Navratri Bafvada recipe: નવરાત્રીનાં ઉપવાસમાં કામ લાગશે બફવડા બનાવવાની આ સરળ ટ્રિક

બફવડાની ફાઈલ તસવીર

Navratri farali food:ભક્તો શક્તિને રજીવવા માટે વ્રત ઉપવાસ (Navratri fast) પણ રાખશે. ત્યારે નવરાત્રીમાં ઉપવાસનો (Navratri vrat) અનોખો મહિમા છે. ત્યારે વ્રતમાં ખાઈ શકાય અને ચટાકેદાર બફવડાની રાસિપી (bafvada recipe) જાણીએ.

  • Share this:
    Navratri bafvada recipe: દુર્ગાશક્તિની આરાધનાનો (Durgashakti Aradhana) સમય એટલે નવરાત્રી, કોરોના મહામારીમાં (coronavirus) નવરાત્રી 7 (Navratri 2021) ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. ત્યારે લોકો માતાજીની પૂજા આરાધના કરશે. સાથે સાથે શક્તિને રજીવવા માટે વ્રત ઉપવાસ (Navratri fast) પણ રાખશે. ત્યારે નવરાત્રીમાં ઉપવાસનો (Navratri vrat) અનોખો મહિમા છે. ત્યારે વ્રતમાં ખાઈ શકાય અને ચટાકેદાર બફવડાની રાસિપી (bafvada recipe) જાણીએ.

    ફરાળી બફવડા બનાવવાની સામગ્રી
    500 ગ્રામ બટાકા
    1 વાટકી કોપરાનું છીણ
    2 ચમચી શેકેલા તલ
    1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા
    10-12 નંગ કિશમિશ
    10થી 12 નંગ કાજુ
    2 ચમચા ખાંડ
    2 થી 3 નંગ લીલાં મરચાં
    1/2 ચમચી મરચું
    2 ચમચા આરાલોટ
    1/2 ચમચી ગરમ મસાલો
    મીઠું સ્વાદાનુસાર
    તેલ તળવા માટે

    ફરાળી બફવડા બનાવવાની રીત
    સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો, આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો.

    આ પણ વાંચોઃ-Navratri special recipe: વ્રતમાં ખાવા માટે બનાવો ફરાળી હાંડવો, ફટાફટ નોંધી લો રેસિપી

    બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
    Published by:ankit patel
    First published: