નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

News18 Gujarati
Updated: September 25, 2019, 9:35 AM IST
નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ
ડાયમંડ અને રાઝ કૉમિક્સના એ સમયમાં લોકો પુસ્તકોની દુનિયામાં રહેતા હતા. આજે નેશનલ કૉમિક બુક ડે પર એવા જ 6 કૉમિક પાત્રોને આવો યાદ કરીએ.

ડાયમંડ અને રાઝ કૉમિક્સના એ સમયમાં લોકો પુસ્તકોની દુનિયામાં રહેતા હતા. આજે નેશનલ કૉમિક બુક ડે પર એવા જ 6 કૉમિક પાત્રોને આવો યાદ કરીએ.

  • Share this:
ચાચા ચૌધરી, સાબૂ, નાગરાજ, પિંકી, બિલ્લૂ, સુપર કમાંડો ધ્રુવ, તેનાલી રામ જેવા કૉમિક પાત્રો હતા, જેને આજે પણ લોકો યાદ કરે છે. નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ.. આવો વિસ્તારથી જાણીએ આ પાત્રો વિષે...

સોશિયલ મીડિયાના આ યુગમાં ભલે કૉમિક્સ વાંચવામાં રસ ન હોય પરંતુ બે દસકા પહેલાં ચાચા ચૌધરી, સાબૂ, નાગરાજ, પિંકી, બિલ્લૂ, સુપર કમાંડો ધ્રુવ, તેનાલી રામ જેવા કૉમિક પાત્રો હતા, જેને આજે પણ લોકો યાદ કરે છે. ડાયમંડ અને રાઝ કૉમિક્સના એ સમયમાં લોકો પુસ્તકોની દુનિયામાં રહેતા હતા. આજે નેશનલ કૉમિક બુક ડે પર એવા જ 6 કૉમિક પાત્રોને આવો યાદ કરીએ.

ચાચા ચૌધરી અને સાબૂ

બાળપણમાં આપણે આ કૉમિક વાંચતા તો તેમાં જ ખોવાઈ જતા હતા. કૉમિકમાં લખ્યું હતું કે 'ચાચા ચૌધરીનું મગજ કમ્પ્યૂટર કરતા પણ વધારે તેજ હતું.' તેમાં પણ તાકાત વાળા કામ માટે ચાચાડી પાસે સાબૂ ઉપસ્થિત હતો. તે ઘણો શક્તિશાળી અને દુશ્મનોને સાફ કરી નાખતો.

નાગરાજ
નાગરાજ દેશી કૉમિક્સના સૌથી લોકપ્રિય અને શક્તિશાળી સુપરહીરોમાંથી એક છે. જે રીતે શક્તિમાન દરેક બાળકોનો પ્રિય સુપરહીરો હતો, તે જ રીતે નાગરાજ કૉમિક્સની દુનિયાનો પહેલા સુપરહીરો હતો. લગભગ 25 વર્ષ પહેલા નાગરાજને એક સુપરહીરો તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. નાગરાજ પાસે ઘણાં પ્રકારની શક્તિઓ હતી. તે એક કાલ્પનિક શહેરમાં રહેતો હતો અને ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો.પિંકી
ડાયમંડ કૉમિક્સ દ્વારા બનાવોયેલી અને લોકપ્રિય પાત્ર હતી પિંકી. પિંકીને કોમ ભૂલી શકે જેના કારણે તેના પાડોશીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો. પિંકી બુદ્ધિમાન પણ નહોતી અને તેની પાસે કોઈ સુપર પાવર પણ નહોતો. તેમ છતાં બાળકો તેને ઘણું પસંદ કરતા.

બિલ્લૂ
પ્રાણ કુમાર સર્મા દ્વારા બનાવાયેલી 'બિલ્લૂ' ડાયમંડ કૉમિક્સના સૌથી જૂના પાત્રોમાંથી એક છે. બિલ્લૂના શ્વાન 'મોતી'ને પણ બાળકો ખૂબ રસંદ કરતા. બિલ્લૂની આંખો પર હંમેશા તેના વાળ પડેલા રહેતા.

તૈનાલી રામન
તૈનાલી રામ પણ કૉમિક્સની દુનિયાનું ખૂબ જ પ્રિય પાત્ર હતું. આ તે સમયે અલગ અલગ ભાષાઓમાં પ્રકાશિત થઈ હતી. તૈનાલી રામની કૉમિક્સ 'અમર ચિત્ર કથા' દ્વારા પ્રકાશિત કરાયી હતી. તે પોતાના તેજ મગજથી સૌને પછાડી દેતો. આ પાત્ર બાળકોની વચ્ચે સુપરહીરો તરીકે ઓળખાતો.

ડોગા
જે તમે હિન્દી કૉમિક વાંચશો તો 'ડોગા' વિષે તો ચોક્કસતી જાણતા હશો. ડોગાએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી હતી. અન્ય સુપરહીરોનીની જેમ ડોગા કોઈ કાલ્પનિક શહેરમાં નહીં પણ મુંબઈમાં રહેતો. જ્યારે પણ કોઈ ડોગાને હેરાન કરતું તો તે વિકરાળ રૂપ ધારણ કરી લેતો.

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

આ પણ વાંચો-  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો
First published: September 25, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading