Navratri 2021: ઉપવાસમાં ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો

તમે નવરાત્રીના ઉપવાસમાં સાબુદાણાની ખીચડીનું સેવન કરી શકો છો (પ્રતિકાત્મક તસવીર)

Navratri 2021- નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન અનેક ભક્તો નવરાત્રીના ઉપવાસ (Navratri Fast)કરે છે

  • Share this:
આજે નવરાત્રીનું (Navratri 2021) ત્રીજું નોરતું છે અને 15 ઓક્ટોબર સુધી નવરાત્રી (Navratri)ચાલશે. નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનેક ભક્તો નવરાત્રીના ઉપવાસ (Navratri Fast)કરે છે અને ઉપવાસમાં તેઓ લસણ અનં ડુંગળીનું સેવન કરતા નથી. અનેક લોકો ચોખાનું સેવન કરતા નથી. ખાદ્ય સામગ્રી બનાવવા માટે સિંધાલુ મીઠું, સૂકા મસાલા અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ઉપવાસમાં પણ અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીનું સેવન કરી શકો છો. વિભિન્ન નવી વાનગીનો સ્વાદ લેવા માટે તમારે રેસ્ટેરન્ટમાં જવાની જરૂરિયાત નથી તમે ઘરે રહીને આ તમામ વાનગીઓનો સ્વાદ લઈ શકો છો. તમે ઘરે રહીને વિવિધ વાનગીઓ ટ્રાય કરી શકો છો. જે તમને ઉપવાસમાં એક અનોખો સ્વાદ આપશે અને તમને હેલ્ધી પણ રાખશે. અહીંયા અમે તમને કેટલાક ફરાળી નાસ્તા વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમે ઉપવાસમાં સેવન કરી શકો છો.

શિંગોડાના લોટના સમોસા

ભારતીયોને સમોસા ખૂબ જ પસંદ છે. દરેક વ્યક્તિને ચા અને નાસ્તા તરીકે સમોસા ખૂબ જ પસંદ આવે છે. નિયમિતરૂપે ચા અને સમોસાનું સેવન કરવું ગમતું હોય તો, ઉપવાસ દરમિયાન પણ તમે શિંગોડાના લોટના સમોસાનું સેવન કરી શકો છો. તમે શિંગોડાના લોટના વડા પણ બનાવી શકો છો.

કુટ્ટૂની ખીચડી

કુટ્ટૂને એક પ્રકારનું અનાજ પણ કહેવામાં આવે છે. કુટ્ટૂનો ફરાળી વાનગી ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારનું ગ્લૂટેન ફ્રી અનાજ છે. કુટ્ટૂની ખીચડી સાબુદાણાની ખિચડી જેવી જ હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી તમને ખૂબ જ પસંદ આવશે. તમે કુટ્ટૂની ચાટ અને ઢોંસા પણ બનાવી શકો છો.

સાબુદાણાની ખીચડી

તમે નવરાત્રીના ઉપવાસમાં સાબુદાણાની ખીચડીનું સેવન કરી શકો છો. સાબુદાણાની ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તમે નાસ્તામાં આ ફરાળી વાનગીનું સેવન કરી શકો છો. સાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે.

કાચા કેળની ટિક્કી

કાચા કેળાની ટિક્કી ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. આ વાનગી લખનઉ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ટિક્કી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. કાચા કેળાની ટિક્કી બનાવવામાં ધાણા પાઉડર, જીરા પાઉડર, ગરમ મસાલો, સિંધાલુ મીઠું અને કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટિક્કીને તમે ઠંડા દહીં સાથે સર્વ કરી શકો છો.

અરબીના કોફ્તા

તમે નવરાત્રીના ઉપવાસમાં અરબીના કોફ્તાનું સેવન કરી શકો છો. કુટ્ટૂના લોટનો ઉપયોગ કરીને આ ફરાળી વાનગી બનાવવામાં આવે છે. આ વાનગીને દહીં સાથે સર્વ કરી શકાય છે.

સમક ઢોંસા

ઢોંસાનો કોઈપણ પ્રકારના ભોજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઢોંસાનું સાંજના નાસ્તા તરીકે સેવન કરી શકાય છે. તમે સંવતના ચોખાથી ઢોંસા બનાવી શકો છો અને તેમાં બટાકાનો માવો ઉમેરી શકો છો.

સીંગની ભેળ

ઉપવાસ દરમિયાન બહારના ચાટનું સેવન ના કરી શકાય. તો તમે સીંગની ભેળનું સેવન કરી શકો છો. સીંગની ભેળ બનાવવી ખૂબ જ સરળ છે, જેનાથી સમયની બચત પણ થાય છે. જો તમે ઉપવાસ દરમિયાન મગફળીનું સેવન કરો છો, તો તમે સીંગની ભેળ બનાવીને તેનું સેવન કરી શકો છો.

ઢોકળા

દરેક ગુજરાતીને ઢોકળા ખૂબ જ પસંદ હોય છે. વ્રત અને ઉપવાસ દરમિયાન ઢોકળાનું સેવન કરી શકાતું નથી. તમે સંવતના ચોખાનો ઉપયોગ કરીને ઢોકળા બનાવી શકો છો. જેનો સ્વાદ રેગ્યુલર ઢોકળા જેવો જ હોય છે અને તમે ઉપવાસ દરમિયાન આ ઢોકળાનું સેવન કરી શકો છો.

મઠરી

ઉત્તર ભારત અને પંજાબના આસપાસના વિસ્તારોમાં મઠરી લોકોને ખૂબ જ પસંદ આવે છે. હવે સમગ્ર દેશમાં લોકોને આ વાનગી પસંદ આવી રહી છે. અનેક લોકોને કુરકુરે ખૂબ જ પસંદ આવે છે, પરંતુ તેનું ઉપવાસમાં સેવન કરી શકાતું નથી. કુરકુરેની જગ્યાએ તમે મઠરીનું સેવન કરી શકો છો.

મખાના ભેળ

અનેક લોકોને સ્ટ્રીટ ચાટનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે, પરંતુ ઉપવાસમાં આ સ્ટ્રીટ ચાટનું સેવન કરી શકાતું નથી. તમે ઉપવાસમાં મખાનાની ભેળનું સેવન કરી શકો છો. મખાના ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે. મખાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે.

બટાકાની કઢી

જો તમને કઢી ખાવાનું મન કરી રહ્યું છે તો તમે બટાકાની કઢીનું સેવન કરી શકો છો. તમે બટાકાની કઢીમાં કેટલાક શાકભાજી ઉમેરીને તેને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકો છો. બટાકાની કઢીનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ આવતી નથી.
First published: