દેશના ઘણા પ્રાંતમાં સરસવનું તેલ ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના કિચનમાં જોવા મળતા સરસવના તેલનો ઉપયોગ માત્ર ખાવાનું બનાવવા માટે જ નહી પણ શરીરની માલિશ માટે પણ ફાયદાકારક છે. આ સિવાય શું તમને ખબર છે કે, તે સ્કિનને (Skin) પણ સુંદર રાખવા માટે સરસવનું તેલ ખુબ ઉપયોગી છે. સરસવના તેલ (Mustard Oil) માં MUFA, વિટામિન ઈ, ઓમેગા 3 અને 6, એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. સરસવનું તેલ (Mustard Oil) હૃદય માટે પણ લાભદાયી હોય છે.
તેમાં એન્ટી-માઈક્રોબિયલ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ પણ હોય છે, આ સાથે જ કેન્સર થવાનો ખતરો પણ ઓછો રહે છે. સ્વસ્થ શરીર સિવાય સ્કિન અને વાળ માટે પણ બેસ્ટ ઓપ્શન છે.
-નીંબુની સાથે સરસવનાં તેલનો પ્રયોગ
બજારમાં મળતી ફેરનેસ ક્રીમનો ઉપયોગ તમે ત્વચામાં નીખર લાવવા માટે કરતા જ હશો. પણ આ ક્રીમ તમારી ત્વચાને નુકશાન પણ કરે છે. જેનાથી તમે અજાણ હશો. સરસવના તેલની મદદથી ત્વચાનું ધ્યાન રાખી શકાય છે, સરસવનું તેલ ત્વચાને કોઈ પણ પ્રકારનું નુકશાન કરતુ નથી.
-ડાર્ક સ્પોટ દુર (dark Spots) કરવા માટે થોડી માત્રામાં સરસવના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો અને પોતાના ફેસ પર સારી રીતે લગાવીને, 15 મિનિટ માટે મુકી દો. જે બાદ પોતાનો ફેસ ધોઇ નાંખો. આ પ્રયોગ વીકમાં 3 વાર તમે કરી શકો છો.
-નારિયેળના પાણી સાથે સરસવના તેલને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી લોહીનું પરીભ્રમણ સારી રીતે થાય છે. જેના કારણે પણ ત્વચામાં નિખાર આવે છે.
-હોઠની (Lips)ડ્રાયનેસ દૂર કરવા માટે
જો તમારા હોંઠ વારંવાર ડ્રાય થઇ જાય છે તો રાત્રે હોઠ પર સરસવનું તેલ અને તેના પર લીપ બામ લગાવીને સુઈ જવાથી ફાયદો થાય છે.
ફેસ પેક (Face Pack)બનાવો
કોઇ પણ સ્ત્રી કે યુવતીને સુંદર દેખાવુ ગમે છે, જો તેના ચહેરા પર ડાર્ક સ્પોટ આવી જાય તો તે અવનવા નુસકાઓ અપનાવે છે. અલબત તેનો ઉપચાર તમારા કિચનમાં જ છે. ડાર્ક સ્પોટથી છુટકારો મેળવવા માટે 1 મોટી ચમચી ચણાનો લોટ, દહીં અને 1 ચમચી લીંબુના રસને મિક્સ કરી દો. આ પેક બનાવીને ફેસ પર લગાવો અને 15 મિનિટ સુધી ફેસ પર રહેવા દો. ફેસ પર આ પેસ્ટ 15 મિનિટ રાખ્યા બાદ ચોખ્ખા પાણીથી ફેસને ધોઇ નાખો થોડા જ મહિનામાં ગમે તેવો ડાઘ કે સ્પોટ હશે તે દુર થઇ જશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર