ડાયાબિટીસના દર્દી હવે મીઠાઇ ખાઇ શકશે, વાંચો કેવી રીતે?

પ્રતિકાત્મક તસવીર

શું તમને ખબર છે કે ડાયાબિટીસના વ્યક્તિને મીઠાશ ન ખાય તેવું કહેવું ભ્રમ છે.

 • Share this:
  વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે આ બિમારીને લઇને અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. આ બિમારીને લઇને લોકોમાં અનેક ભ્રમ છે. અનેકવાર ડાયાબિટીસના દર્દીઓ મીઠાશ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમને કહેવાય છે કે મીઠાશ ખાવાથી તેમનું શુગર લેવલ વધી જશે. આ જ કારણે મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ મીઠાશની દૂરી રાખે છે. પણ શું તમને ખબર છે કે ડાયાબિટીસના વ્યક્તિને મીઠાશ ન ખાવું તેવું કહેવું ભ્રમ છે.

  વેબસાઇટ હેલ્થ લાઇને American Diabetes Association નો હવાલે કહ્યું છે કે ખાવામાં મીઠાશ જોડવાથી ડાયાબિટીસ પર કોઇ ફરક નથી પડતો. જો કે કેટલાક મામલે આ શુગર લેવલ વધી જવા માટે મહદ અંશે જવાબદાર બની શકે છે. ડાયાબિટીસ એક સ્વાસ્થયથી જોડાયેલી સમસ્યા છે. જેમાં વ્યક્તિનું બ્લડ શુગર વધી જાય છે. જો કે તેવું કહેવાય છે કે ડાયાબિટીસમાં લોકોએ મીઠા ખાવાથી બચવું જોઇએ. કેમ કે તેનાથી શરીર પર ખરાબ અસર પડે છે. ટાઇપ 2 ડાયાબિટીસ જેનેટિક ગરબડીવ અને ખાવા પીવા તથા લાઇફસ્ટાઇલની અનિયમિતતાને લગતી બિમારી છે.

  ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બ ડાયટ ખાવી જોઇએ. જેમ કે બ્લૂબેરી પ્રોટીન સ્મૂધી, ઇંડાથી બનેલા મફિન્સ. જો તમે મીઠાશ ખાવાના શોખીન છો તો ઓછી માત્રામાં આ વસ્તુઓ તમારા ખાવા પીવામાં સામેલ કરો. ડાયાબિટીસના દર્દીએ મીઠાશમાં કુકીઝ, કેક, પેસ્ટ્રી, આઇસ્ક્રીમ ખાવાથી બચવું જોઇએ. જો તમારે મીઠાશ ખાવાનું મન થાય તો તમે શુગર ફ્રી દહી, અંજીર કે પછી ઓટ્સના બિસ્કીટ ખાઇ શકો છો.
  Published by:Chaitali Shukla
  First published: