National Doctor’s Day 2020: આ મહામારીના સમયમાં કોરોના વોરિયર્સને કહીએ- Thank You Doctor

National Doctor’s Day 2020: આ મહામારીના સમયમાં કોરોના વોરિયર્સને કહીએ- Thank You Doctor
કોરોના મહામારીની વિરુદ્ધ આપણા ડૉક્ટર્સ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે

કોરોના મહામારીની વિરુદ્ધ આપણા ડૉક્ટર્સ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે

  • Share this:
    નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctor's Day/ Happy National Doctor's Day 2020):ડૉક્ટર્સને હંમેશાથી ભગવાનનો દરજ્જો આપવામાં આવતો રહ્યો છે. આવું એટલા માટે પણ છે કારણ કે તેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરે છે. કોરોના કાળમાં ડૉક્ટર્સ જે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી છે તે હંમેશા યાદ રાખવા યોગ્ય છે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctor's Day) છે.

    આ વર્ષે ડૉકટર્સ ડે (Doctor's Day) ઘણી રીતે મહત્ત્વનો છે કારણ કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ડૉક્ટર્સ કોરોના મહામારી (Coronavirus Pandemic)ની વિરુદ્ધ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે.





    આ મુશ્કેલ સમયમાં જ્યારે આપણે સૌ અનલૉક- 2.0માં તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યા છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા છીએ જેથી આપણે ખુદને સંક્રમણથી બચાવી શકીએ અને સંક્રમણને ફેલાવાથી રોકી શકીએ.

    આ પણ વાંચો, એક જ ખાડામાં ફેંકી દીધા 8 કોરોના પીડિતોના શબ, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ


    બીજી તરફ, ડૉક્ટર્સ હાલમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓની સારવાર કરી રહ્યા છે ઉપરાંત તેમને નવું જીવન પણ આપી રહ્યા છે. દેશમાં હાલમાં ધરતી પર ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે એવા ડૉક્ટર્સની સેવા ભાવનાના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

    આ પણ વાંચો, મેથી સમજીને બનાવ્યું ગાંજાનું શાક! તેને ખાઈને પરિવારના 6 સભ્યોની તબિયત લથડી

    પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી આ ડૉક્ટર્સ બીજાઓની સેવામાં પોતાનું સઘળું હોમી રહ્યા છે. એવામાં આપણે સૌ આપણા કોરોના વોરિયર્સ- ડૉક્ટર્સને ખાસ અંદાજમાં તેમની સેવાઓ માટે શુભેચ્છાઓ આપી શકો છો અને કહી શકો છો કો Thank You Doctor…
    First published:July 01, 2020, 15:19 pm

    टॉप स्टोरीज