Healthy Drinks: શરીરને ડિટોક્સ કરવાની સાથે હેલ્ધી રાખશે આ 3 ખાસ કૂલિંગ ડ્રિંક્સ, અહી જાણો બધુ જ
Healthy Drinks: શરીરને ડિટોક્સ કરવાની સાથે હેલ્ધી રાખશે આ 3 ખાસ કૂલિંગ ડ્રિંક્સ, અહી જાણો બધુ જ
હેલ્ધી ડિટોક્સ ડ્રિન્ક
Health: જંકફૂડની આદતો અને વધેલા તણાવ જેવા કારણે જીવનશૈલી (Lifestyle) પર ખરાબ અસર પડે છે. તે આપણા શરીરમાં રહેલા એનર્જી (Body energy) લેવલને પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં શરીરમાં રહેલા બિન-જરૂરી તત્વોને શરીરમાંથી દૂર કરવા માટે યોગ્ય રીતે બોડી ડિટોક્સ (Body detox) કરવાની જરૂર છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઊંઘની અનિયમિત પેટર્ન, ફ્રાઇડ રોસ્ટ કે જંકફૂડની આદતો અને વધેલા તણાવ જેવા કારણે આપણી જીવનશૈલી (Lifestyle) પર ખરાબ અસર પડે છે. તે આપણા શરીરમાં રહેલા એનર્જી (Body energy) લેવલને પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં શરીરમાં રહેલા બિન-જરૂરી તત્વોને શરીરમાંથી દૂર કરવા માટે યોગ્ય રીતે બોડી ડિટોક્સ (Body detox) કરવાની જરૂર છે. આ પ્રકારની જીવનશૈલીને કારણે શરીરને ડિટોક્સ કરવું એ માત્ર ટ્રેન્ડ જ નહીં, પરંતુ શરીરની જરૂરિયાત પણ બની ગઈ છે. જેથી આજે અમે અહી તમને અમુક ડિટોક્સ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે સ્વસ્થ રહેવામાં મદદરૂપ થવા સાથે જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ પણ દૂર થઇ જશે.
લીંબુ અને આદુનું સેવન
લીંબુ અને આદુનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. લીંબુ અને આદુ અનેક ગુણોથી ભરપૂર હોય છે, તેના સેવનથી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને તેનાથી તમારું મેટાબોલિજ્મ મજબૂત થાય છે.
તજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે, તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ સાથે જ તે ફેટ ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.
ટર્મિક ટી
ટર્મ્રિચ ટી એ આયુર્વેદિક ઉપચાર છે. ટર્મિક ટી તમારા માટે ડિટોક્સ રેસીપી તરીકે ફાયદાકારક રહેશે. તેમાં હળદરના એન્ટિઓક્સિડેન્ટ્સ સાથે મધ, આદુ અને કાળા મરી જેવા મસાલા હોય છે. તે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક નીવડી શકે છે. હળદરને ક્લીન્ઝીંગ મસાલો માનવામાં આવે છે.
આ ડ્રિંક અનેક લોકો માટે સમર ડ્રિંક છે. લીંબુનું શરબત અથવા શિકંજી દિવસમાં ગમે ત્યારે તૈયર કરી શકાય છે. તે સૌથી સ્વાદિષ્ટ અને સરળ કૂલર ડ્રિંક છે. આ સાથે જ તરબૂચનું જ્યુસ સરળતાથી મળી રહે છે અને તેમાં વધારાની ખાંડની જરૂર પડતી નથી. મીઠા તરબૂચ અને સાઇટ્રસ લીંબુના સ્વાદ સાથે તાજા ફુદીનાના પાંદડાઓનું સંયોજન આરોગ્યપ્રદ વિકલ્પ છે.
ગુલકંદ શોટ્સ
વધતી જતી ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે ગુલકંદ શોટ લઈ શકાય છે. તે તમારા શરીરને ઠંડુ રાખવા તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ સાથે જ તેનાથી મોઢાના અલ્સર, નબળી નજર, પેટનો ગેસ, થાક વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર