બટાકાની ચિપ્સ અને ચોકલેટ ખાવાથી વધી શકે છે કિડનીની બીમારીઓનું જોખમ: સ્ટડી

બટાકાની ચિપ્સ

આ રસાયણ શેકેલા અને તળેલા ખોરાકને સ્વાદ અને સુગંધ આપે છે. જેથી આ પ્રકારનો ખોરાક શરીરને કિડનીના રોગ તરફ ધકેલે છે.

  • Share this:
જો તમને બટાકાની ચિપ્સ (potato Chips), બ્રેડ, બેકરી પ્રોડક્ટ્સ અને ચોકલેટ્સ (Chocolates) ખાવાનો ખૂબ ચસ્કો હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે, ઉંદરો પર કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લીસી ગટ સિન્ડ્રોમ થઇ શકે છે. જે કિડનીની (kidney) બીમારીમાં પરિણામી શકે છે. આ સંશોધન ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સીટીના સંશોધકે કર્યું હતું. જેમાં જણાવાયું છે કે, હિટ ટ્રીટમેન્ટ કરાયેલો ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડમાં નુકશાનકારક એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ(AGEs) હોય છે. આ રસાયણ શેકેલા અને તળેલા ખોરાકને સ્વાદ અને સુગંધ આપે છે. જેથી આ પ્રકારનો ખોરાક શરીરને કિડનીના રોગ તરફ ધકેલે છે.

જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલી આ સ્ટડી મુજબ, ઓટ્સ, રાંધેલા અથવા ઠંડા ચોખા, જઉં, બીન્સ, બ્લેક બીન્સ, વટાણા, કાચા બટાકાનો સ્ટાર્ચ, બાફેલા બટાકા, જેવા ખોરાક પેટના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. સાથે જ આ પ્રકારના ખોરાક કિડનીને પણ સ્વસ્થ રાખે છે.

જાણો, 2011માં વર્લ્ડ કપ જીતી લાવનાર Team Indiaનો કયો ખેલાડી અત્યારે શું કરે છે?

આ અધ્યયનના લીડ ઓથર અને મોનાશ સેન્ટ્રલ ક્લિનિકલ સ્કૂલના ડિપાર્ટમેન્ટ ઓફ ડાયાબિટીસના એસોસિએટ પ્રોફેસર મેલિન્ડા કફલાને કહ્યું કે,' આવો ખોરાક આપણા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા પેટમાં ઉતરીને આંતરડાના બેક્ટેરિયા માટે ભોજન તરીકે કામ કરે છે. તેમજ આંતરડાના આ બેક્ટેરિયા આ ખોરાકને પચાવવામાં મદદ કરે છે.'

પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે

તેમણે કહ્યું કે, આપણે ખોરાકમાં આ પ્રકારના ખોરાકથી દૂર રહીને આપણા શરીરમાં હાનિકારક પ્રભાવોને દૂર કરી શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં 10 ટકા લોકો કિડનીની બીમારી સામે લડી રહ્યા છે. ત્યારે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, પ્રોસેસ્ડ ફૂડના સેવનથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મેદસ્વીતા, કેન્સર જેવા રોગોનું જોખમ ઉભું થાય છે.
First published: