અકસ્માતનનો ભોગ બનનાર માટે નસીરુદ્દીન શાહ આગળ આવ્યા, તમે ક્યારે આવશો?

News18 Gujarati
Updated: June 14, 2019, 2:55 PM IST
અકસ્માતનનો ભોગ બનનાર માટે નસીરુદ્દીન શાહ આગળ આવ્યા, તમે ક્યારે આવશો?
નસીરૂદ્દીન શાહની ફાઇલ તસવીર

માર્ગ અકસ્માતના શિકાર બનેલાઓની મદદ માટે નસીરુદ્દીન શાહ આગળ આવે છે!! તમે પહેલ ક્યારે કરશો?

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  દુનિયા બહુ ઝડપથી વિકસી રહી છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં મોટાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે, આ સાથે જ માનવી પોતાનાં હાર્દસમા મૂલ્યો અને માનવતા પણ એટલી જ ઝડપથી ખોઈ રહ્યો છે. આપણે કોઈ માર્ગ અકસ્માતના સાક્ષી બનીએ છીએ ત્યારે આપણી આ અસંવેદનશીલતાનો બોલતો પુરાવો અકસ્માતમાં મૃત્યુ પામેલા અથવા તેનો ભોગ બનેલા અસહાય લોકો પ્રત્યેની આપણી પ્રતિક્રિયાંમાં સ્પષ્ટપણે સામે આવે છે.દુનિયા બહુ ઝડપથી વિકસી રહી છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં મોટાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે, આ સાથે જ માનવી પોતાનાં હાર્દસમા મૂલ્યો અને માનવતા પણ એટલી જ ઝડપથી ખોઈ રહ્યો છે. આપણે કોઈ માર્ગ અકસ્માતના સાક્ષી બનીએ છીએ ત્યારે આપણી આ અસંવેદનશીલતાનો બોલતો પુરાવો અકસ્માતમાં મૃત્યુ પામેલા અથવા તેનો ભોગ બનેલા અસહાય લોકો પ્રત્યેની આપણી પ્રતિક્રિયાંમાં સ્પષ્ટપણે સામે આવે છે.

અકસ્માત થાય ત્યારે મોટા ભાગના લોકો અકસ્માતનો ભોગ બનેલાઓની ચિંતા કરવાને બદલે કઈપણ કર્યા વિના માત્ર કુતુહલતાપૂર્વક જોયા કરતા હોય છે. આનાથી પણ બદતર એ લોકો છે જેઓ મદદ કરવાને બદલે પોતાનો સ્માર્ટ ફોન કાઢી ગમખ્વાર અકસ્માતના ફોટો અને વિડિયો પાડી સૉશિયલ મિડિયા પર એપલૉડ કરે છે. ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં કે પછી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવાના કોઈપણ પ્રયાસ હાથ ધરવામાં આવતા નથી.
અકસ્માતની પહેલી 60 મિનિટોમાં જીવ બચાવવાના શ્રેષ્ઠ માર્ગો વિશે લોકોને શિક્ષણ આપીને આ બધું બદલી શકાય છે. શ્રેષ્ઠ અભિનેતાઓ અને દિગ્દર્શકોમાંના એક એવા નસીરુદ્દીન શાહે આ પહેલને પોતાનો અવાજ અને ટેકો આપ્યો છે. ભારતમાં દર કલાકે આશરે 18 જેટલા માર્ગ અકસ્માત થાય છે. નસીરુદ્દીન શાહ આવી ઘટનાઓ દરમિયાન નાગરિકોને વધુ સહાનુભૂતિપૂર્વક પ્રતિસાદ આપવા તથા ધ ગોલ્ડન અવર (સુવર્ણ કલાક) દરમિયાન જીવન બચાવવા વિનંતી કરે છે

સુવર્ણ કલાક (ધ ગોલ્ડન અવર)
જાણવા જેવી પહેલી સૌથી મહત્ત્વની બાબત એટલે – અકસ્માત થયાના એક કલાકનો સમય ધ ગોલ્ડન અવર અર્થાત સુવર્ણ કલાક તરીકે ઓળખાય છે અને આ એક કલકા દરમિયાન અકસ્માતનો ભોગ બનેલાને યોગ્ય પ્રાથમિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે.
શરૂઆતની કેટલીક કટોકટી ભરી મિનિટોમાં મદદે આવનારી પ્રથમ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી મદદ ન માત્ર જીવ બતાવી શકે છે બલકે ઈજાની તીવ્રતાને પણ હળવી કરી શકે છે.

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની મદદ કરવામાં લોકો શા માટે ગભરાય છે
• એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને સુરક્ષિત રાખવા માટેની પ્રકિયાને અનુસરવું એ વિશે તેઓ અજાણ હોય છે. અકસ્માતનો ભોગ બનેલાની સ્થિતિ બદલવી કે નહીં અથવા તેના શરીરને વધુ નુકસાન ન થાય એ રીતે તેને બહાર કઈ રીતે કાઢવી વગેરે જેવી બાબતો વિશે આવી કટોકટીની ક્ષણમાં શું કરવું એ અંગેની નિષ્ણાંત જાણકારીના અભાવે  આગળ આવીને મદદ કરતા લોકો ગભરાય. છે.
• પોલીસ કેસમાં અટવાઈ જવાના અને હૉસ્પિટલ અને પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાવાના ભયે પણ લોકો આગળ આવતા નથી.
• પોલીસ દ્વારા સતામણી અને વ્યક્તિગત સમયનો બિનજરૂરી વેડફાટ અને તેના કારણે કામમાં ઊભા થતા અંતરાયોનો ભય. આનાથી વિપરિત, દિલ્હીમાં અકસ્માતના ભોગ બનેલાઓની મદદ કરનાર કોઈપણ વ્યક્તિને સરકાર ઈનામ સ્વરૂપે રોકડ રૂપિયા 2000 અને પ્રશસ્તિ-પત્ર આપે છે.
• પોલીસ તપાસનો સામનો કરવો અને અહેવાલો આપવા તથા સાક્ષી તરીકેના નિવેદનો નોંધાવવા.
• અકસ્માતના મામલા બાદ નિશ્ચિતપણે આવતી કાયદાકીય તકલીફોમાં સંડોવાવું
માર્ગ અકસ્માતની પહેલી 60 મિનિટોમાં જીવ કેવી રીતે બચાવવા
• 108 ડાયલ કરી એમ્બ્યુલન્સનો બોલાવો
• અકસ્માત જો શહેરની મર્યાદામાં હોય તો એ પછી 100 પર ફોન કરી પોલીસને જાણ કરો
• 1033 ડાયલ કરો. નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ રાષ્ટ્રીય ધોરી માર્ગ (નેશનલ હાઈવે) પર અકસ્માત અથવા અન્ય કોઈ કટોકટી અંગે લોકો માટે 24*7 ની અનોખી ટૉલ-ફ્રી હૅલ્પલાઈન “1033”  શરુ કરી છે. આ નંબર પર ફોન કરો અને મદદની રાહ જુઓ https://ihmcl.com/24x7-national-highways-helpline-1033/
• અકસ્માતનો ભોગ બનેલાના મોબાઈલ ફોનની કૉન્ટેક્ટ યાદીમાંથી તેના પરિવારના સભ્યોનાં નામ-નંબર શોધી તેમને જાણકારી આપો. ફોનની સ્ક્રીન લૉક હોય તો પણ ઈન કેસ ઑફ ઈમરજન્સી (આઈસીઈ) કૉન્ટેક્ટ નંબર્સ ફોનની હૉમ સ્ક્રીન પર જોઈ શકાય છે.
• અકસ્માતના સ્થળે એકઠી થયેલી ભીડને શાંત પાડો અને તેમને પાછળ હટાવો જેથી અકસ્માતનો ભોગ બનેલાઓ સુધી હવા અને ઑક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચી શકે.
• આવતાં-જતાં વાહનો થોભી જાય અને ટ્રાફિક જામનું કારણ ન બને એ માટે ઘટનાસ્થળે ઊભેલા લોકોમાંના કેટલાકને વાહનો થોભે નહીં એ કામની જવાબદારી સોંપો.
• એમ્બ્યુલન્સ ઝડપથી પહોંચી શકે એ માટે જમણી તરફની લેન ટ્રાફિકથી મુક્ત હોય એની તકેદારી રાખો. પસાર થતાં દરેક વાહનચાલકને વાહનને ધીમું પાડ્યા વિના ડાબી લેન તરફ જવા કહો.
• અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિએ હેલમેટ પહેર્યું હોય તો માથાને ઝટકો આપ્યા વિના હળવેકથી હેલમેટની પટ્ટીને ઢીલી કરો અથવા હેલમેટ કાઢી નાખો
• અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના ગળા, છાતી અને કમરની આસપાસના કપડાં ઢીલાં કરો. પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી એ તમે બરાબર જાણતા હો તો જ આ સારવાર આપવાનો પ્રયાસ કરવો. અન્યથા, તબીબી અથવા અન્ય વ્યાવસાયિક મદદ આવે ત્યાં સુધી રાહ જુઓ.
• અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના ઘામાંથી લોહી નીકળતું હોય તો સૌથી પહેલા એ તપાસો કે ઘામાં કશુંક ખૂંચેલું કે ખૂંપેલું છે. આવું કંઈ હોય તો તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવો નહીં કેમ કે, આવું કરવાથી રક્તવાહિની તથા જ્ઞાનતંતુઓને વધુ નુકસાન થઈ શકે છે અને પરિણામે વધુ પડતું લોહી વહી જવાની શક્યતા રહે છે.
• લોહી વહેતું રોકવા માટે લોહી નીકળતા ઘાની બરાબર ઉપર સાફ કપડું બાંધવાનો પ્રયાસ કરો
• હાથ કે પગમાંથી લોહી વહી રહ્યું હોય તો, લોહી વહેતું અટકાવવા માટે હાથ કે પગને ઊંચા કરો
• અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હોય અથવા તે ઊલટી કરી રહી હોય, તો તેને પડખાભેર સુવડાવો જેથી તેનો શ્વાસ રુંધાય નહીં.
• ઘાની બંને બાજુએ હળવું જોર આપો અને ઘાની બંને બાજુ પરની ચામડીને ઘાની નજીક લાવી ઘાનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કરો. આના કારણે રક્તસ્રાવ ઘટશે અને વધુ પડતું લોહી વહી જવાને કારણે વ્યક્તિનું મોત થવાની શક્યતા ઘટી શકે છે.
• વ્યક્તિને વધુ પડતી ઈજા થઈ હોય અને મદદ માટે કોઈ આગળ આવી રહ્યું ન હોય અથવા મદદ પહોંચવામાં વાર લાગી શકે એમ હોય, તો અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને નજીકની હૉસ્પિટલ સુધી તાકીદે પહોંચાડવાનો પ્રયાસ કરો, જેથી ગોલ્ડન અવર દરમિયાન તેને સારવાર મળી શકે અને યોગ્ય વાતાવરણમાં તેની સ્થિતિને સ્થિર કરવાનો પ્રયાસ હાથ ધરી શકાય.નિષ્કર્ષ
ભય અને બેપરવાઈની લાગણીને તમારામાંના જવાબદાર નાગરિક અને સારી વ્યક્તિ (ગુડ સમરટિયન) પર હાવી ન થવા દો. રાષ્ટ્રપતિ કોવિંદે 2016માં ગુડ સમરટિયન ખરડાને મંજૂરી આપી છે અને સુપ્રીમ કોર્ટે ગુડ સમરટિયન કાયદો પસાર કર્યો છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની મદદ કરનારા નાગરિકોની કાયદાકીય તકલીફો અને સતામણીથી આ કાયદો રક્ષણ કરે છે.
તમારામાંની માનવતા અને અંદરના હીરોને બહાર આવી અકસ્માતનો ભોગ બનેલાઓની મદદ કરવા તથા અકસ્માતમાં થતાં મોતની સંખ્યા ઘટાડવાના પ્રયાસમાં લગાડો.
આ પહેલને નેટવર્ક 18 અને ડિયેગોનો ટેકો છે. જાગરુત બનવા માટે અને સમાજમાં પરિવર્તનની લહેર લાવવા માટેની યોગ્ય બાબતો વિશે જાણવા માટે આ વિડિયો જુઓ.https://drive.google.com/file/d/1wHLwyCAVFmA06AgLjY8nlx8JdMekoEeT/view?usp=sharing
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading