Home /News /lifestyle /આ ટિપ્સ ફોલો કરશો તો નખ મસ્ત લાંબા થશે અને તૂટશે પણ નહીં, કામ
આ ટિપ્સ ફોલો કરશો તો નખ મસ્ત લાંબા થશે અને તૂટશે પણ નહીં, કામ
લાંબા નખ મસ્ત લાગે છે.
Nail care: નખ લાંબા હોય તો હાથની સુંદરતામાં વઘારો થાય છે. મોટાભાગની છોકરીઓને લાંબા નખનો શોખ હોય છે. પરંતુ નખ થોડા વધે અને તૂટી જતા હોય છે. આમ તમારી સાથે પણ આવું થાય છે તો આ ટિપ્સ ફોલો કરો.
Nail care: છોકરીઓને નખ વધારવાનો શોખ હોય છે. નખ હાથની સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ મોટાભાગની છોકરીઓની ફરિયાદ હોય છે કે નખ વઘે ત્યારે તૂટી જાય છે. આ સાથે જ શેપ આપતી વખતે પ્રોપર રીતે થતા નથી. આ માટે નખની પ્રોપર કેર કરવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો સ્કિન અને હેલ્થની કાળજી રાખતા હોય છે. નખની કેર બહુ ઓછા લોકો કરતા હોય છે. આમ, તમે પણ નખને સુંદર અને લાંબા કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો જાણો આ વિશે તમે પણ..
લીંબુનો ઉપયોગ કરો
તમારા નખ વારંવાર તૂટી જાય છે અને સાથે પીળા પણ પડી ગયા છે તો તમે લીંબુનો ઉપયોગ કરો. લીંબુના રસથી તમારા નખ ફટાફટ વધે છે અને સાથે જલદી તૂટતા પણ નથી. લીંબુમાં વિટામીન સી સારું હોય છે જે નખ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે એક લીંબુ લો અને એને વચ્ચેથી કટ કરી લો. પછી આ અડધા લીંબુને નખ પર 5 મિનિટ સુધી ઘસો. આ ઉપાય તમારે સતત 15 દિવસ સુધી કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી નખ તૂટશે નહીં અને સાથે નખ પરની પીળાશ પણ દૂર થઇ જશે.
દર સાત દિવસે શેપ આપતા રહો
મોટાભાગનાં લોકો નખ થોડા લાંબા થાય ત્યારે શેપ આપતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આમ કરવાથી નખ તૂટી જાય છે. આ માટે હંમેશા નખને શેપ આપતા રહો. આમ કરવાથી નખ મસ્ત પ્રોપર શેપમાં ધશે અને તૂટશે પણ નહીં .
સરસિયાના તેલથી મસાજ કરો
તમને નખ વધારવાનો શોખ છે અને વારંવાર તૂટી જાય છે તો તમે સરસિયાનું તેલ લો અને એને ગરમ કરી લો. પછી આ તેલથી દરેક નખ પર બે મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી નખ જલદી તૂટશે નહીં અને મજબૂત રહેશે. સરસિયાનું તેલ સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ તમારા હેર ફોલ વધારે થાય છે તો આ તેલ બેસ્ટ છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર