સપ્તાહના સાત દિવસોએ જન્મનાર વ્યક્તિનો સ્વભાવ અને પર્સનાલિટી એકબીજાથી અલગ અલગ હોય છે. દરેક વાર તમારી પર્સનાલિટીની તમારા વિશે ચાડી ખાતો હોય છે. તમે બીજાના જન્મ દિવસ પરથી તેના પણ સ્વભાવનો અંદાજો લગાવી શકો છે. તો આજે જાણીએ કયા દિવસે જન્મેલા લોકો કેવા સ્વભાવના હોય છે.
સોમવાર
-સોમવારે જન્મેલા વ્યક્તિ તેમનું દરેક કામ કૌશલ્યતાથી કરનારા હોય છે.
-તેઓ હસમુખા અને મીઠું બોલનારા હોય છે.
-સુખ-દુઃખમાં સમભાવ રાખે છે.
-તમે ઘણું સારૂં બોલનારા હોવ છો અને તમે બીજાનો હંમેશા વિચાર કરો છો.
-વિદ્યાવાન, કલા કુશળ અને બહાદૂર હોય છે.
મંગળવાર
-મંગળવારે જન્મેલા લોકોમાં ઘણાં ઉત્સાહી હોય છે.
-સામાન્ય રીતે આ લોકોનો સ્વભાવ ઉગ્ર હોય છે જેના કારણે તેમની આસપાસના ઘણા લોકો તેમનાથી નારાજ રહે છે.
-તમને જે ગમે છે તે કરો છો.
-તમારો હાથ ઘણો ખર્ચાળ છે.
બુધવાર
-બુધવારે જન્મેલા લોકોને નવી નવી વસ્તુઓ કરવાનો શોખ હોય છે.
-તમે બહું ઓર્ગેનાઈઝ્ડ નથી રહી શકતા.
-અલગ અલગ પ્રકારના લોકોને તમે આરામપુર્વક ટેકલ કરી શકો છો.
-બુધવારના જન્મ લેનારા લોકો સામાન્ય રીતે ધર્મ-કર્મમાં ધ્યાન લગાવનારા હોય છે.
-આ બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે.
ગુરુવાર
-ગુરૂવારે જન્મેલા લોકો બુદ્ધિમાન અને પરાક્રમી હોય છે.
-તેઓ ઘણાં આશાવીદી હોય છે.
-તેમના મિત્રો સારા હોય છે.
-તમે પોતાનું કામ સ્વતંત્રતાથી કરવા ટેવાયેલા હોવ છો.
શુક્રવાર
-શુક્રવારે જન્મેલા લોકો કુદરતને પ્રેમ કરનારા અને શાંત હોય છે.
-આ લોકો બીજા કરતાં વધારે ક્રિએટીવ હોય છે.
-સહનશીલતાને કારણે કઠીન સમયનો સામનો પણ સારી રીતે કરી લે છે.
-જ્યારે સંબંધોની વાત કરવામાં આવે તો તેઓ ઘણાં જ સંવેદનશીલ હોય છે.
-આ લોકો આધ્યાત્મિક પણ હોય છે.
શનિવાર
-જે લોકોનો જન્મ શનિવારના દિવસે થયો છે તેઓ વિશ્વાસપાત્ર અને જવાબદાર વ્યક્તિ હોય છે.
-આ લોકો હાલના સમયમાં નથી રહેતા ભવિષ્ય કે ભૂતકાળમાં રહે છે.
-તમને સારા દેખાવું ગમે છે એની માટે તમે સારો સમય પણ ફાળવો છે.
રવિવાર
-જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયો હોય તે સામાન્ય રીતે ભાગ્યશાળી રહે છે.
-તેનું આયુષ્ય પણ વધારે હોય છે.
-આ લોકો ઓછું બોલનારા હોય છે.
-આ લોકો ઘણાં આશાવાદી હોય છે.
-આ લોકો બહું જલ્દી ગુસ્સે થઈ જાય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર