National Simplicity Day 2021: જાણો તેનો ઈતિહાસ અને તેનું મહત્વ, શા માટે આ થાય છે આ દિવસની ઊજવણી

(તસવીર: Shutterstock)

દર વર્ષની જેમ આ વર્ષે પણ બેક ટુ બેઝિક દ્રષ્ટિકોણને હાઈલાઈટ કરવા માટે વિશ્વ સાદગી દિવસની ઊજવણી કરવામાં આવે છે. 12 જુલાઈના રોજ રાષ્ટ્રીય સાદગી દિવસ ઊજવવામાં આવે છે, હેન્રી ડેવિડ થોરોની જન્મજયંતિ પર સમગ્ર વિશ્વમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

  • Share this:
દર વર્ષની જેમ આ વર્ષે પણ બેક ટુ બેઝિક દ્રષ્ટિકોણને હાઈલાઈટ કરવા માટે વિશ્વ સાદગી દિવસની ઊજવણી કરવામાં આવે છે. 12 જુલાઈના રોજ રાષ્ટ્રીય સાદગી દિવસ ઊજવવામાં આવે છે, હેન્રી ડેવિડ થોરોની જન્મજયંતિ પર સમગ્ર વિશ્વમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. થોરો બિઝી જીવનના કોમપ્લીકેશન્સથી દૂર પ્રાકૃતિક વાતાવરણમાં ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હતા.

વર્ષ 1817માં અમેરિકાના મેસ્સેચ્યુસેટ્સના કોનકોર્ડમાં હેન્રી ડેવિડ થોરોનો જન્મ થયો હતો. તેઓ એક અમેરિકન લેખક, એન્વાયરોમેન્ટાલીસ્ટ, ફિલોસોફર, નેચરાલીસ્ટ, કવિ, ઈતિહાસકાર, સર્વેયર હતા. તેઓ પોતાની ઉત્કૃષ્ટ કૃતિ ‘વાલ્ડેન’ માટે પ્રચલિત છે. તેમણે 1845માં વાલ્ડેન પોન્ડમાં બે વર્ષનો પ્રવાસ કર્યો હતો.

હેન્રી ડેવિડ જીવનની વ્યસ્તતાથી દૂર જંગલમાં રહ્યા હતા તે અંગે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે જીવનની વ્યસ્તતાથી દૂર ટેકનોલોજી અને મોડર્ન લાઈફ વગર જીવન જીવી શકાય છે.

વિશ્વ સાદગી દિવસ: ઈતિહાસ અને મહત્વ

રાષ્ટ્રીય સાદગી દિવસ હેન્રી ડેવિડ થોરોના જીવન કાર્યને માન્યતા આપે છે. તેમણે સાદગી ભર્યું જીવન જીવવા માટે અને આપણને પરેશાન કરતી જીવનની વ્યસ્તતાને દૂર કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.

આ પણ વાંચો: Health Tips : પુરુષોએ આ 7 સુપરફૂડ્સ ખાવા જોઈએ, સેક્સ ડ્રાઇવ વધારવાથી લઈ ઘણા છે ફાયદા

મનુષ્યના જીવનને તણાવમુક્ત કરવા તથા જીવનને સરળ અને સાદગીભર્યું બનાવવા માટે આ દિવસને ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મનુષ્ય પોતાને સમય આપી શકે તે માટે ટેકનોલોજીની પકડમાંથી મુકત કરવા પર વધુ ભાર આપે છે. જેથી મનુષ્ય પોતાની સાથે ખૂબ જ સારી રીતે જોડાઈ શકે.
થોરોએ તેમના પુસ્તક ‘વાલ્ડેન’માં સાદગી વિશે જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે તમારા કામને વધવા ન દેશો, તમારા તમામ કામના એકાઉન્ટનો હિસાબ રાખો.

આ પણ વાંચો: તેજ દિમાગ માટે આજે જ બદલો આ આદતો, નહીં તો થઇ શકે છે ખરાબ અસર

તેમણે વધુમાં જણાવ્યું કે, “જો તમે તમારા જીવનને સરળ બનાવો છો તો, બ્રહ્માંડના નિયમો પણ સરળ બની જાય છે.” હેન્રી ડેવિડ થોરોની જન્મજયંતિ પર તેમના સરળ જીવનની વાત રજૂ કરવામાં આવી છે. જરૂર વગરનો તણાવ લઈને તમારા જીવનને જટિલ ન બનાવશો. સાદગીભર્યું જીવન જીવો, સંતુષ્ટ રહો અને ખુશ રહો. જીવનમાં એવી બાબતો વિશે જાણવાની કોશિશ કરો જેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે વસ્તુઓ જરૂરી નથી તેની ખરીદી કરવી નહીં.
Published by:kuldipsinh barot
First published: