Home /News /lifestyle /

માતાને પૈસા આપવાથી બાળકના મગજના વિકાસ પર થાય છે સારી અસર- અભ્યાસ

માતાને પૈસા આપવાથી બાળકના મગજના વિકાસ પર થાય છે સારી અસર- અભ્યાસ

પ્રતીકાત્મક તસવીર

Child development: કુટુંબની આવક ઘણીવાર બાળકના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે

    બાળકોના મગજ (Babies brain) અને માનસિક વિકાસમાં સામાજિક પરિસ્થિતિઓ અને પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વિષય પર ઘણા અભ્યાસો કરવામાં આવતા રહે છે. અમેરિકા (U.S)માં આ પ્રકારના અવલોકન અભ્યાસ (Study)માં, કુટુંબની આવક ઘણીવાર બાળકના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રથમ વખત સંશોધકોને પ્રાયોગિક પુરાવા મળ્યા છે કે, ગરીબી આ ફેરફારોને કેવી રીતે પ્રભાવિત કરે છે. શોધકર્તાઓએ જોયું કે, માતાના હાથમાં પૈસા આપવાથી તેમના બાળકોના મગજને આકાર મળવામાં મદદ મળે છે.

    ગરીબીની શું અસર

    બેબીઝ ફર્સ્ટ યર (Babies first year) નામના ચાલી રહેલા આ અભ્યાસમાં આ પરિણામો સામે આવ્યા છે. જેમા તેનું આંકલન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, કેવી રીતે ગરીબી નાબૂદી નાના બાળકોમાં જ્ઞાનાત્મક અને ભાવનાત્મક વિકાસને અસર કરી શકે છે. કોલંબિયા યુનિવર્સિટી (Columbia University)ના ન્યુરોસાયન્ટિસ્ટ કિમ્બરલી નોબલે (Neuroscientist Kimberly Noble) આ વિશે વિગતવાર માહિતી આપી હતી.

    ગરીબીનું જોખમ

    કિંબરલીએ જણાવ્યું કે, અમે ઘણા વર્ષોથી જાણીએ છીએ કે, ગરીબીમાં ઉછેરાતા બાળકોમાં શાળાના વાતાવરણમાં ઓછી ઉપલબ્ધિઓ, ઓછી આવક અને ખરાબ સ્વાસ્થ્યનું જોખમ વધી જાય છે. પરંતુ અત્યાર સુધી એવું કહી શકાય નહી કે, શું માત્ર ગરીબી જ બાળ વિકાસમાં આ પ્રકારના અંતર માટે જવાબદાર છે.

    માતાઓની ભરતી

    અત્યાર સુધી એ પણ સ્પષ્ટ ન હતું કે, ગરીબીમાં ઉછરવું એ આ તફાવતોના અન્ય પરિબળો સાથે સીધો સંબંધ છે કે કેમ? આ જાણવા માટે કરવામાં આવી રહેલા અભ્યાસમાં અમેરિકાની એક હજાર એવી માતાઓની ભરતી કરવામાં આવી હતી જેમણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે. આ મહિલાઓ ન્યૂયોર્ક સિટી, ન્યૂ ઓર્લિન્સ, ઓમાહો અથવા મિની પોલિસ/સેન્ટ પોલ સિટીમાંથી સામેલ કરવામાં આવી આવી હતી.

    આ પણ વાંચો - Corona Vaccine ન લેનારા માટે મોટી સમસ્યા બની શકે છે Omicron, WHOએ આપી ચેતવણી

    આ પ્રકારના ભથ્થાઓ આપ્યા

    આ મહિલાઓને કોઇ પણ શરત વિના 333 ડૉલર માસિક ભથ્થુ આપવામાં આવ્યું અથવા બાળકની ચાર વર્ષની ઉંમર સુધી કોઇપણ શરત વિના 20 ડૉલર માસિક ભથ્થુ આપવામાં આવ્યું હતું. આ માટેની પસંદગી પણ અવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. જોકે કમનસીબે રોગચાળાના કારણે માત્ર 435 પરિવારો જ આ પરીક્ષણ માટે આવી શક્યા. જેમાં શોધકર્તાઓ બાળકના મગજની ગતિવિધિઓની વિદ્યુત પ્રવૃત્તિને માપી શક્યા.

    આ પણ વાંચો - ઝડપથી વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ, ડાયટમાં ઉમેરો કરો આ વસ્તુઓ

    શું અંતર જોવા મળ્યું?

    નમૂનાનું કદ નાનું હોવા છતાં આંકડાઓ દર્શાવે છે કે, ઓછી આવક ધરાવતી માતાઓને નાણાકીય સહાય આપવામાં આવે તે પહેલાં પ્રથમ વર્ષમાં નવજાત શિશુના મગજની પ્રવૃત્તિમાં સીધો ફેરફાર થાય છે. નવજાત શિશુઓ કે જેમની માતાઓને વધુ રોકડ રકમ ચૂકવવામાં આવી હતી. તેઓ ઓછા પગારવાળી માતાઓના બાળકો કરતાં મગજની પ્રવૃત્તિની વધુ ગતિવિધિઓ ધરાવતા હોવાનું જોવા મળ્યું હતું.

    આગામી સમયમાં પણ અભ્યાસ થશે

    હજુ પણ આ વિષયમાં અધ્યયન કરવાની જરૂર છે કે શું મગજની ગતિવિધિઓમાં આ પરકારન ફેરફારો લાંબા સમય સુધી ચાલે છે કે કે? અથવા તે સારા સંજ્ઞાનાત્મક વિકાસમાં બદલાય છે કે નહીં. પરંતુ એવું થઇ શકે છે. કેટલાક નાના અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઉચ્ચ આવક ધરાવતા પરિવારોમાં જન્મેલા બાળકોમાં મગજની પ્રવૃત્તિમાં વધુ ગતિવિદિઓ જોવા મળે છે.

    PNASમાં પ્રકાશિત આ અભ્યાસ જણાવે છે કે સ્વસ્થ મગજ તેમના વાતાવરણ અને અનુભવો દ્વારા આકાર પામે છે. હવે સંશોધકો વધુ ઊંડા પરિબળોના આધારે આ અભ્યાસને આગળ વધારવાનું વિચારી રહ્યા છે. આમાં માતા-પિતાનું વર્તન, કૌટુંબિક સંબંધો અથવા તણાવ વગેરે જેવા પરિબળોનો સમાવેશ કરવામાં આવશે. સંશોધકોને આશા છે કે જો નીતિ નિર્માતાઓ હવે આ અભ્યાસના પરિણામોમાં સાવચેતીથી કામ કરશે તો તે ફાયદાકારક રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Reserch, માતા

    આગામી સમાચાર