Navratri Hairstyle 2021: સમય ઓછો હોય તો બનાવો આ 5 હેર સ્ટાઈલ

જો તમારા વાળમાં તેલ નાંખ્યું હોય અને વાળ ખુલ્લા ન રાખી શકો તો તમે ફિશટેલ બનાવી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)

શારદીય નવરાત્રિ (Navratri)ના આ 9 દિવસોમાં લોકોને ગરબે ઘૂમવાની ખુબ મઝા આવતી હોય છે. એમાં પણ ઓફિસથી ઘરે આવ્યા બાદ ગરબે ઘૂમનારા લોકો તો ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે.

  • Share this:
Navratri Hairstyle 2021: શારદીય નવરાત્રિ (Navratri)ના આ 9 દિવસોમાં લોકોને ગરબે ઘૂમવાની ખુબ મઝા આવતી હોય છે. એમાં પણ ઓફિસથી ઘરે આવ્યા બાદ ગરબે ઘૂમનારા લોકો તો ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે. ઓફિસથી ઘરે આવ્યા પછી તૈયાર થવું અને પછી ગરબા રમવા જવું. જેમાં ઉતાવળમાં કંઈ સમજ નથી આવતું. આવી સ્થિતિમાં જ્યારે તમને ફક્ત એક ક્લિકથી બધું મળી જાય, તો તૈયાર થવામાં લાંબો સમય નથી લાગતો. અહીં 5 હેરસ્ટાઈલ બતાવાઈ છે, જે તમને સૌથી વધુ અનુકૂળ રહેશે

1. ફિશટેલ - જો તમારા વાળમાં તેલ નાંખ્યું હોય અને વાળ ખુલ્લા ન રાખી શકો તો તમે ફિશટેલ બનાવી શકો છો. ત્યારબાદ નાની નાની બિટ્સ લગાવી લો. જે તમારી હેરસ્ટાઇલની સુંદરતામાં વધારો કરશે.

2. ફ્રેન્ચ - આ હેરસ્ટાઇલ પણ ખૂબ જ સરળ છે. જેમાં બંને બાજુથી અને મધ્યમાંથી પણ વાળ લો. સૌ પ્રથમ વાળને એકવાર ગૂંથી લો. જે બાદ એક-એક વખત બંને બાજુથી વાળ લો અને તેને ગૂંથો. અંતે એક સામાન્ય ચોટલો બની જશે.

3. વોટરફોલ બ્રેડડ - જો તમારા વાળ બહુ મોટા નથી તો આ હેરસ્ટાઇલ તમારા વાળ પર સુંદર દેખાશે. આ માટે તમારે ફક્ત બંને બાજુથી કેટલાક વાળ લેવા અને તેમને ગૂંથી લેવા પડશે. આ રીતે તમારી પાસે પાતળી ચોટલી બની જશે. બાદમાં બંને બાજુથી ચોટલાને પાછો ખેંચો અને તેને હેર પિનથી ટચ કરો.

4. બ્રેડેડ બન - આ માટે તમારે તમારા વાળને થોડા મેસી રાખો. વાળને બંને બાજુથી ટ્વિસ્ટ કરો અને મિક્સ કરો અને પાછળ એક બન બનાવો. જેમાં તમે નાની ફેન્સી પિન અથવા સાઇડ પિનનો ઉપયોગ કરી શકો છે. આ એક સારો દેખાવ આપશે અને જલ્દી બન બની જશે.

આ પણ વાંચો: Navratri 2021: ઉપવાસમાં ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો

5. સાઇડ બ્રેડ - આ હેરસ્ટાઇલને ખૂબ પસંદ કરવામાં આવે છે. જેમાં તમારા વાળ ઢીલા રાખવાના હોય છે અને બધા વાળ બાજુ પર લાવો. હવે તેને એવી રીતે ગૂંથો કે તમારો ચોટલો આગળના ભાગમાં રહે. તેને પાછળ ન રાખો. જોકે ચોટકાને નીચેથી થોડો ટાઈટ રાખો. જેથી તે ખુલી ન જાય. હવે તમે સરળતાથી ગરબા કરી શકશો.
Published by:kuldipsinh barot
First published: