વારંવાર પેશાબ કરવા જવું પડે તેવી સમસ્યાને ઓવર એક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે. મહિલા અથવા પુરુષ કોઈને પણ આ સમસ્યા હોઈ શકે છે, પરંતુ મોટાભાગે મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. ડિલીવરી બાદ આ સમસ્યા વધુ જોવા મળે છે. Uti, ડાયાબિટીસ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર આ પ્રકારની પરિસ્થિતિના કારણે બ્લેડર પર અસર થાય છે. ઘરેલુ નુસ્ખાઓથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે અહીંયા કેટલાંક ઘરેલું નુસ્ખાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.
ચાઈનીઝ હર્બ્સ
ગોશા-જિનકી-જાન અને હાચી-જિયો-ગાન જેવા ચાઈનીઝ હર્બની જરૂરિયાત રહેશે. આ કોઈપણ એક હર્બનું નિયમિતરૂપે થોડી માત્રામાં સેવન જરૂરથી કરવું જોઈએ. કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ તે અંગે ડૉકટર પાસેથી સલાહ લેવી જરૂરી છે.
કોળાના બીજનું તેલ- નિયમિતરૂપે કોળાના બીજના તેલનું સેવન કરી શકાય છે. કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ તે અંગે ડૉકટર પાસેથી જાણકારી મેળવી લેવી. કોળાના બીજના તેલનું સેવન કરવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું નથી અને ઓવર એક્ટિવ બ્લેડરની સમસ્યાથી રાહત મળે છે.
વિટામીન ડી- તમારે નિયમિતરૂપે વિટામીન ડીના સપ્લીમેન્ટની જરૂરિયાત રહેશે. ડૉકટર પાસેથી સલાહ લીધા બાદ આ સપ્લીમેન્ટનું સેવન કરવાનું રહેશે. વિટામીન ડીની ઊણપને કારણે પણ ઓવર એક્ટિવ બ્લેડર અને ફ્લોર ડિસઓર્ડરની સમસ્યા થાય છે.
કેપ્સાઈસિન- ઓવર એક્ટિવ બ્લેડરની સમસ્યાથી રાહત મેળવવા માટે કેપ્સાઈસિનના ઈંજેક્શન લઈ શકો છો. આ ઈંજેક્શન લેતા પહેલા ડૉકટરની સલાહ લઈ લેવી અને ઈન્ટ્રા વેસિકલ થેરાપી અંગે જાણકારી મેળવી લેવી. આ થેરાપીમાં ડાયરેક્ટ બ્લેડરમાં કેપ્સાઈસિનનું ઈંજેક્શન મારવામાં આવે છે.
ગ્રીન ટી- નિયમિતરૂપે દિવસમાં બે વાર ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટી બનાવવા માટે એક કપ ઉકાળેલા પાણીમાં ગ્રીન ટી બેગ નાંખી દેવી. ત્યારબાદ ટી બેગ કાઢીને તે ગ્રીન ટીનું સેવન કરવું. ગ્રીન ટીનું સેવન કરવાથી ઓવર એક્ટિવ બ્લેડરની સમસ્યાથી રાહત મળે છે.
બેકિંગ સોડા- એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાંખીને યોગ્ય રીતે મિશ્ર કરીને તેનું સેવન કરો. નિયમિતરૂપે દિવસમાં બે વાર આ પાણીનું સેવન કરી શકાય છે. આ પાણી પીવાથી યૂરિનનું અલ્કલાઈઝેશન થાય છે, જેનાથી યૂરિનરી ટ્રેક્ટના લક્ષણોમાં સુધારો જોવા મળે છે.
ક્રેનબેરી જ્યૂસ- નિયમિતરૂપે 400ml ક્રેનબેરી જ્યૂસનું સેવન કરી શકાય છે. યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શનના કારણે ઓવર એક્ટિવ બ્લેડરની સમસ્યા જોવા મળે છે. ક્રેનબેરી જ્યૂસનું સેવન કરવાથી યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શનથી રાહત મળે છે.
કેમોમાઈલ ટી- એક કપ પાણી ઉકાળીને તેમાં એક નાની ચમચી કેમોમાઈલ ટી મિશ્ર કરી દો. 5 થી 10 મિનિટ બાદ ચા ને ગાળી લો અને તેનું સેવન કરો. કેમોમાઈલ ટીમાં એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. નિયમિતરૂપે દિવસમાં બે વાર આ ચાનું સેવન કરવાથી ઓવર એક્ટિવ બ્લેડરની સમસ્યાથી રાહત મળે છે.