Navratri 2018 : નવરાત્રીમાં આ ગીતો સાંભળીને ઝૂમી ઉઠશે ખેલૈયાઓ

News18 Gujarati
Updated: October 6, 2018, 12:38 PM IST
Navratri 2018 : નવરાત્રીમાં આ ગીતો સાંભળીને ઝૂમી ઉઠશે ખેલૈયાઓ
navratri 2018, નવરાત્રી
News18 Gujarati
Updated: October 6, 2018, 12:38 PM IST
દરવખતે નવરાત્રી પહેલા કોઇને કોઇ ગીત એટલું ફેમસ થઇ જતું હોય છે કે આખી નવરાત્રી દરમિયાન તે ગીત વાગતા જ ખેલૈયાઓ જોશમાં આવી જતા હોય છે. ફાલ્ગુની પાઠકની "મેને પાયલ હૈ છનકાઇ"થી લઇને, કિર્તીદાન ગઢવીનું ગીત "ગૌરી રાધાને કાળો શ્યામ" આ જ વાતનું ઉદાહરણ છે. નવરાત્રી વખતે આ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. જો કે આ વખતે લવરાત્રી અને મિત્રો બંન્નેના ગીતો વચ્ચે કાંટાની ટક્કર છે. અને આ નવરાત્રીમાં આ ગીતો ટ્રેન્ડ કરશે જ તે વાતમાં કોઇ બેમત નથી. ત્યારે કયા ગીતો આ નવરાત્રીમાં લોકોને ગરબે ગુમાવશે જુઓ તેમના વીડિયો.




કમરિયા



આ વખતે મિત્રો ફિલ્મનું ગીત કમરિયા નવરાત્રીના રાસમંડળોમાં ખાસ ગાવામાં આવશે. કારણ કે નવરાત્રી પહેલા જ આ ગીતે સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે. ગુજરાતી દેશી તડકા અને સ્વેગના નવા અંદાજ સાથે રજૂ થયેલું આ ગીત લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



છોગાળા તારા


જો કે લગરાત્રી ફિલ્મનું ગીત છોગાળા તારા પણ નવરાત્રી વખતે સુપરહિટ રહેશે. નવરાત્રી પહેલા આ ગીતના ડાન્સ સ્ટેપ પર પણ અનેક યુટ્યૂબ વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે.



માં મોગલ


ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીએ નવરાત્રી પહેલા જ મન મંદિરીયે રહેતી મોગલ ગીત લોન્ચ કર્યું છે. જે પણ સારું એવું લોકપ્રિય રહ્યું છે. અને ગરબાની શરૂઆતમાં આ ગીત પણ ખેલૈયાઓને ભક્તિમય કરશે તેમ લાગે છે.



ગીતા રબારી


ગીતા રબારીનું ગીત માં તારા આશીર્વાદ પણ નવરાત્રી પહેલા પહેલા ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. આમ આ વખતે તેવા ધણા બોલીવૂડ અને ગુજરાતી ગીતો છે જે ખેલૈયાઓને તેમના ગીતના તાલે ઝૂમાવશે.
First published: October 6, 2018
વધુ વાંચો
अगली ख़बर