શરદીનાં કારણે ગળામાં દુખે છે? તો અજમાવો આ કારગર ઘરગથ્થુ ઉપાયો

પ્રતિકાત્મક તસવીર

તમને શરદીના કારણે ગળામાં દુખાવો રહેતો હોય કે શરદી જવાનું નામ જ ન લેતી હોય તો તમે આ ઘરગથ્થુ ઉપચારો કરીને તેને મટાડી શકો છો.

 • Share this:
  અત્યારે જે વાતાવરણ છે તેમાં મોટાભાગનાં લોકોને શરદી અને ગળામાં દુખાવાની સમસ્યાઓ થાય છે. આ તકલીફમાં આપણે વારંવાર દવાઓનાં ડોઝ લઇએ તેના કરતા વધારે સારૂ છે કે આપણે કારગર અને અસરકારક ઘરગથ્થુ ઉપાય અજમાવીએ.

  તો જો તમને શરદીના કારણે ગળામાં દુખાવો રહેતો હોય કે શરદી જવાનું નામ જ ન લેતી હોય તો તમે આ ઘરગથ્થુ ઉપચારો કરીને તેને મટાડી શકો છો.

  • દાડમની છાલથી ગળુ સુંવાળુ થાય છે તેને તમે મોંમાં રાખી શકો.

  • અરડૂસીનાં 6-7 પાનનો રસ મધ સાથે બે વાર પીવાથી ઉધરસ મટે છે.

  • અળ્સીનાં 10 બી ને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાં. પાણી ઠંડુ થાય એટલે પી જવું. તેથી કફ શરીરમાંથી બહર નીકળે

  • 100 ગ્રામ હળદરમાં 1 ચમચી ચોખ્ખું ઘી + 1 ચમચી દિવેલ લેવુ, ત્યારબાદ

  • હળદરને લાલ થાય ત્યાં સુધી શેકી લેવી. આ હળદરમાં સરખે ભાગે જેઠીમધ ચુર્ણ ભેળવી મધ સાથે લેવાથી ફાયદો થાય

  • જેઠીમધનું ચુર્ણ પાણીમાં પલાળવું. ઉપરનું નીતર્યુ પાણી પીવાથી ગળાનાં દુ:ખાવામાં રાહત થાય.

  • બે એલચી બાળી ખાંડી વસ્ત્રાગાર ચુર્ણ કરી મધમાં લેવું

  • આંકડાના પાન ઉપર ડિવેલ ચોપડી બરડે દિવાલવાળો ભાગ મૂકી ઉપર ગોટા શેક કરવાથી ક્ફ છૂટો પડી જાય છે

  • બહેડાંની છાલ ઉધરસમાં ચૂસવાથી લાભ થાય

  • શ્વાસ ચઢતો હોય (દમ, અસ્થમા) તો ભોંય રીંગણી નો રસ ૧ ચમચી અને મધ લેવાથી ફાયદો થાય. દિવસમાં બે વાર.

  Published by:Kaushal Pancholi
  First published: