચહેરા પર લાવો તરત જ ગ્લો

Navratri skin care tips: તમારી પાસે બહુ સમય નથી અને તમે ચહેરા પર તરત જ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ એક નેચરલ ફેસ પેક છે જે તમારી સ્કિનને અનેક રીતે ફાયદો પહોંચાડે છે અને સાથે ચહેરો ચમકાવે પણ છે.

  Navratri 2022: અનેક લોકો જે તહેવારની રાહ જોઇને બેઠા છે બસ હવે એના થોડા જ દિવસો બાખી છે. 26 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીનો પ્રારંભ થાય છે. નવરાત્રી શરૂ થાય એ પહેલા અનેક લોકો જાતજાતની બ્યુટી ટ્રિટમેન્ટ લેતા હોય છે. આ ટ્રીટમેન્ટ તેમજ ચણીયાચોળી પાછળ છોકરીઓ અનેક ઘણો ખર્ચો કરતી હોય છે. તેમ છતા નોરતાંમાં જોઇએ એવો ગ્લો ચહેરા પર આવતો હોતો નથી. જો કે ઘણાં લોકો એવા હોય છે જેઓ દિવસે નોકરી કરતા હોય છે અને રાત્રે ગરબા રમતાં હોય છે. એવામાં નોકરીયાત વર્ગના લોકોને આ બધી ટ્રિટમેન્ટ લેવા માટેનો સમય હોતો નથી. પરંતુ જો તમે નોરતામાં ચહેરા પર તરત ગ્લો લાવવા ઇચ્છો છો તો ચોખાનું પાણી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે વધુમાં..

  સામગ્રી


  ચોખા

  પાણી

  કાચુ દૂધ

  આ પણ વાંચો: Dark circlesને ઓછા કરે છે દૂધ

  બનાવવાની રીત


  આ ફેસ પેક બનાવવા માટે તમે સૌ પ્રથમ એક બાઉલમાં જરૂર મુજબ ચોખા લો. આ ચોખાને બે પાણીથી ધોઇ લો અને ચીકાશ કાઢી લો. ત્યારબાદ આ ચોખાને તમે જેમ ભાત કરો છો એવી રીતે બાફવા મુકો. ભાત થઇ જાય એટલે મિક્સરમાં ભાત અને થોડુ પાણી નાંખીને ચન કરીને એક પેસ્ટ બનાવી લો. ધ્યાન રહે કે મિક્સરમાં ભાત ગરમ લેવાનો નથી. આ માટે ભાત ઠંડો પડે એટલે મિક્સરમાં એડ કરવો. પછી આ પેસ્ટમાં કાચું દૂધ મિક્સ કરો અને પેસ્ટને બરાબર હલાવી લો. તો તૈયાર છે આ ફેસ પેક.

  આ પણ વાંચો: ચહેરા પર ખીલ થાય પછી ખાસ ધ્યાન રાખવું

  માત્ર 15 મિનિટમાં ચહેરા પર આવશે મસ્ત ગ્લો


  હવે આ ફેસ પેક લગાવતા પહેલા તમારો ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પેક લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેકને ફેસ પર 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારો ફેસ ધોઇ લો. માત્ર 15 જ મિનિટમાં તમારા ચહેરા પર આ ફેસ પેકથી મસ્ત ગ્લો આવી જશે. નવરાત્રીમાં આ ફેસ પેક તમારી માટે સૌથી બેસ્ટ છે. આ પેક તમારા ચહેરા પરના ખીલને પણ દૂર કરે છે. ગરબા રમવા જતાના અડઘો કલાક પહેલા તમે આ ફેસ પેકનો યુઝ કરો છો તો તમારો ચહેરો મસ્ત ગ્લો કરે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition, Skin Care Tips, નવરાત્રી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन