Home /News /lifestyle /National Pollution Control Day 2021: પ્રદૂષણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા ખાઓ આ anti-pollution foods

National Pollution Control Day 2021: પ્રદૂષણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા ખાઓ આ anti-pollution foods

આદુ તમને વાયુમાર્ગમાંથી પ્રદૂષકોને દૂર કરવા અને ફેફસાની બળતરા ઘટાડવા માટે મદદ કરે છે. (Image- shutterstock)

National Pollution Control Day 2021: વિશ્વભરમાં દસમાંથી નવ લોકો ચોખ્ખી હવા શ્વાસમાં નથી ભરતા અને પરિણામે લાંબા ગાળે શ્વસન સંબંધી વિકૃતિઓ, ફેફસાના કેન્સર, મગજ અને કિડનીને નુક્શાન તથા હૃદય રોગના જોખમોનો સામનો કરવો પડે છે.

National Pollution Control Day: આ દિવસ 2જી ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલ ગેસ દુર્ઘટના દરમિયાન જીવન ગુમાવનારા લોકોને યાદ કરવા માટે મનાવવામાં આ છે. આ દિવસે વાયુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃતિ લાવવામાં આવે છે. દુઃખની વાત છે કે, વિશ્વભરમાં દસમાંથી નવ લોકો ચોખ્ખી હવા શ્વાસમાં ભરતા નથી અને પરિણામે લાંબા ગાળે શ્વસન સંબંધી વિકૃતિઓ, ફેફસાના કેન્સર, મગજ અને કિડનીને નુકસાન તથા હૃદય રોગના જોખમોનો સામનો કરવો પડે છે.

દર વર્ષે આ સમયગાળા દરમિયાન (શિયાળાની શરૂઆત) ખાસ કરીને ભારતના ઉત્તરીય ભાગો ગંભીર પ્રદૂષણની પકડમાં હોય છે. ત્યાંના લોકોને તેમના રોજિંદા કામો, જેમ કે, ઑફિસ જવું અને આવવું, સાંજે બહાર નીકળવું, વગેરે કામો કરવા માટે પણ જોખમ ખેડવું પડે છે. અત્યારે ભારતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. એ સાથે જીવનશૈલીમાં પણ બદલાવની જરૂર છે.

અમુક પ્રકારનો ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને પ્રદૂષણની અસર ઘટાડવામાં મદદ મળી શકે છે. ઉદાહરણ તરીકે, વિટામિન્સ, ઓમેગા ફેટી એસિડ્સથી ભરપૂર ખોરાક અથવા આદુ, હળદર, તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી એક વનસ્પતિ, તુલસી, લવિંગ, તજ જેવા જડીબુટ્ટીઓ અને મસાલાઓ સહિત તમને પ્રદૂષણની હાનિકારક અસરો સામે લડવામાં મદદ કરી શકે છે. બીજી તરફ પ્રોસેસ્ડ અને ખાંડ યુક્ત ખોરાક શરીરમાં બળતરા વધારી શકે છે જેથી તેનાથી બચવું જોઈએ.

અહીં અમુક પ્રકારના ખોરાકની વાત કરી છે જે તમને વાયુ પ્રદૂષણ અને સ્મોગ સામે લડવા માટે મદદ કરશે. આ સૂચનો દિલ્હીની હોસ્પિટલ અપોલો સ્પેક્ટ્રાના એમબીબીએસ એમડી મેડિસિન, કન્સલટન્ટ ડો. વિપુલ રસ્તોગીએ આપ્યા છે.

વિટામીન C: જો દિલ્હી એનસીઆરમાં શિયાળો તેની ચરમ પર આવી ગયો હોય ત્યારે નારંગી જેવા સાઇટ્રસ ફળો લેવા જોઈએ. ત્યારે તે ફળોની પણ મોસમ હોય છે. આ ફળો તમને બળતરા અને એલર્જીક રિસ્પોન્સ ઘટાડવામાં મદદ કરે છે.

વિટામિન Eથી ભરપૂર ખોરાકઃ ઓલિવ તેલ, સૂર્યમુખીના બીજ, બદામ, હેઝલનટ્સ, એવોકાડો વિટામિન Eથી ભરપૂર છે અને હવાના પ્રદૂષણ સામે ખૂબ જ જરૂરી રક્ષણ આપે છે.

આ પણ વાંચો: શિયાળામાં ત્વચાની દેખભાળ માટે કરો માખણનો ઉપયોગ, આ ગુણકારી તત્વોથી થશે અઢળક ફાયદા

ઓમેગા ફેટી એસિડ્સ: વિવિધ અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે ઓમેગા-ફેટી એસિડ્સ ધરાવતો ખોરાક હવાના પ્રદૂષણને કારણે બળતરા અને ઓક્સિડેટીવ તણાવને પણ ઘટાડી શકે છે. અખરોટ, ફ્લેક્સસીડ્સ, ચિયા સીડ્સ અને સૅલ્મોન ખાઓ.

વિટામિન A: ગાજર, શક્કરીયા, જરદાળું વગેરે વિટામિન Aથી ભરપૂર ખાદ્ય ખાવા જોઈએ.

* સફરજનમાં ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે જે વાયુ પ્રદૂષણને કારણે હવાના માર્ગમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. પાઈનેપલમાં એન્ઝાઇમ હોય છે જે વાયુમાર્ગના સોજાને ઘટાડે છે અને તમને ઉધરસની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: 12 વર્ષથી તીવ્ર માઈગ્રેનથી પીડાતા હતા 60 વર્ષીય વૃદ્ધ, ફક્ત ત્રણ મહિનામાં સાજા થયા! જાણો કઈ રીતે?

* આદુ તમને વાયુમાર્ગમાંથી પ્રદૂષકોને દૂર કરવા અને ફેફસાની બળતરા ઘટાડવા માટે મદદ કરે છે.
First published:

Tags: Health Tips, Healthy Foods, Life Style News, પ્રદુષણ