Home /News /lifestyle /

Health tips for Winter: શિયાળામાં શરદી, ઉધરસ અને તાવમાં રાહત આપે છે આ 6 કુદરતી વસ્તુઓ

Health tips for Winter: શિયાળામાં શરદી, ઉધરસ અને તાવમાં રાહત આપે છે આ 6 કુદરતી વસ્તુઓ

આ વસ્તુઓનુ સેવન કરવાથી ઠંડીમાં નહિં થાય તાવ.

શિયાળામાં શરદી, ઉધરસ અને ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે, પરંતુ તે દર્દીને ખૂબ જ પરેશાન કરે છે. ઘણી વખત તો અસહ્ય થઈ જાય છે. નાક વહેતુ રહે છે, ગાળું ખરાબ થઈ જાય છે, કળતર થાય છે. આવા કિસ્સામાં આરામ ખૂબ જ જરૂરી બની જાય છે.

નવી દિલ્હી:  શિયાળામાં શરદી, ઉધરસ અને ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે, પરંતુ તે દર્દીને ખૂબ જ પરેશાન કરે છે. ઘણી વખત તો અસહ્ય થઈ જાય છે. નાક વહેતુ રહે છે, ગાળું ખરાબ થઈ જાય છે, કળતર થાય છે. આવા કિસ્સામાં આરામ ખૂબ જ જરૂરી બની જાય છે. આ સાથે જ લોકો શરદી ઉધરસ અને તાવથી રાહત (fight against common cold and cough in winter) મેળવવા માટે ઘરેલુ નુસખા પણ કરવા લાગે છે. તેઓ ગરમ પાણી અને સૂપ પીને રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમે શિયાળામાં જો શરદી (cold) ઉધરસ કે તાવથી બચવા માંગતા હોવ તો અહીં કેટલીક કુદરતી વસ્તુઓ અને તેના ગુણ અંગે જણાવવામાં આવ્યું છે.

આદું

શરીરમાં રહેલા કફની તકલીફને દૂર કરવા આદું ખૂબ જ અસરકારક છે. જો તમને છાતીમાં ભરાવો, નાક બંધ થવું, ઉધરસ અને કફના કારણે ગળામાં દુ:ખાવો અનુભવ થતો હોય તો આદુનું એક કપ ગરમ સૂપ અથવા પાણી પીવો. તમને ઘણી રાહત થશે.

મધ

મધ પણ શરદી ઉધરસ જેવી સમસ્યામાં રાહત આપી શકે છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી ફંગલ અને ફાઈટોન્યુટ્રીએન્ટ્સ ગુણ હોય છે. મધ ફ્લેવોનોઇડ્સ અને પોલિફિનોલ્સ શરીરમાં હાજર મુક્ત કણોને શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ તરીકે નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક કોશિકાઓને નુકસાનથી પણ બચાવે છે. જેથી રોગપ્રતિકારક શક્તિ માટે મધને રામબાણનો દરજ્જો આપવામાં આવે છે. 2018માં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ડ કેર એક્સેલન્સે એન્ટિબાયોટિક્સમાં ઉધરસની સારવાર માટે મધના ઉપયોગની ભલામણ કરી હતી.

આ પણ વાંચો:  HBD Raveena Tandon: 47ની ઉંમરે પણ ન્યૂ કમર અભિનેત્રીઓને આપે છે ટક્કર

લસણ

લસણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તેના એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટિઓક્સિડન્ટ્સ શરીરને શરદી, ઉધરસ અને છાતીના ઇન્ફેક્શન બચાવવામાં મદદ કરે છે. લસણ ખાવાના ઘણા ફાયદા છે. લસણ શ્વસન રોગોને શરીર પર હાવી થવા દેતું નથી અને ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓને અટકાવે છે. લસણમાં જોવા મળતું તેલ શ્વસન માર્ગની સમસ્યાને દૂર કરે છે.

દહીં

આમ તો શરદી ઉધરસમાં દહીં ખાવું યોગ્ય માનવામાં આવતું નથી. પણ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, દહીં સામાન્ય શરદીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. નેશનલ ડેરી કાઉન્સિલના ન્યુટ્રિશન રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ મિકી રુબિન કહે છે કે, દહીં અંગે એવા ઘણા સંશોધનો દાવો કરે છે કે, દહીં શરદીના લક્ષણોને ઘટાડી શકે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ લેબમાં તૈયાર કર્યું નવું ‘Mini Brain’, ડિમેન્શિયા અને લકવાની સારવાર સરળ થશે

ઓટ્સ

ઓટ્સ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે શરદી, ઉધરસ અને તાવની સ્થિતિમાં શરીર ઝડપથી રિકવર થઈ શકે છે. ઓટ્સ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તેમાં રહેલા પોષકતત્ત્વો શરીરને તંદુરસ્ત બનાવે છે.

આ પણ વાંચો: Tourist Places for winter: શિયાળામાં ફરવા માટે બેસ્ટ છે ઉત્તર ભારતના આ પ્રવાસન સ્થળ

મશરૂમ

ઓસ્ટ્સને જેમ મશરૂમ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મશરૂમના કારણે શરીર રોગથી બચી શકે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. શરદી અને ઉધરસમાં રાહત માટે મશરૂનો ઉપયોગ થઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Health care, Health Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन