નાગકેસર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જાણો તેના અન્ય ફાયદા

Image/shutterstock

ફૂલમાં પીળા કેસરી રંગના ગુચ્છ હોય છે આ કારણે તેને નાગકેસર કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે નાગકેસર કેવી રીતે લાભદાયી છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

 • Share this:
  ગુડહલ, ગુલાબ, ગલગોટો અને અનેક પ્રકારના ફૂલ (Flowers) તમારા સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભદાયી છે. શું તમે ક્યારેય પણ નાગકેસર (Nagkesar)નો ઉપયોગ કર્યો છે? શું તમને ખબર છે કે નાગકેસર શું છે અને તે સ્વાસ્થ્યને શું લાભ (Benefits) પ્રદાન કરે છે? નાગકેસર એક છોડ છે, જેના પાન લાલ અને ચમકીલા રંગના હોય છે તથા તેના ફૂલ સફેદ અને પીળા રંગના હોય છે. ફૂલમાં પીળા કેસરી રંગના ગુચ્છ હોય છે આ કારણે તેને નાગકેસર કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે નાગકેસર કેવી રીતે લાભદાયી છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

  સર્દી-ખાંસીથી રાહત

  વરસાદના સમયમાં સર્દી-ખાંસી થવી તે ખૂબ જ સામાન્ય બાબત છે. નાગકેસર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. સર્દી-ખાંસીથી રાહત મેળવવા માટે નાગકેસરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કપાળ પર લગાવી લો. આ પેસ્ટની મદદથી સર્દી ખાંસીની સમસ્યાથી રાહત મળશે.

  પેટની સમસ્યા દૂર થશે

  લોકોની જીવનશૈલીમાં ફેરફાર થવાને કારણે પેટની સમસ્યા થવી તે ખૂબ જ સામાન્ય બાબત છે. અપચો, એસિડીટી, પેટમાં બળતરા, ગેસ, પેટમાં દુખાવો થવો અને સોજો આવવા જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે નાગકેસરનો ઉપયોગ કરી શકાય છે. નાગકેસરના ચૂર્ણને મધ અથવા ખાંડ સાથે મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

  હીચકી બંધ કરવામાં મદદ કરે છે

  ક્યારેક ક્યારેક અચાનક હિચકી આવવા લાગે છે અને સરળતાથી બંધ થતી નથી. આ પરિસ્થિતિમાં તમે હીચકી બંધ કરવા માટે નાગકેસરના ચૂર્ણનું સેવન કરી શકો છો. નાગકેસરના ચૂર્ણને મધ અથવા ખાંડ સાથે મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. જો તમને મધ અથવા ખાંડ પસંદ નથી, તો શેરડી અથલા મહુવાના રસમાં નાગકેસરનું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરી શકાય છે.

  સાંધાના દુખાવાથી રાહત

  સાંધાનો દુખાવો થવો તે ખૂબ જ સામાન્ય વાત છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે નાગકેસરનો ઉપયોગ કરી શકો છો. નાગકેસરના બીજના તેલથી સાંધા પર અને દુખાવો થાય છે, તે જગ્યા પર માલિશ કરવાથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

  (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  First published: