Navratri 2021 : માર્કેટમાં આવ્યા ‘ગો કોરોના ગો’ સૂત્ર લખેલા ગરબા, બજારમાં મચાવી ધૂમ

ગો કોરોના ગો ગરબા

ગરબામા બંગાળી ગરબાથી માંડી ગો કોરોના ગો ગરબા (Go Corona Go Garba)એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

  • Share this:
    રાજકોટ : આદ્યશક્તિના નવલા નોરતા  (Navratri)શરુ થવાને આડે હવે બસ ગણતરીની મીનિટો જ બાકી  રહી છે. ત્યારે નવલા નોરતાને લઈ ગરબા (Garba)ના કારીગરો દિવસ રાત ગરબા બનાવવા મહેનત કરી રહ્યા હતા. ત્યારે હાલ ગરબામા બંગાળી ગરબાથી માંડી ગો કોરોના ગો ગરબા (Go Corona Go Garba)એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


    એવુ કહેવાય છે કે ગરબાને પહેલા દીપગર્ભો ઘટ: તરીકે ઓળખવામાં આવતા હતા. જે બાદમાં દીપગર્ભોમાંથી દીપ શબ્દનો લોપ થઇને ‘ગર્ભો’ અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયો છે. નવરાત્રી દરમિયાન ગરબાને માતાજીનું સ્વરુપ માનીને તેની પુજા કરવામાં આવે છે. ઘરમા રાખવામા આવતો ગરબાની આદ્યશક્તિની શક્તિ પુંજ સમાન ગણના કરવામા આવે છે.


    સમયાનુસાર ગરબાનું સ્વરુપ બદલાયુ છે. તેની બનાવટની રીત પણ બદલાઈ છે. એક સમય હતો જ્યારે કોઈ પણ જાતના કલર વગર લોકો માટીના ગરબાનું સ્થાપન કરતા હતા. જે પછી ગરબા પર કલર કરવાના શરુ થયા. ત્યાર બાદ ગરબાને શણગારવાનું કામ શરુ થયું હતું. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે હાલ રાજકોટ શહેરમાં મુકેશભાઈ નામના કુંભારે ‘ગો કોરોના ગો’ નામના ગરબા બનાવ્યા છે.


    news18 ગુજરાતી સાથેની વાતચીતમાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારી વિશ્વભરમાં વ્યાપેલી છે. ત્યારે આ વર્ષે મેં ‘ગો કોરોના ગો’ નામના સૂત્ર લખેલા ગરબા બનાવ્યા છે. લોકોમાં તેની ડિમાન્ડ પણ ખાસી જોવા મળી રહી છે. આ પ્રકારનું સૂત્ર રાખવા પાછળનું કારણ માત્ર અને માત્ર એટલું છે કે નવરાત્રીમાં જ્યારે કોઈપણ વ્યક્તિ ગરબા થકીમાં આદ્યશક્તિનું પૂજન કરે ત્યારે તે વ્યક્તિ કે સાધકના મનમાં માત્રને માત્ર વૈશ્વિક મહામારી માંથી છુટકારો મળે ખુદ ભગવતી મા અંબા પણ વૈશ્વિક મહામારી માંથી છુટકારો અપાવે તે હેતુથી આ પ્રકારના ગરબા બનાવવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published: