Navratri 2021: ઉપવાસમાં વપરાતો રાજગરો છે અનેક બીમારીઓમા 'ઔષધ', જાણો સ્વાસ્થ્યવર્ધક ફાયદા

રાજગરના લાડવાની ફાઈલ તસવીર

Navratri farali food: વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ (rajgira use) કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય (rajgira benefits) માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે.

  • Share this:
    Navratri 2021 recipe: કોરોનાની મહામારી (coronavirus pandemic) વચ્ચે નવરાત્રીનો પવિત્ર (Navratri 2021) તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે નવરાત્રી દરમિયાના માતા જગતંબાના ભક્તો ઉપવાસ રાખતા હોય છે. અને નવરાત્રીમાં ઉપવાસનું (Navratri fast) અનોખું મહત્વ હોય છે. રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ (rajgira use) કરતા હોઇએ છીએ.

    છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય (rajgira benefits) માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે

    રાજગરો હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદરૂપ છે. રાજગરાના અન્ય ફાયદાની વાત કરી તો તે વિટામિનની ઊણપને દૂર કરીને આંખોને પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે.

    આ પણ વાંચોઃ-Navratri Bafvada recipe: નવરાત્રીનાં ઉપવાસમાં કામ લાગશે બફવડા બનાવવાની આ સરળ ટ્રિક

    રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે.

    આ પણ વાંચોઃ-Kaju Gulkand Roll Recipe: માતાજીને ખુશ કરવા માટે પ્રસાદમાં 'કાજુ-ગુલકંદ રોલ' બનાવો, આ છે સરળ રીત

    રાજગરાનો લાડુ બનાવીને તમે રોજ ખાઇ શકો છો. તો તેના માટેની રીત જોઇએ. સામગ્રી- 1 વાટકી રાજગરો, 1 વાટકી ગોળ, 2 ચમચી ઘી. સૌ પ્રથમ એક જાડી કઢાઈ લો ને તેને ગેસ પર ગરમ મૂકો. તેમાં એક મૂઠી રાજગરો નાખી કપડાથી હળવા હાથે દબાવો.

    આ પણ વાંચોઃ-Navratri special recipe: વ્રતમાં ખાવા માટે બનાવો ફરાળી હાંડવો, ફટાફટ નોંધી લો રેસિપી

    રાજગરાની ધાણી ફૂટી જશે પછી એ ધાણીને એક બીજા વાસણમાં કાઢી, આમ બધા જ રાજગરાની ધાણી ફોડો. હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ઓગાળો. ગોળ ઓગળે પછી 1 મિનિટ જ હલાવવું અને રાજગરાની ધાણી નાખી હલાવવું. બધુ મિક્સ કરી એક થાળીમાં કાઢી, હથેળીમાં થોડૂંક પાણી લગાવીને મિશ્રણમાંથી લાડુ બનાવી લો. તો તૈયાર છે રાજગરાના લાડું.
    Published by:ankit patel
    First published: