Home /News /lifestyle /નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો સાંજના સમયે ખાઓ 'આ' વાનગી, ભરપૂર સ્ટેમિનાથી ગરબા રમશો

નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો સાંજના સમયે ખાઓ 'આ' વાનગી, ભરપૂર સ્ટેમિનાથી ગરબા રમશો

નવરાત્રીમાં ઘરે બનાવો આ વાનગી

Navratri farali recipe: આજની નવરાત્રીની શરૂઆત થઇ ગઇ ત્યાં અનેક લોકોએ મસ્ત-મસ્ત તૈયારીઓ કરી દીધી છે. જો કે આ નવરાત્રીમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. જો તમે પણ ઉપવાસ કરો છો તો આ ફરાળી રેસિપી તમારા માટે બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની નવરાત્રીની શરૂઆત થઇ ગઇ ત્યારે અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ દરમિયાન હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેતા નથી તો તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે અને સાથે તમારા શરીરમાં અશક્તિ આવી જાય છે. આ માટે ઉપવાસ દરમિયાન હેલ્ધી ખોરાક લેવો ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ એક ટાઇમ જમીને નોરતાંના ઉપવાસ કરો છો તો બીજા ટાઇમ તમે આ ફરાળી વાનગી ખાઓ છો તો તમારા શરીરમાં તાકાત રહે છે અને તમે ગરબા પણ રમી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફરાળી દહીંવડા.

    સામગ્રી


    200 ગ્રામ શિંગોડાનો લોટ

    આ પણ વાંચો: માં અંબાને પહેલા નોરતે ધરાવો લાપસી

    200 ગ્રામ રાજગરાનો લોટ

    3થી 4 નંગ બાફેલા બટાકા

    સિંધાલૂણ મીઠું

    શેકેલા જીરાનો પાવડર

    ઝીણી સમારેલી કોથમીર

    આ પણ વાંચો: ગુજરાતી સ્ટાઇલ આ રીતે ઘરે બનાવો 'ડપકા કઢી'

    તળવા માટે તેલ

    એક મોટો બાઉલ દહીં

    આમલીની ચટણી

    ખાંડ

    બનાવવાની રીત



    • ફરાળી દહીંવડા બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ધોઇને બાફી લો.

    • ત્યારબાદ આ બટાકા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લો અને પછી મેશ કરી લો.

    • હવે શિંગોડા અને રાજગરાના લોટને ચાળી લો.

    • મેશ કરેલા બટાકાને આ લોટમાં એડ કરો.

    • આ લોટમાં સ્વાદાનુંસાર ફરાળી મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો.

    • ત્યારબાદ આ મિશ્રણમાંથી ગોળ ગોળા વાળી દો.

    • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ગોળા એડ કરો.

    • આછા બ્રાઉન રંગના થાય એટલે તેલમાંથી કાઢીને એક પ્લેટમાં લઇ લો.

    • આ વડાને તમારે છાશમાં ડુબાડવાના નથી.




    • હવે પ્લેટમાં લીધેલા વડા પર દહીં નાંખો.

    • દહીં નાંખ્યા પછી શેકેલું જીરું, ચપટી ફરાળી મીઠું, આમલીની ચટણી નાંખો.

    • છેલ્લે હવે ઝીણી સમારેલી કોથમીર અને દાડમથી ગાર્નિશ કરો.

    • તો તૈયાર છે ફરાળી દહીંવડા.

    • તમે આ રીતે વડા બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri recipes, Recipes

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन