રીમૂવર ન હોય તો આ રીતે દૂર કરી શકાય નેઇલ પેઇન્ટ

ઘરેલુ નુસખાથી પણ રીમુવર તૈયાર કરી શકો છો .

  • Share this:
    નખને સુંદર બનાવવા દરેક સ્ત્રીઓ માવજત લેતી હોય છે.વળી નેઈલ પેંટમાં આર્ટ અને કલરોની અવનવી ફેશન પણ આવી છે .નેઇલ કલર નખને સુંદર બનાવવામાં મદદ કરે છે. પણ  જો વોડ્રરોબમાં નેઇલ રીમુવર ન મળે તો મુશ્કેલી સર્જાય છે .પણ નેઇલ રીમુવર ખત્મ થઈ જાય તો ચિંતા ના કરશો ઘરેલુ નુસખાથી પણ રીમુવર તૈયાર કરી શકો છો .

    1. આલ્કોહોલ
    જો તમારા ઘરમાં આલ્કોહોલ હોય તો તમે તેની મદદ દ્વારા નેઇલ પેઇન્ટ કાઢી શકો છો. એક કોટન બોલને આલ્કોહોલમાં ડુબાડીને નખ પર ઘસો તેનાથી નેઇલ પેઇન્ટ નીકળી શકે છે.
    2. વિનેગર
    વિનેગરને પહેલા એક વાટકીમાં લો તેમાં લીંબુનો રસ ભેળવીને કોટનની મદદથી નખ પરની નેઇલ પેઇન્ટ સાફ કરી શકો છો.
    3. ગરમ પાણી
    નેઇલ પેઇન્ટ સાફ કરવાની એક સરળ રીત છે. એક વાટકીમાં ગરમ પાણી લો અને તેમાં નખ ડુબાડીને દસ મિનિટ રાખો પછી નખને કોટનથી સાફ કરો.
    4. ટૂથપેસ્ટ
    ટૂથપેસ્ટને નખ પર લગાવીને ઘસો જેનાથી નેઇલ પેઇન્ટ નીકળી જશે.
    5. નેઇલ પેઇન્ટ
    શું તમને ખબર છે કે જૂની નેઇલ પેઇન્ટને નીકાળવા તેના પર ફરીથી નેઇલ પેઇન્ટ લગાવો ત્યારબાદ તેને કોટનની મદદથી નીકાળો તો તમારી પહેલાની નેઇલ પેઇન્ટ પણ નીકળી જશે.

    જો તમારી પાસે રબિંગ આલ્કોહોલ હોય તો તેને તમે નેઇલ રીમુવરની માફિક તેને ઉપયોગમાં લઈ શકો છો જો તમારા નખમાં કોઈ ઇન્ફેકશન હોય તો રબિંગ આલ્કોહોલમાં એન્ટી બેકટીરિઅલ પ્રોપર્ટીઝ હોય છે . નખને 5 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ સ્પિરિટમાં પલાળેલા કોટનના રુથી નેઇલ પેંટ રીમુવર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો .

    જો તમારું રીમુવર ખત્મ થઈ ગયું હોય તો ડીઓડ્રેન્ટ લગાવી જડપથી નેઇલ પેન્ટ પોછવાથી કલર જતો રહે છે , આ જ રીતે તમે જૂના હેર સ્પ્રેની મદદથી નેઈલ પૉલિશ હટાવી શકો છો .ઘણી વખત આપણે નેઇલ કલર લઈ લેતા હોય છીએ, અને બાદમાં તે રંગનો ઉપયોગ કરતાં નથી.તો આવી જુની અને નોન ફેવરેટ પૉલિશને નેઇલ કલર રીમુવર તરીકે વાપરી શકો છો , પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોટ પાતળો લગાવવો. તમે હૅન્ડ સેનિટાઇઝરને હાથ સાફ કરવા ઉપરાંત રીમુવર તરીકે પણ કરી શકો છો. તો વિનેગર અને લીંબુ મિક્સ કરી લગાવવાથી પણ નખ સાફ થઈ જશે.
    Published by:Bhoomi Koyani
    First published: