લગ્નની સીઝનમાં હળદરનો આ ઉપાય તમારી ત્વચાને અંદરથી બનાવશે સુંદર

News18 Gujarati
Updated: January 29, 2020, 6:01 PM IST
લગ્નની સીઝનમાં હળદરનો આ ઉપાય તમારી ત્વચાને અંદરથી બનાવશે સુંદર
હળદર

જો તમારા લગ્ન થવા જઇ રહ્યા છે, તો આ મિશ્રણ તમારા ચહેરાની રોનક વધારી શકે છે.

  • Share this:
વસંત પંચમી પછી લગ્નની સીઝન શરૂ થઇ જાય છે. જો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી તમે કોઇ લગ્ન સમારંભમાં હાજર રહેવાના હોવ તો આ આર્ટીકલ તમારા કામનો છે. કારણ કે ઘરે બેઠા જ અમે તમને એક તેવો દાદી-નાનીનો નૂસખો જણાવી રહ્યા છે, જે તમારી ત્વચા પર લાવશે નેચરલ ગ્લો. અને લોકો પણ તમને પ્રસંગમાં પૂછશે કે ક્યા બ્યૂટીપાર્લર જઇને આ ગ્લો ચહેરા પર લઇ આવ્યા! આ તમામ વસ્તુઓ ઘરે સરળતાથી મળી જાય તેવી છે. અને જો તમે નવવધૂ છો તો આ મિશ્રણ તમારા ચહેરાની રોનક પણ બની શકે છે.

નોંધનીય છે કે દરેક વ્યક્તિની સ્ક્રીન અલગ અલગ પ્રકારની હોય છે. પણ હળદળની આ પેસ્ટ તમારા ચહેરા પર પીંપલ અને ડાઘ હળવા કરવામાં મદદરૂપ થઇ શકે છે. જો કે આ પેસ્ટને તમારી સ્કીન હિસાબે જ એપ્લાય કરો. અને પહેલા તેને એક જગ્યા પર લગાવી જુઓ જો કોઇ નુક્શાન ન થાય તો જ ચહેરા પર લગાવો.

તો આ મિશ્રણ બનાવવા માટે હળદર પાવડર, તુલસી અને ફૂદીનાના પત્તા, ચંદન પાવડર, કાકડીનો જ્યૂસ અને જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરો. સૌથી પહેલા આ તમામ વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરી લો. અને પછી આ મિશ્રણનું પાતળું લેયર ચહેરા પર લગાવો. થોડી વાર તેને ચહેરા પર રહેવા દો અને પછી નવાયા પાણીથી ચહેરો સાફ કરી લો. રોજ આ મિશ્રણ લગાવવાથી તમારા ચહેરાથી સુંદરતા વધી શકે છે.
First published: January 29, 2020, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading