નેશનલ ડૉકટર્સ ડે 2021: કોરોના મહામારીમાં ડૉકટરોએ વેતનથી લઈને અનેક સમસ્યાનો કર્યો સામનો

(Representational Photo: Shutterstock)

  • Share this:
ભારતમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉકટર દિવસ મનાવવામાં આવે છે. મેડીકલ સ્ટાફ એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના વાયરસને અંકુશમાં લાવવા માટે મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. ડોક્ટર્સ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં ડૉકટરો સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે.

અનેક ડૉકટરોએ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઘણી મેડીકલ ફેસિલિટીઝ વિના કામ કર્યું છે. દર્દીઓના પરિવાર તરફથી ડૉકટરો પર અનેક વાર શારીરિક હુમલાના પણ કેસ સામે આવ્યા છે. ડૉકટરોએ આ મહામારી દરમિયાન કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અહીં તેની જાણકારી આપવામાં આવી છે.

મેડીકલ સુવિધાનો અભાવ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન જે દર્દીઓમાં કોરોનાની ગંભીર અસર હતી, તે લોકોને ઓક્સિજનનો યોગ્ય જથ્થો ન મળતા ડૉકટરોનો આત્મવિશ્વાસ પણ ઓછો જોવા મળ્યો હતો. દિલ્હીની અનેક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનના જથ્થા માટે હોસ્પિટલોએ હાઈકોર્ટમાં જવું પડ્યું હતું,

ડૉકટરો પર હુમલો

IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને મેડીકલ સ્ટાફ માટે સુરક્ષાપૂર્ણ વાતાવરણ માટે વ્યક્તિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી, જેથી તેઓ કોઈપણ પ્રકારના ડર વગર કામ કરી શકે. આસામના હોજાઈમાં ઓક્સિજનની કમીના કારણે એક દર્દીનું મોત થતા દર્દીના પરિવારજનોએ હુમલો કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.

રસી અંગે ખોટી માહિતી

કોરોના મહામારી પર અંકુશ લગાવવા માટે વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ અનેક લોકો ખોટી માહિતીને કારણે કોવિડ રસી લેવાની મનાઈ કરી રહ્યા છે. IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે કેટલોક લોકો કોવિડ રસી અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ખોટી માહિતી ફેલાવતા લોકોને એપિડેમિક ડિસીઝ એક્ટ 1897, IPC એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ તેમને સજા કરવી જોઈએ.

પગાર

દર્દીઓની ગંભીર પરિસ્થિતિ હોવા છતા કોરોનાના દર્દીઓને બચાવવા માટે ખૂબ જ મહેનત અને લાગણી હોવા છતાં ડૉકટરોને ઓછુ વેતન મળી રહ્યું છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે કોવિડ હોસ્પિટલમાં ઈન્ટર્ન, MBBSના ફાઈનલ યર, નર્સિંગના વિદ્યાર્થીઓ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉકટરોને શામેલ કરવામાં આવશે.

જોકે, નવા ભરતી કરેલ સ્ટાફ માટે વેતન નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગના વિદ્યાર્થીઓ, કોન્ટ્રાક્ચ્યુઅલ લેબોરેટરી સ્ટાફ અને GNM ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને માસિક રૂ. 1,500 વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સરકારે આટલું ઓછુ વેતન નક્કી કરતા લોકોએ સરકારના આ નિર્ણયની ખૂબ જ ટીકા કરતા સરકારે વેતનમાં વધારો કર્યો હતો. MBBSના ચોથા અને પાંચમાં વર્ષના વિદ્યાર્થીઓ, સિનિયર ડૉકટર અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉકટરને માસિક રૂ. 10,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. BSc અને MSc ત્રીજા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓને રૂ. 6,000 તથા કોન્ટ્રાક્ચ્યુલ લેબ સ્ટાફ અને GNM વિદ્યાર્થીઓને માસિક રૂ. 5,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
First published: