કોરાનાના દર્દીમાં મ્યુકરમાયકોસિસ નામની જટિલ બિમારી જોવા મળી રહી છે. ત્યારે મ્યુકરમાયકોસિસ નામની બીમારીથી એલર્ટ રહેવા આરોગ્ય વિભાગે તાકિદ કરી છે. કોરોના સંક્રમિત હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને આ ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે અને ગંભીર હોવાનું પણ જણાવાયું છે. રાજ્ય આરોગ્ય વિભાગે મ્યુકરમાયકોસિસ રોગને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને જિલ્લા આરોગ્ય અિધકારીઓને મોકલાઇ છે.
મૃત્યુદર 50 ટકા
આરોગ્ય વિભાગના જણાવ્યાં પ્રમાણે, કોરોના કરતા પણ મ્યુકરમાઇકોસિસ ગંભીર બિમારી છે. જેનો મૃત્યુદર 50 ટકા છે. ગુજરાતમાં મ્યુકરમાયકોસિસ નામના રોગે દેખા દીધી છે. રાજસ્થાન સરકારે આ મુદ્દે જાણકારી આપ્યા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાના દર્દીઓને આ રોગ થયો છે જેમાંથી કેટલાકનાં મૃત્યુ પણ થયા છે. તેથી આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારી, તજજ્ઞો અને મેડિકલ અધિકારીઓને પણ રોગ અંગે ગાઇડ લાઇન મોકલી આપી છે.
લાપરવાહીમાં જવાબદાર કોણ? વાસણા બેરજ નજીકની કેનાલ પાસે દેખાયો વપરાયેલી PPE કીટનો ઢગલો
કલોલ બ્લાસ્ટના પડધા દિલ્હી સુધી પડ્યા, ગૃહમંત્રી અમિત શાહે માંગ્યો રિપોર્ટ
આ એક ફંગલ ઇન્ફેક્શન છે
આરોગ્ય વિભાગના જાહેર આરોગ્યના અધિક નિયામક ડો. દિનકર રાવલે આરોગ્ય તંત્રના અધિકારીઓ-તબીબોને માર્ગદર્શિકા મોકલી છે. જેમાં જણાવાયું છે કે, એક પ્રકારની ફૂગથી થતા રોગના કારણે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય કે અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકરમાયકોસિસનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. જેમાં મૃત્યુનું પ્રમાણ 50 ટકા જેટલું હોય છે. સામાન્ય રીતે તેના કેસ છૂટાછવાયા આવતા હોય છે પરંતુ અમદાવાદ અને રાજકોટમાં કોરોના દર્દીઓમાં આ રોગ પણ જોવા મળતા તે અંગે સાવચેતી રાખવાની તાતી આવશ્યકતા છે.
ફંગલ ઇન્ફેક્શન શ્વાસોચ્છશ્વાસના કારણે થઇ શકે છે. ડાયાબિટીસ, કેન્સરના દર્દી ઉપરાંત કિડની -સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોય તેવી વ્યક્તિ આ રોગનો જલદી શિકાર બની શકે છે.
Published by:Kaushal Pancholi
First published:December 22, 2020, 15:20 pm