Home /News /lifestyle /ગરબા રમ્યા પછી માત્ર 2 મિનિટ આ તેલથી કરો માલિશ, તરત થાક ઉતરી જશે અને ઊંઘ પણ મસ્ત આવશે

ગરબા રમ્યા પછી માત્ર 2 મિનિટ આ તેલથી કરો માલિશ, તરત થાક ઉતરી જશે અને ઊંઘ પણ મસ્ત આવશે

ગરબા રમ્યા પછી આ રીતે ઉતારો થાક

oil massage benefits: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી અનેક લોકો થાકી જતા હોય છે. ગરબા રમ્યા પછી થાક લાગવાને કારણે બીજા દિવસે કામ કરવાની ઇચ્છા થતી નથી અને મુડ પણ ખરાબ રહે છે. આમ, જો તમે આ તેલથી માલિશ કરો છો તો દુખાવામાંથી રાહત મળી જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં નવરાત્રી શરૂ છે ત્યાં અનેક લોકો ગરબા રમવાની મજા માણી રહ્યા છે. ગરબા રમવાનો આનંદ કંઇક અલગ જ આવતો હોય છે. આ સાથે જ ગરબા રમવાની પરિવાર, સોસાયટી તેમજ ક્લબમાં બહુ જ મજા આવે છે. આમ, દરેક લોકો જ્યારે ગરબા રમી લે એ પછીના બીજા દિવસે બહુ જ થાક લાગતો હોય છે. ગરબા રમ્યા પછી થાક લાગવાને કારણે વ્યક્તિને બીજા દિવસે મુડ રહેતો નથી. આ સાથે જ થાક અને ઉજાગરા બન્ને ભેગું થવાને કારણે ઘણાં લોકો બીમાર પણ પડી જતા હોય છે. આમ, જો તમે આ તેલથી શરીર પર માલિશ કરો છો તો ગરબા રમ્યા પછીનો થાક ઉતરી જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો.

    સરસિયાનું તેલ


    ગરબા રમ્યા પછી ઘરે આવીને તમે સરસિયાના તેલની માલિશ કરો છો તો તમે રિલેક્સ ફિલ કરો છો. આ માટે તમે એક વાટકીમાં સરસિયાનું તેલ લો અને એમાં લસણની કળી નાંખીને બરાબર ગરમ કરી લો. ત્યારબાદ આ તેલથી માલિશ કરી લો. આ તેલથી માલિશ કરવાથી દુખાવામાં સામે રાહત થઇ જશે.

    આ પણ વાંચો: સ્કિન કેરમાં આ રીતે કરો બટાકાનું ઉપયોગ

    અશ્વગંધાનું તેલ


    અશ્વગંધાનું તેલ તમારા શરીરનો થાક ઉતારવાનું કામ કરે છે. આ તેલને તમે ગરમ તેમજ ઠંડુ પણ લગાવી શકો છો. આ તેલથી તમે માલિશ કરો છો તો તમારો થાક ઉતરી જાય છે. આ સાથે જ તમે બીમાર પણ ઓછા પડો છો. બીમાર પડ્યા પછી તમે આ તેલની માલિશ કરો છો તો પણ હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ તેલથી તમે બે મિનિટ માલિશ કરશો તો થાક ઉતરી જશે અને રિલેક્સ પણ રહેશો.

    આ પણ વાંચો: પોપકોર્નને આ રીતે ખાશો તો જોતજોતામાં ઘટશે વજન

    તલનું તેલ


    તલનું તેલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તલના તેલની માલિશ પણ તમે કરી શકો છો. આ માટે તમે તલનું તેલ એક વાટકીમાં લો અને પછી એને ગરમ કરી લો.  તલના તેલથી માલિશ કરો છો તો પગમાં અને શરીરમાં દુખાવો ઓછો થઇ જાય છે.

    કોપરેલ તેલ


    કોપરેલ તેલની માલિશ પણ તમે કરી શકો છો. આ કોપરેલ તેલ તમારે ગરમ કરીને પછી માલિશ કરવાની રહેશે. આ તેલથી તમારે 10 થી 15 મિનીટ સુધી માલિશ કરવાની રહેશે. આ બધા તેલથી તમે માલિશ કરો છો તો દુખાવામાં રાહત થાય છે અને રિલેક્સ ફિલ કરો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Coconut Oil, Life style, Navratri 2022, Navratri Traditon

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन