કેવી રીતે બનાવી શકાય 'અમૃતસરી પીંડી છોલે'

  • Share this:
    અમૃતસરી પીંડી છોલે બનાવવાની સામગ્રી :

    1 કપ રાત્રે પલાળેલા છોલે ચણા
    2 તમાલપત્ર
    મીઠું, સોડા
    1 તજ
    2 મોટી એલચી
    1 ચા ની પોટલી
    ર લીલી ઇલાયચી

    ગ્રેવી બનાવવા માટે
    4 મોટી ડુંગળી ની પેસ્ટ
    3 પાકા લાલ ટામેટા ની પ્યુરી
    4 ચમચી આદુલસણ ની પેસ્ટ

    વઘાર કરવા માટે
    4 ચમચી તેલ
    8 કળી લસણ
    આદુ
    લાલ મરચું

    બનાવવાની રીત:

    સૌ પ્રથમ કુકરમાં છોલે ચણાને બધા ખડા મસાલા અને ચાની પોટલી મુકી બાફી લો. છોલે બફાય જાય પછી ખડા મસાલા કઢી લો. અને તે મસાલા વાળુ પાણી ગાળી એક સાઈડ રાખો. ત્યારબાદ એક કડાઈ લઈ તેમાં તેલ મૂકી આદુ-લસણની પેસ્ટ, ડુંગળી અને ટામેટાની પ્યુરી સાતળી લો. પછી તેમાં છોલે મસાલો ઉમેરી ઢાંકીને તેલ છુટે ત્યા સુધી સાંતળવુ. પછી તેમાં બાફેલા છોલે અને મસાલા વાળું પાણી એડ કરી મેશરથી થોડા છોલે મેશ્ડ કરી કૂક કરો. પછી એક વઘારીયામાં તેલ લઈ ગરમ કરી તેમાં લસણની કળી, જીરુ, લાલ મરચું, લીલુ મરચું, આદુ નાખીને વઘાર કરી કોથમીરથી ગાર્નિશ કરી પરાઠા, નાન, અથવા ભટુરા સાથે સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published: