Home /News /lifestyle /

મારી પત્ની ઇચ્છે છે હું તેની સાથે BF જેવું વર્તન કરું, તે જીમમાં આવતા યુવકોની વાતો કરે છે

મારી પત્ની ઇચ્છે છે હું તેની સાથે BF જેવું વર્તન કરું, તે જીમમાં આવતા યુવકોની વાતો કરે છે

મારી પત્ની ઇચ્છે છે હું તેની સાથે BF જેવું વર્તન કરું (પ્રતિકાત્મક તસવીર)

પત્નીનાં ટોન્ટ અને તમને ચિડાવવાની આપનાં પર અસર થઇ રહી છે. આ આપને અસુરક્ષિત બનાવે છે. મને લાગે છે કે, આપ કેવાં દેખાવો છે. આપની નાણાકીય ક્ષમતા અને યૌન સંબંધ અંગે અસુરક્ષાને વધારે છે. આ વાત પર આપને ધ્યાન આપવું જોઇએ.

સેક્સપર્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન : 26 વર્ષની ઉંમરમાં અમે લવ મેરેજ કર્યા હતાં અને આવક પ્રમાણે અમે સારી સ્થિતિમાં હતાં. મારી પત્ની આજકાલ યૌન સંબંધમાં રૂચિ નથી લઇ રહી. અને તે હાલમાં જિમમાં આવતા ઘણાં માચો અને સુંદર દેખાતા યુવકો અંગે મારી સાથે વાતો કરતી રહેતી હોય છે. તે હમેશા મને ટોન્ટ મારતી રહે છે કે, તુ એવી રીતે મારી જોડે વર્તન કર જાણે મારો બાયફ્રેન્ડ હોય નહી તો હું કોઇ અન્યને શોધીશ. આજકાલ તો અમારી વચ્ચે સારી રીતે વાત પણ નથી થતી. કારણ કે હું મારા સ્ટાર્ટઅપમાં વ્યસ્ત રહુ છુ અને તે પણ કામ કરે છે. જોકે મને તેનાં પર વિશ્વાસ છે કે તેનું યૌન સંબંધમાં ઓછુ દિલચસ્પી લેવી અને આ પ્રકારની વાતો કરવાને કારણે હું અસમંજસમાં છુ. હું દેખાવમાં સમાન્ય છુ પણ પૈસા અને યૌન સંબંધ અંગે મારી અપેક્ષાઓ ઘણી વધુ છે. તેથી મને આ સમજ નથી આવતું કે, આ બધાની પૃષ્ઠભૂમિમાં શું ચાલી રહ્યું છે.

જવાબ: સૌથી પહેલાં તો હું તે વાત જણાવવાં ઇચ્છીશ જે આપનાં પ્રશ્નમાં મને તત્કાલ લાગી રહી છે. કે આપનાં અને આપની પત્ની વચ્ચે હાલમાં સ્વસ્થ વાતચીત થતી નથી. તો એક તરફથી આપ ખુદ જ આપનાં પ્રશ્નનો જવાબ આપી રહ્યો છો. અંદરોઅંદર સ્વસ્થ વાતચીત આપની વર્તમાન દુવિધાને ઉકેલવામાં વધુ સફળ રહેશો.

સ્પષ્ટ છે કે, પત્નીનાં ટોન્ટ અને તમને ચિડાવવાની આપનાં પર અસર થઇ રહી છે. આ આપને અસુરક્ષિત બનાવે છે. મને લાગે છે કે, આપ કેવાં દેખાવો છે. આપની નાણાકીય ક્ષમતા અને યૌન સંબંધ અંગે અસુરક્ષાને વધારે છે. આ વાત પર આપને ધ્યાન આપવું જોઇએ. હું આપને સલાહ આપીશ કે, આપ કોઇ થેરાપિસ્ટની સલાહ લો કે કોઇ મનોરોગનાં ચિકિત્સકને આ અંગે વાત કરો. કારણ કે તેનાંથી આપનાં સ્વાભિમાન સંબંધિત કેટલાંક મુદ્દાઓ ઉકેલવામાં આપને મદદ મળશે. પછી આપને આફની પત્નીને આ જણાવી દેવું જોઇએ કે, આપને તે વાત પરેશાન કરી રહી છે જો તે આવું કહે છે કે, તે તો મજાક કરી રહી છે તો આપ તેમને જણાવી દો કે, તેનાંથી આપને ખરેખરમાં દુખ થઇ રહ્યું છે.

આ વાતચીતની તકનો ફાયદો ઉઠાવીને તે જાણવાનો પ્રયાસ કરો કે આ પ્રકારનાં ટોણાનું કારણ શું છે. આપે જણાવ્યું કે, તે આપને એક બોયફ્રેન્ડ જેવો વ્યવહાર કરવાનું કહે છે. તો લાગે છે કે, લગ્ન બાદ હવે તે પહેલાં જેવાં રોમેન્સની કમી અનુભવતી હોય એટલે તેને આપને આમ કહ્યું હોય. પહેલાં આપ બંને એકબીજાને જે રીતે પ્રેમ કરતાં.. સમય વિતાવતા... તેમ કરી શકો છો. લગ્ન બાદ અન્ય કામકાજમાં જ્યારે આપ વધુ પડતા વ્યસ્ત થઇ ગયા હોવ અને આપનું ધ્યાન પૈસા કમાવવામાં લાગી ગયુ હોય તો ઘણી વખત તમે તે વિચારવાનું ભૂલી ગયા હોવ કે તમે આટલી મહેનત કોના માટે કરી રહ્યાં છો..

આપ થોડા દિવસો માટે કામ છોડીને તેમની સાથે સમય વિતાવો. ક્યાય ફરવા જાઓ. પિકનિક પર જાઓ. આપ આ માટે એવી જગ્યા પસંદ કરી શકો છો જ્યાં આપ લગ્ન પહેલા જતા હતાં. જો આપ બંને માટે સંપૂર્ણ રજાઓ સંભવ ન હોય તો આપ ઓછામાં ઓછું એટલું તો સુનિશ્ચિત કરો કે આપ જીવન અને નોકરીમાં સ્વસ્થ સંતુલન બનાવી લો. આ નક્કી કરી લો કે આપ ઓફિસનું કામ ઘરે ન લાવો. સાથે જમો.. સવારે વોક પર જાઓ. આ સુનિશ્ચિત કરો કે, આપ એકબીજા સાથે વધુ સમય વિતાવો. ભલે થોડો થોડો કરીને પણ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો. આપ એકબીજાની વચ્ચે ટીવી કે ફોનને ન આવવા દો.

પોતાનાં વિચારો માટે સ્પષ્ટ અને ઇમાનદાર રહેવા અને પાર્ટનર અંગે કોઇ પ્રકારની અસુરક્ષાની ભાવનાની વાત કરવામામં પણ કોઇ પ્રકારની શરમની વાત નથી હોતી. તેને ગુપ્ત રાખવા અને તે અંગે દિવસ રાત ચિતિંત રહેવાથી આપનાં સંબંધો વધુ ખરાબ થશે. તેનાંથી દરેક પ્રકારનાં સંદેહ અને અસુરક્ષાની સ્થિતિ પેદા થશે. જો તે સારી અને સહાનુભૂતિ રાખનારી સ્ત્રી હશે તો તે આપની ચિંતાઓને અવશ્ય સમજશે. અને આપને ટોન્ટ આપવાનાં અને ચીડાવવાનું બંધ કરી દેશે. અને આપનાં સંબંધોને ગાઢ બનાવવામાં તે પણ પ્રયાસ કરશે. દરેક કપલે લગ્ન બાદ પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે સમય, આપસમાં વાતચીત અને એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ કોઇપણ સંબંધ સફળ થાય છે.
Published by:Margi Pandya
First published:

Tags: Boyfriend, Lifestyle, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन