Navaratri 2021: નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી આ રીતે ઘટાડો વજન, સ્વાસ્થ્ય પણ જળવાશે

આજથી નવરાત્રીનો પ્રારંભ થાય છે.

Navratri fast tips: અહી અમે તમને અમુક ટીપ્સ આપવા જઇ રહ્યા છીએ, જેને ધ્યાનમાં લઇને તમે તમારા ઉપવાસને વધુ હેલ્થી બનાવી શકો છો.

  • Share this:
આજે એટલે કે 7 ઓક્ટોબરના રોજથી માં દુર્ગાનો સૌથી પાવન તહેવાર નવરાત્રિ (Navratri 2021) શરૂ થયો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન ઉપવાસ  (Navratri diet) કરવાથી માં દુર્ગાની કૃપા સદા રહે છે. અને તેથી જ ઘણા ભક્તો આજથી નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. આ નવ દિવસના ઉપવાસ દરમિયાન ભક્તો ફરાળી વાનગીઓ (Fast food for Navratri) જેવી કે ટિક્કી, સાબુદાણા અને પૂરીની મજા માણતા જોવા મળે છે. પરંતુ આપને જણાવી દઇએ કે નવ દિવસ સુધી આવું હાઇ કેલેરી ફૂડ ખાવું સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય નથી. તેથી જરૂરી છે કે ઉપવાસ દરમિયાન પણ તમે હેલ્થી ડાયટ જાળવી રાખો. ધાર્મિક માન્યતાઓ સાથે ઉપવાસનું અન્ય મહત્વ પણ છે, તમે તમારા પાચનતંત્રને થોડો આરામ આપી શરીરને ડીટોક્સ કરી શકો છો અને ખરાબ કેલેરી લેવાથી બચી શકો છો.

અહી અમે તમને અમુક ટીપ્સ આપવા જઇ રહ્યા છીએ, જેને ધ્યાનમાં લઇને તમે તમારા ઉપવાસને વધુ હેલ્થી બનાવી શકો છો.

1. જો તમે ઉપવાસ દરમિયાન દિવસમાં એક જ વખત ભોજન લઇ રહ્યા છો તો ધ્યાન રાખો કે તેની માત્રા જળવાઇ રહે. જો એક જ વખત ભોજન કરતો હોય તો મર્યાદિત માત્રામાં ખોરાક લેવો. બે ગણું ખાવાનું ટાળો કારણ કે તેનાથી તમારો વજન પણ વધી શકે છે.

2. ઉપવાસ દરમિયાન એક હેલ્થી ડાયટ અનુસરવાનો પ્રયાસ કરો. ટીક્કી, તળેલા ફરાળ, પૂરી વગેરેથી દૂર રહો. તમારા ભોજનમાં ફળ, શાકભાજી અને ઢોસા, ઇડલી જેવા હળવા ખોરાક ઉમેરો. આ સિવાય તમે ડ્રાટફ્રુટ્સ બદામ, કાજુ, દ્રાક્ષ પણ ખાઇ શકો છો.

3. નવરાત્રિના ઉપવાસ દરમિયાન સૌથી મહત્વનું છે પાણી. ડિહાઇડ્રેશનથી બચવા માટે હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો.

4. તમારા ડાયટમાં ફાઇબર પણ મહત્વની ભૂમિકા ભજવે છે, તો ફાઇબર પણ ભરપૂર માત્રામાં સામેલ કરો. વધુ કાર્બ્સ વાળા ખોરાક જેમ કે બટાટા ખાવાની જગ્યાએ કાચા સફરજન, કોળું, દૂધી વગેરે સામેલ કરો. જે દિવસ દરમિયાન તમારું પેટ ભર્યુ રાખશે.

આ પણ વાંચો - Navratri 2021: પ્રથમ દિવસે કરો અંબાજી મંદિરના Online દર્શન, લો મા અંબાના આશીર્વાદ

5. ઉપવાસ દરમિયાન ડાયટની સાથે જરૂરી છે કે તમે યોગ્ય ઊંઘ લેવાનું પણ ધ્યાન રાખો. કારણ કે પૂરતી ઊંઘ તમારા શરીરને આરામ આપશે.
Published by:Kaushal Pancholi
First published: