Kaju Gulkand Roll Recipe: માતાજીને ખુશ કરવા માટે પ્રસાદમાં 'કાજુ-ગુલકંદ રોલ' બનાવો, આ છે સરળ રીત
Kaju Gulkand Roll Recipe: માતાજીને ખુશ કરવા માટે પ્રસાદમાં 'કાજુ-ગુલકંદ રોલ' બનાવો, આ છે સરળ રીત
કાજુ ગુલકંદ રોડ ફાઈલ તસવીર
Navratri farali food: નવરાત્રીમાં (Navratri 2021) માતાજીને ખુશ કરવા આપણે આજે કાજુ ગુલકંદ કોન (Kaju Gulkand Roll) બનાવતા શીખીએ. આ પ્રસાદ (Prasad) દેખાવમાં તો સરસ લાગે છે સાથે તેનો સ્વાદ પણ એકવાર ચાખ્યા પછી ભૂલાય તેમ નથી.
Navratri 2021 recipe: આજથી નવરાત્રી (Navratri 2021) શરૂ થઇ છે આની સાથે કોરોના વાયરસનું સંક્રમણ (coronavirus) દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે નવરાત્રીમાં ખૈલૈયાઓ (navratri khelaiya) પાર્ટી પ્લોટોમાં નવરાત્રી માણી નહીં શકે. પરંતુ આ વખતે આપણે શેરી ગરબામાં (sheri garba) જ ગરબા રમવાનો લ્હાવો લેવાનો છે. નવરાત્રીમાં માતાજીને ખુશ કરવા આપણે આજે કાજુ ગુલકંદ કોન (Kaju Gulkand Roll) બનાવતા શીખીએ. આ પ્રસાદ (Prasad) દેખાવમાં તો સરસ લાગે છે સાથે તેનો સ્વાદ પણ એકવાર ચાખ્યા પછી ભૂલાય તેમ નથી. ચાલો જાણીએ કાજુ ગુલકંદ બનાવવાની રેસિપી
કાજુ ગુલકંદ કોન બનાવવા માટે રીત
સૌ પ્રથમ કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો. હવે એક કડાઈમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ગરમ કરવા મૂકો. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે ઉકાળી લો. પછી તેમાં કાજુનો ભૂકો નાખીને સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ના પડે. તે થઈ જાય એટલે પછી તેને બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેના નાના ગોળા વળી લો.
જે બાદ પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી નાની પુરી વણી લો. ત્યારબાદ કોનના મોલ્ડ પર કે તમે હાથથી પણ કોનનો શેપ આપી શકો છો. ચાંદીની વરખ લગાવો, જો તમારે ન લગાવવી હોય તો ન લગાવો
હવે પૂરણ માટેની બધી સામગ્રી મિક્સ કરીને તેની ગોળી વાળી લો. તેને દરેક કોનની ઉપર મૂકો. તો તૈયાર છે સરસ મજાના ટેસ્ટી કાજુ ગુલકંદ કોન. આ નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં ધરાવો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર